SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ e}s નામે રાણી છે. હું તેમની પુત્રી છું ને મારું નામ શુસુંદરી છે. હું માટી થઈ એટલે મારા પિતાએ મને પરણાવવા માટે સ્વયંવર રચ્ચે. તેમાં દેશદેશના અનેક વિદ્યાધરો આવ્યા. એમાં કુસુમપુરના ચિત્રવેગ નામે વિદ્યાધરમાં મારું મન યુ" એટલે મેં એમના ગળામાં વરમાળા પહેરાવી. એ સ્વયંવરમાં ભાનુવેગ નામે વિદ્યાધર પશુ આવ્યો હતા. એ મારુ રૂપ જોઈને મુગ્ધ બન્યો. એના મનમાં એમ હતું કે મને વરમાળા પહેરાવશે. એણે એ વખતે પેાતાને વરમાળા પહેરાવવા માટે ભર્યાં સ્વયંવરમાં ઘણી ચેષ્ટાઓ કરી પણ મારું મન તે ચિત્રવેગમાં આકર્ષાયેલું હતુ', એટલે મે તે એને વરમાળા પહેરાવી દીધી. ભાનુવેગથી આ સહન ન થયુ' એટલે એણે વિદ્યાના ખળથી મારું અપહરણ કર્યું ને મને લઈને ભાગવા લાગ્યો, તેથી મારા પતિ પણ એની પાછળ દોડયા. ખૂબ અંતર કાપીને એમણે અમને બંનેને પકડી પાડયા. ભાનુવેગ મને પડતી મૂકીને ચિત્રવેગ સાથે લડાઈ કરવા લાગ્યો. હું તેા ધરતી પર પડી ગઈ ને ભયથી ધ્રૂજી ઉડી કે મારા નાથનું શું થશે? એમ વિચારતી ધરતી ઉપરથી ખંનેની લડાઈ જોવા લાગી. બંને વચ્ચે ભય'કર લડાઈ જામી. આ મારાથી જોવાયું નહિ એટલે મારા મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ પણ મારુ કાણુ સાંભળે ? બંને જા ક્રોધથી ધમધમી ઉઠયા હતા ને એકબીજાને હરાવવા મથી રહ્યા હતા. શસ્રોના તીક્ષ્ણ ઘાથી તેમનુ' લેાહી ધરતી પર પડતુ' હતું. મારી તો બુદ્ધિ કામ કરતી ન હતી. ત્યાં એ કારમી ચીસા સભળાઈ. ઉંચે નજર કરી તે બંનેના મસ્તક ધડથી જુદા થઈ ગયા હતા. તે વખતે મારા ગળામાંથી ચીસ નીકળી ગઈ ને હું બેશુદ્ધ ખની ગઈ. મારા પતિનુ' મરણુ થયુ' ત્યારથી મારુ હૈયુ' હાથમાં નથી. મારા દુઃખના કોઈ પાર નથી. મને દુઃખ હાય તા તે એક જ છે કે મારી યુવાની હુ. એકલી કેવી રીતે વીતાવીશ ? મેં લગ્ન કર્યાં છે પણ મારા પતિને સ્પ પણ કર્યો નથી. હજી હુ` અખંડ યૌવના છું. મારાથી હવે દુઃખ બિલકુલ સહન નહિ થાય. હે કૃપાળુ નરેશ ! આ મારુ' દુઃખ છે. તમે મારો હાથ પકડા ને મારા ભરથાર બની મારુ' દુઃખ દૂર કરો. તમારા જેવા તિ મેળવીને હું મારું બધું દુઃખ ભૂલી જઈશ. આ સાંભળીને ભીમસેને કહ્યુ -બહેન ! તું આ શું ખેલે છે ? તને આમ ખેલવું શોભતું નથી. તારુ' દુઃખ જરૂર અસહ્ય છે પણ મહેન! કમ આગળ કોઈનું' ચાલતું નથી. કરેલા કર્મો તા સૌને લાગવવા પડે છે, માટે તું સ્વસ્થ બનીને મનમાંથી કુવિચારો કાઢી નાંખ. સતીત્વ એ સ્ત્રીના ધર્મ છે. એ ધર્માંથી તું ભ્રષ્ટ ન ખન. તે પૂર્વભવમાં કોઈ અશુભ કર્યાં કર્યા હશે તેથી તારો પતિ તને મૂકીને ચાલ્યા ગયા ને તારુ સુખ લૂંટાઈ ગયુ. આ પ્રસંગથી તું બેધ પામ. નવા કર્માં બાંધી તારા પરભવને બગાડ નહિ. વળી મે' તે એક પત્નીનું વ્રત લીધેલું છે. મારે તે સદ્ગુણી ને પતિવ્રતા સુશીલા નામે પત્ની છે ને તેને બે બાળકો પણ છે. વળી મેં તને બહેન માની છે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy