SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ભગવાનની વાણીને પ્રભાવ જ એ છે કે જ્યાં ચંચળ સ્વભાવના જ અચંચળ બની જાય છે, અને સ્વાભાવિક પરસ્પર વૈર વૃત્તિવાળા છે જેમ કે સંપ અને મયૂર, બિલાડી અને ઉંદર, મૃગલા અને સિંહ વગેરે પિતાને જન્મજાત સ્વાભાવિક વૈરભાવને ભૂલી જઈને એકબીજાની બાજુમાં બેસીને ભગવાનની દિવ્ય દેશના સાંભળે છે. એ સ્થાન જ એવું હોય છે કે જ્યાં જતા હિંસક છે પણ પોતાની સ્વાભાવિક વૈરવૃત્તિ ભૂલી જાય છે. સમવસરણ જેવું સ્થળ અને ભગવાનની દિવ્ય દેશના આ બંનેને વેગ શ્રોતાજનેને કલાક સુધી રોકી રાખે. એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. અઢાર દેશના રાજાઓ, પાવાપુરીની જનતા તેમજ બીજા ઘણાં માણસો આવ્યા હતા. સૌ ભગવાનના મુખેથી વહેતી અમૃતવાણી સાંભળવામાં તલ્લીન બન્યા છે. ઈન્દ્રો, દે અને માન સૌના દિલમાં એક દુઃખ હતું કે બસ હવે આપણું ભગવાન મેક્ષે પધારશે? આપણને અરિહંત પ્રભુનો વિયોગ પડશે? જોતજોતામાં બે દિવસ તે કયાંય પસાર થઈ ગયા. સેળ પ્રહર અખંડ ઉપદેશ ધારા વહાવત આસો વદ અમાસની પાછલી રાત્રે આપણા શાસનનાયક ભગવાન મહાવીર સ્વામી સૌને મૂકીને મોક્ષે સીધાવ્યા. જે રાત્રે ભગવાન મોક્ષમાં બિરાજ્યા તે રાત્રે ભગવાનના પટ્ટ શિષ્ય ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે એક તરફ અરિહંત ભગવાન મહાવીર સ્વામીને વિયોગનું દુઃખ અને બીજી, તરફ ગૌતમસ્વામીના કેવળજ્ઞાન મહોત્સવને આનંદ. ભગવાનને નિર્વાણ મહોત્સવ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ આ બંને મહત્સવ ઉજવવા માટે દેવે આવ્યા હતા. આ સમયે પાવાપુરીમાં હર્ષ અને શેક બંને પ્રસંગે ઉપસ્થિત થયા હતા, આ વદ અમાસની રાત્રે પાછલા પ્રહરે ભગવાન મોક્ષમાં ગયા છે. આજે દિવાળીના પવિત્ર દિવસે ભગવાને શું કર્યું, ભગવાન કેવું જીવન જીવી ગયા અને આપણને શું આપી ગયા એને વિચાર કરવાનું છે. વહેપારીઓ પણ મોડામાં મોડા દિવાળીના દિવસની રાત્રે બેસીને વર્ષભરની કાર્યવાહીની સમાપ્તિ કરે છે, અને નફા છેટાનું તેમજ લેવડદેવડનું સરવૈયું કાઢે છે. આ દુન્યવી વહેપારની નુકશાનીની ભરપાઈ સાથે નફાનું સરવૈયું તે સામાન્યમાં સામાન્ય વહેપારી પણ કાઢી શકે છે પણ આત્માની નુકશાની અને નફા તરફ જીવ તદ્દન અજાણ અને બેદરકાર રહ્યો છે. એ બેદરકારી કયાં સુધી રાખશો ? વિચાર કરો. ભગવાને આ જગતમાં જન્મીને સર્વ પ્રથમ તે રાજસંપત્તિને ત્યાગ કરીને સંયમ લીધે. સંયમ લઈને સંસારની કાર્યવાહીની સમાપ્તિ કરી દીધી, અને ઉગ્ર તપ સાધના કરી નુકશાનીને વળતર વાળી દીધા અને આત્મ મિલ્કત સાથે નીતરતું નફાનું સરવૈયું કાઢયું, એટલે કે ઘાતી કર્મને ક્ષય કરી સર્વજ્ઞ બન્યા. સર્વજ્ઞ બન્યા એટલે આત્માની અનંત સમૃદિધના સ્વામી બન્યા. એક વખત ભગવાનને આત્મા પણ બીજા ની માફક ભવાટવીમાં ભમતે નુકશાની પર નુકશાની કરતો હતો, કારણ કે મેહ અને અજ્ઞાનમાં અટવાયેલે જીવ ભવ રૂપી બજારમાં ધૂમે છે ને અવળા વહેપાર કર્યે રાખે છે. નરક તિયચ જેવા હલકા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy