SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૮૫૩ આવે તે પણ તે ઓલવાય નહિ. તેલ ખૂટે નહિ ને અંતર રૂપી આધ્યાત્મિક કેડિયું ફૂટે નહિ. આધ્યાત્મિક દિપકને પ્રગટાવવા માટે અંતર રૂપી કેડિયામાં સમ્યફ઼જ્ઞાનનું ઘી પૂરીએ, સમ્યફદર્શનની વાટ મૂકીએ અને સમારિત્રની જત પ્રગટાવીએ તે આપણું જીવન એક જીવનદીપ બની રહેશે. આવા દિપક પિતાને પ્રકાશ આપશે ને બીજાને પણ પ્રકાશ આપશે, તેલના દિપકમાં તે કેટલા છની ઘોર હિંસા થઈ જશે ને પાપનું કારણ બનશે, માટે આધ્યાત્મિક દિપક પ્રગટાવજે. પરમાત્મા મહાવીર પ્રભુનું નિર્વાણ પર્વ આપણા અંતરના બારણાને ખખડાવી રહ્યું છે. ૨૫૦૫ વર્ષ પહેલા ભગવાનને દેહ દીપક બૂઝાયા હતા પણ તેમની વાણું રૂપ દીપક તો આજે પણ એટલા જ પ્રકાશથી પ્રકાશિત છે. આ વાણી આપણને આજે પણ પડકાર કરીને જગાડે છે ને કહે છે કે હે આત્મા ! તું જાગ. શા માટે જાગતું નથી ? આત્મજાગૃતિ બીજા ભવમાં થવી દુર્લભ છે. ઘણું બે આત્મજાગૃતિ વિના ગુમાવી દીધા. હવે તારે ભવાત કરે હોય તે પ્રમાદને ત્યાગ. પ્રભુએ ગૌતમ સ્વામીને જગાડયા કારણ કે પછી પરંપરાએ આપણે જાગીએ. દીપાવલી જાગૃત થવાનું પર્વ છે. ઘરની અને દુકાનની દીવાલ પરના કેલેન્ડર બદલવા માટે નથી પણ આ પર્વ જીવન બદલવાને સાદ કરતું પવિત્ર પર્વ છે. આત્મવિકાસ માટેની દિવાદાંડી છે. આ પવિત્ર દિવસે પ્રભુ પામરમાંથી પરમાત્મા, જીવમાંથી શિવ, સાધકમાંથી સિધ, અને દેહીમાંથી વિદેહી બન્યા. તેમણે આપણને જીવનનું દયેય શીખવ્યું. જીવન જીવવાનો એક આદર્શ આપ્યો. આવતી કાલે નૂતન વર્ષને મંગલ પ્રારંભ થશે. આ નૂતન વર્ષના પ્રારંભે આપણે આ જીવનને આદર્શ બનાવવાનો સંકલ્પ કરીએ. હવે ભાવિ જીવનમાં મારે જીવનદીપ આત્મજ્ઞાનથી ઝળહળી ઉઠે તેવા કાર્યો કરીશ. આજથી મારે આત્મા નવા કર્મોના કાજળથી મલીન ન થાય તે માટે જાગૃત રહીશ, અને જુના કર્મો ક્ષીણ થાય તેવા કાર્યો કરીશ. નૂતન વર્ષનું પ્રભાત આપણને આનંદકારી લાગે છે. તમે બધા નૂતન વર્ષે શુભ ભાવનાઓ ભાવશે. એકબીજાને નૂતન વર્ષાભિનંદન કરશો ને નૂતન વર્ષ ઉજવશે. અમે પણ તમને જીવનમાં એવા અભિનંદન આપીએ છીએ કે આ નૂતન વર્ષમાં નવકારને જીવનમંત્ર બનાવજે. વચને ખૂબ વિચારીને ને પ્રિયકારી બેલો. રાગ-દ્વેષ, મોહ અને વિષય કષાયના ઝેર જીવનમાંથી કાઢી નાંખજો ને ઉત્તમજીવન જીવજે. લગન પ્રભુના નામની લગાડજે. માનવજીવનની સફર સફળ બને તેવું જીવન જીવજે. શુભ કાર્યોના સરવાળા કરજે. બૂરાઈની બાદબાકી, ગુણને ગુણાકાર અને ભૂલેને ભાગાકાર કરજો. સદાય મૈત્રીભાવના મીઠા મધુર ગીત ગાતા રહેજે. અમેદ ભાવનાને પ્રકાશ પાથરજો. તમારે જીવનદીપક સતત અખંડપણે સમ્યફજ્ઞાનથી છલેછલ અને મંગળ ક્રિયાની જીતના પ્રકાશથી ઝળહળતું રહે. નૂતન વર્ષને પસાર થતા પ્રત્યેક દિવસ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy