SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ eek શારદા સિદ્ધિ સાધી શકશે. તમને તપ કોણ નથી કરવા દેતુ' ? એલો. તનનું મમત્વ. દાન કાણુ નથી કરવા દેતુ? ધનનું મમત્વ, ધર્મ પ્રત્યે મમત્વ જાગે ને ભગવાનના જીવન તરફ દૃષ્ટિ થાય તેા તન અને ધન ઉપરનુ` મમત્વ ઉતરી જાય તેથી મેાહની છાતી ભેદાઈ જાય એટલે ઉગ્ર તપ અને સ'યમ પણ સુલભ થઈ જાય. ધન્નાજી અને શાલીભદ્રજી કરોડો અને અમોની સ'પત્તિને ત્યાગીને ચારિત્ર કેમ લઈ શકયા ? મોક્ષ માર્ગ પર મમત્વ વધ્યુ. તેથી સંપત્તિ પરનુ` મમત્વ ઘટયુ એટલે એમને માટે ત્યાગ માગ સરળ બની ગયેા. સંયમ લઈને કાયા પરનુ' મમત્વ પણ ઉતરી ગયુ'. તેમને એકજ લગની લાગી કે હવે તેા કર્માં ખપાવી જલ્દી મોક્ષમાં જવુ છે એટલે ભગવાનની આજ્ઞા મુજબ એમના બતાવેલા માગે` ચાલી કઠીન તપ અને સંયમનુ પાલન કરી આત્મકલ્યાણ કરી ગયા. આપણે મહાપુરૂષાની માફક મમતાના ત્યાગ કરી સાધના કરવી પડશે. તે સિવાય આપણુ* કલ્યાણુ થવાનુ' નથી. ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને એ જ વાત સમજાવે છે કે હું રાજન્ ! આયુષ્ય પાણીના પૂરની જેમ ઝડપભેર વહી રહ્યુ' છે માટે આ સંસાર સુખના માહરાગ છોડીને ત્યાગના રાગી મનેા. ચક્રવર્તિ કહે છે હે મુનિરાજ ! આપ તે મારા મહાન ઉપકારી તારણહાર છે તેથી આપ મને સંસારમાંથી બહાર કાઢવા અનેક રીતે ઉપદેશ આપા છે. હુ' સમજી' છે કે આપની વાત અક્ષરે અક્ષર સત્ય છે ને જીવનમાં અપનાવવા જેવી છે. હું પણુ જાણું છું, સમજું છું કે આ સ'સારની મમતા જીવને દુર્ગાંતિમાં લઈ જનારી છે. સંસાર છોડયા વિના આત્મકલ્યાણ થવાનું નથી, છતાં હું મેહમાં એવા સાઈ ગયા છુ કે સ`સાર છોડવા મારા માટે મુશ્કેલ છે. હે ગુરૂ ભગવ'ત ! કયારેક તા જીવને એવા પ્રસ`ગેા ઉપસ્થિત થાય છે કે સ’સારમાં અકળાઈ મૂઝાઈ જવાય છે. તમને પણ ઘણી વાર એવુ થાય છે ને કે હાય....સંસારથી કટાળી ગયા. હવે તેા સાધુ બનીને કયાંક જ*ગલમાં ચાલ્યા જઈ એ પણ એક ઘડી, એ ઘડી પૂરતું, પછી તા પાછા માનપાન મળ્યા એટલે હતેા તેવા જ માહુ થઈ જાય છે. સ'સાર એળિયા જેવા લાગવા છતાં એને કસાર જેવા ગળ્યેા માનીને ભાગવવાની મમતા છૂટતી નથી. આ વાત સાચી છે ને? સાચી લાગતી હોય તે મેહ છોડી દો. બ્રહ્મનો તા કહ્યુ હે મુનિરાજ ! તમારી વાત સાચી છે, પણ તમે તે એટલું પણ નથી ખેલતા. બ્રહ્મદત્ત કહે છે કે હું સમજી' છું કે જે કાયાનું મેં રાત-દિવસ જતન કર્યુ એ જ કાયાને એક દ્વિવસ જેને મે મારા માન્યા છે તે બધા ભેગા થઈને અગ્નિમાં જલાવી દેશે, અગર કોઈ નિરાધાર ગરીબ માણસની કાયા હશે તે જંગલમાં રઝળશે ને એને કૂતરા કાચી ખાશે ને ગીધડા ફોલી ખાશે. આ સસાર તે એકાંત સ્વાના ભરેલા છે. જીવતા માણુસના ત્યાં સુધી માન છે કે જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. જ્યાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy