SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિલિ ૮૮૧ સુભદ્ર આપના દર્શનાર્થે આવ્યો છે. જે આપની આજ્ઞા હોય તે એને હું અંદર લઈ આવું. ભીમસેને આજ્ઞા આપી એટલે પડછંદ કાયાવાળે અને ભયાનક મુખાકૃતિવાળે માણસ અંદર દાખલ થયે. તેણે રાજાને નમસ્કાર કર્યા પછી ભીમસેને પોતાની બાજુમાં આસન ઉપર બેસાડીને આવવાનું કારણ પૂછ્યું. પલ્લી પતિએ કહ્યું આ થોડું લેણું આપના ચરણે ધરી આપના દર્શન કરી પવિત્ર બનવા આવ્યો છું. એમ કહીને સુભદ્દે સેનાના અને રત્નના અલંકારોથી ભરેલ થાળ એમની સામે મૂકયો. એમાંના આભૂષણે તરફ દષ્ટિ પડતાની સાથે ભીમસેને કહ્યું અરે ! આ તે મારા જ બાજુબંધ છે. ત્યાં સુશીલા બેલી કે આ તે મારો જ હાર છે. બંને જણાએ અલંકારો હાથમાં લઈ ખૂબ ચોકસાઈથી જોયા એટલે યાદ આવી ગયું કે આ જંગલમાં ચેરાઈ ગયા હતા તે જ બધા આ અલંકારો છે, જુઓ કર્મના ખેલ કેવા છે ! ગયું ત્યારે બધું એક સામટું ગયું. તે મેળવવા રડી રડીને આંખે લાલ કરી નાંખી હતી ને કાયા ઘસી નાંખી છતાં કંઈ પાછું ન મળ્યું તે ન મળ્યું ને આજે કર્મના વાદળ વિખેરાતા એક પછી એક કરતાં બધું પાછું મળી ગયું. ભીમસેન મને મન બેલી ઉઠયા. “વાહ રે વાહ કમરાજ તારી લીલા અકળ છે. તારો ન્યાય અચળ છે. તું નથી કેહને અધિક આપ કે નથી કોઈને ઓછું આપતે.” જેનું જે હોય તેનું તું સમય આવ્યે પાછું આપી દે છે. ભીમસેને આ રીતે વિચાર કરતા પલીપતિને પૂછ્યું કે આ અલંકારો તમારી પાસે કેવી રીતે આવ્યા ત્યારે પલીપતિએ કહ્યું, મહારાજ! આપની સમક્ષ કહેતા મારું મસ્તક શરમથી નમી પડે છે છતાં હું અસત્ય નહિ બેલું. હવે એ પહલીપતિ ભીમસેન રાજાને સત્ય વાત કરશે તેના ભાવ અવસરે. S વ્યાખ્યાન નં. ૯૨ કારતક સુદ ૭ ને શનિવાર - તા. ૨૭-૧૦-૭૯ અનંતજ્ઞાની ફરમાવે છે કે હે આત્મા ! સંસારમાં પાપકર્મથી ખૂચેલા ને ધર્મ એ તારણહાર છે. ધર્મ એ જ સાચું શરણ છે. ધર્મ કરનાર આત્મા આ લેકમાં ને પરલોકમાં સુખી થાય છે. કંઈક વાર ધમીજીવને પૂર્વ કર્મના ઉદયથી દુઃખ કે આપત્તિ આવે ત્યારે અજ્ઞાન માણસે બોલી ઉઠે છે કે “ધમીને ઘેર ધાડ પડે છે. ને અધમી છે હેર કરે છે.” શું આ વાત સાચી છે? જે ધર્મ નથી કરતા એને કઈ દુઃખ કે આપત્તિ નથી આવતી? ધમને ઘેર ધાડ પડી એટલે એને અર્થ એમ કે ધર્મ કર્યો એના ગુનાની સજા રૂપે દુઃખ આવ્યું? આવું માનવું ને બેલડું તે મહા પાપ છે, કારણ કે “ધમ એ તે ભવસાગરમાં ડુબતા જીવને તારનાર છે. ધર્મ એકાંત હિતકારી ને મંગલકારી છે. ધર્મ એ પવિત્ર કરણી છે,” શા. ૧૧૧
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy