SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ સતીજી પધારતા નથી પણ મને આપના દર્શન થયા. બંધુઓ ! આ સંત કોણ હતા તે ખ્યાલ આવે છે? એ સંત બીજા કોઈ નહિ આપણા પરમ ઉપકારી ચરમ તીર્થપતિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી હતા. ભગવાન દીક્ષા લઈને કર્મ અપાવવા માટે અનાર્ય દેશમાં વિચર્યા હતા. ભગવાને બેંતાલીશ ચોમાસામાં એક માસું અનાર્ય દેશમાં કર્યું હતું. તે સમયે ભગવાનને કેવળજ્ઞાન થયું ન હતું પણ ચાર જ્ઞાન હતા. વજજધે કરેલો પ્રશ્ન” :- આવા ચાર જ્ઞાનના ધણુ ભગવંતને જોઈને વાઘને આનંદને પાર ન રહ્યો. વાઘે જાતિસ્મરણ જ્ઞાનમાં પોતાને પૂર્વભવ જે પણ એના મનમાં થયું કે મેં આ જે કંઈ જોયું તે સત્ય છે કે સ્વપ્ન ? એ જાણવા માટે પૂછે છે હે ભગવંત! મેં પૂર્વભવમાં એવા તે શું પાપ કર્યો કે આ અનાર્ય દેશમાં મારો જન્મ થયો? ત્યારે ચાર જ્ઞાનના સ્વામી ભગવાન કહે છે કે હે વાજધ! તું આગળના ભાવમાં શ્રાવસ્તી નગરીમાં એક વણિક પુત્ર હતે. તારા પિતાને ત્યાં ધનના ભંડાર ભર્યા હતા. વૈભવની કઈ કમીના ન હતી. તારા પિતાજી ધનવાન હતા તેવા ધર્મવાન પણ હતા એટલે એ તારા માતા પિતાના સંસ્કારે તારામાં પણ આવ્યા, તેથી તું તારા માતા પિતા સાથે ધર્મગુરૂના દર્શન કરવા, વ્યાખ્યાન વાણી સાંભળવા જતે તારા મનમાં એક વાત નિશ્ચિત થઈ ગઈ કે ગુણ પ્રાપ્તિ અને દેશને નાશ કરે હશે તે આ મનુષ્યભવમાં થઈ શકશે, અને પરમપદની પ્રાપ્તિ પણ મનુષ્યભવમાં શક્ય છે. બીજે ક્યાંય આ કાર્ય થઈ શકશે નહિ. આ વિચારણા તારા અણુ અણુમાં પ્રસરી રહી. આ જગતમાં જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. સમય જતાં તારા પિતાજી મૃત્યુ પામ્યા એટલે તારા વરાગ્યમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. સંસાર દાવાનળ જે લાગે ને સંયમ શીતળ લાગે, તેથી તારા ચારિત્ર મેહનીય કર્મના ચૂરા થવા લાગ્યા. મારવાડમાં મીઠા પાણીનું ઝરણું મળે તે લેકેને આનંદ થાય તેમ એક દિવસ શ્રાવસ્તી નગરીને આંગણે સ્વયં બુદ્ધ નામના આચાર્ય પધાર્યા. આ સમાચાર મળતા લેકે ના પૂર ઉમટયા. તેમની દેશના સાંભળીને અનેક પ્રતિબંધ પામ્યા. તારે ભાલ્લાસ, વિલાસ વધવાથી તે પણ તારક ગુરૂના ચરણકમલમાં તારી જીવન નાવ અર્પણ કરી ચારિત્ર લીધું. ચારિત્ર લઈને તેને એક જ ભાવ હતું કે હું કર્મના ગંજ ખપાવીને જલ્દી કેમ મોક્ષ મેળવું એવી ભાવનાથી તું ખૂબ કડક ચારિત્ર પાળ હતે. તારા દિલમાં કરૂણા તે ખૂબ હતી. આહાર પાણી લેવા જાય તે પણ તને એમ થતું કે અહો ભગવંત! કેટલા જીવોને આરંભ થ હશે ત્યારે આ આહાર પાણી બન્યા છે! એ આહાર લાવીને ખાતા તારી આંખમાં પણ આંસુ આવી જતા કે હે ભગવંત! હું અનાહારક પદને કયારે પામીશ કે જેથી મારે આહાર કરવો જ ન પડે! જીવેની જતના તરફ તારું ખૂબ લક્ષ હતું. કેઈ પણ જીવને મારાથી ત્રાસ ન થાય તેનું તું બરાબર ધ્યાન રાખતા હતા. સાથે જ્ઞાન પણ ખૂબ ભણત હત ને વૈયાવચ્ચ પણ ખૂબ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy