SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૮૮૩ તેના સંયમ, તપ આદિ સર્વ ધર્મક્રિયાઓ નિદાન રહિત, શુધ, નિર્મળ અને કર્મના નાશ માટે હોય છે, મોક્ષ માટે હોય છે. સમ્યગુદષ્ટિ આત્માની થેડી પણ ધર્મક્રિયા કર્મક્ષય કરવા અર્થે, કર્મ નિરાના અર્થે હોય છે. સંસાર પરિભ્રમણને ઘટાડનાર અને સદ્ગતિ તથા મોક્ષના કારણ માટે હોય છે. બસ, એની દ્રષ્ટિમાં એક જ ભાવના હોય કે ધર્મારાધના કરતા ભલે ગમે તેટલું મને કષ્ટ આવે, મારા ઉપર ઉપસર્ગોના પહાડ તૂટી પડે કે મને સંસાર સુખના ગમે તેટલા પ્રભને મળે પણ મારે ધર્મ છોડવો નથી. મારે તે મારા કર્મોને ક્ષય કરી મારા આત્માનું કલ્યાણ કરવું છે. એવી એની ભાવના હોય. આપણું અધિકારના નાયક ચિત્તમુનિની પણ એવી જ ભાવના છે કે શુધ્ધ સંયમનું પાલન કરી મારે મારા કર્મોને ક્ષય કરી મોક્ષમાં જવું છે, અને બીજા જીવોને પણ આત્મકલ્યાણના પથે વાળી દુર્ગતિમાં પડતા બચાવવા છે. એ દૃષ્ટિથી ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે. તે પાંચાલ દેશના મહારાજા ! તું મારી વાત સાંભળ. મારી વાત તારા હદયમાં ઉતારવા જેવી છે. આ સંસારમાં પગલે ને પગલે કેટલા પાપકર્મો કરવા પડે છે. આ આરંભ સમારંભથી ભરેલા સંસારમાં સુખ ભેગવતા તને આનંદ આવે છે પણ મહા આરંભ અને મહા પરિગ્રહ ભેગે કરી એમાં રાચવાથી જીવને નરક ગતિમાં જવું પડે છે ને ત્યાં ભયંકર, અસહ્ય-ઘોર દુઃખો ભેગવવા પડે છે, માટે આવા દુઃખદાયી, મહારંભી- જેમાં ઘોર પાપ કરવા પડે છે એવા કાર્યોને તું ત્યાગ કરીને સંયમના ઘરમાં આવી જા. આ સંસારમાં આવી સમૃદિધ પામીને તે ઘણું ખાધું, પીધું ને મહાસુખમાં મહાલો ને ઘણાં પાપકર્મો બાંધ્યા. આ તારો પરિવાર તને આટલા માનપાન આપે છે, રાજરમણી ખમ્મા ખમ્મા કરે છે પણ બધું કયાં સુધી ? જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી. પુણ્ય ખતમ થશે ને પાપને ઉદય થશે ત્યારે જીવનમાં ઘેર અંધારું છવાઈ જશે. કહેવાય છે કે આજને લખેશ્રી ધરતી પ્રજ, કાલે એને જાર માટે મનડું મૂકવે.” - આજને લાખે પતિ ને કરોડપતિ ધમધમ ધરતી ધ્રુજાવતે હોય છે. એક હાકે બધાને ઉભા કરી દેતા હોય પણ એનું પુણ્ય ખલાસ થાય છે ત્યારે કરડે ને લાખની સંપત્તિ પગ કરીને કયાંય ચાલી જાય છે, અને જુવારના લુખ્ખા રોટલાના પણ એને સાંસા પડે છે, પણ આ વાત જીવને સમજાતી નથી. એટલે ધન મેળવવા માટે દોડાદેડ કરે છે ને બેલે છે કે જુવાનીમાં ધન કમાઈ લઈએ, જુવાનીનું રળેલું ઘડપણમાં કામ આવશે. ભાઈ! જુવાનીમાં રળેલું ઘડપણમાં નિરાંતે ખાઈશું એમ કહો છો પણ આયુષ્યનો શુ ભરોસે છે? યુવાનીનું રળેલું ઘડપણમાં ખાવા રહેશે એવું નકકી છે? અગર યુવાનીમાં રળેલી લક્ષ્મી ઘડપણ સુધી રહેશે એ પણ નક્કી છે? “ના.” તે પછી સમજે. જ્ઞાની પુરૂષે એને અર્થ એ કરે છે કે યુવાવસ્થામાં ધર્મ કરી લે. ધર્મની કમાણી કરી લે તે પરભવમાં એ કમાણી તમારી સાથે આવશે અને ધર્મ વર્તમાનકાળે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy