SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ નથી જાણતે તે સ્વદયા કે પરદયા કયાંથી પાળી શકશે? શ્રાવકપણુમાં રહેવા છતાં તમારું લક્ષ એ જ હોવું જોઈએ કે હું આ સંસારના બંધને તેડી જ્યારે સંયમી બનું! ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ પાવાપુરીમાં દેહ છોડતા પહેલા અંતિમ વાણ ઉત્તરાધ્યયન સૂત્રની પ્રરૂપણ કરી, તેમાં ત્રીજા અધ્યયનમાં મનુષ્યને ચાર અંગ દુર્લભ બતાવ્યા છે. તેમાં મનુષ્ય જન્મ પામીને મનુષ્યત્વની મહત્તા બતાવી છે. મનુષ્ય જન્મ પામ્યા પણ જયાં સુધી મનુષ્યત્વ નહિ આવે ત્યાં સુધી મનુષ્ય જન્મ ભયરૂપ છે, કારણ કે જેનામાં મનુષ્યત્વ નથી તે માણસ પોતાની ચતુરાઈથી બીજાને છેતરી રહ્યો છે. સત્તાવાન મનુષ્ય સત્તાના બળથી બીજાને નિર્દય રીતે કચરી રહ્યો છે. ધનવાન ધનના બળે બીજાને ગુલામ માને છે. આ બધું શાના કારણે બને છે? મનુષ્યત્વ નષ્ટ થયું છે માટે. કેવળ મનુષ્યની આકૃતિ પામી જવાથી જીવનની મહત્તા કે વિશેષતા નથી. મનુષ્ય જીવનની મહત્તા અને વિશેષતા તે સાચું મનુષ્યત્વ પ્રાપ્ત કરવામાં છે. જે નીતિ અને ધર્મમય જીવન ગાળે છે તે સાચે માનવ છે. જ્ઞાનીઓ કહે છે કે માનવ બનીને દાનવ ન બનશે. માનવભવમાં જ સધર્મ શ્રવણની પ્રાપ્તિ થાય છે. “મારા સવાં ઢધુ પપ્પા vમ ટુ .” કદાચ તત્ત્વજ્ઞાનનું શ્રવણ મળે પણ તેના ઉપર શ્રધા થવી અતિશય દુર્લભ છે. નાના કે મોટા, સામાન્ય કે વિશેષ કોઈ પણ ધર્મમાં પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપવામાં આવ્યું છે. બુધે પણ કહ્યું છે કે મારી ખેતીનું બીજ શ્રદ્ધા છે, જે સાધક રૂપ ખેડૂત પાસે શ્રદ્ધાનું બીજ ન હોય તેની હૃદયભૂમિ ગમે તેટલી કસવાળી હશે અને સત્સંગ રૂપી વૃષ્ટિ તથા સાધને રૂપી હવા આદિ અનુકૂળ ગો હશે તે પણ આત્મ કલ્યાણ કરી શકાશે નહિ, અને જે શ્રધ્ધાનું બીજ જીવંત હશે તે બીજી અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સાધક આત્મકલ્યાણ કરી શકશે. ગીતામાં પણ કહ્યું છે કે શ્રધ્ધાવાન મને શાનમ્ ! શ્રદ્ધાવાન મનુષ્ય સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ખરેખર સાચી શ્રદ્ધા વિના સમભાવ આવતું નથી. ભગવાને શ્રદ્ધાને ખૂબ મહત્વ આપ્યું છે. શ્રદ્ધા કેના ઉપર કરવાની છે તે તે તમે જાણે છે ને ? ભગવાને ચાર પરમ અંગ બતાવ્યા છે. તેમાં મનુષ્યત્વ ઉપર કહેવાઈ ગયું છે. બીજું છે. શાસ્ત્રનું શ્રવણ. જીવનને વિકાસ કરવામાં શાસ્ત્રનું શ્રવણ ખૂબ સહાયક બને છે, કારણ કે મન પાણીની માફક નીચાણવાળા પ્રદેશમાં ઢળકતું, હોય છે, એટલે તે વાસના તરફ દડતું હોય છે. તે નીચે જતા મનને ઉંચે લઈ જવા માટે કઈ મહાપંપ હોય તે તે શાસ્ત્રનું શ્રવણ છે, અને તેના ઉપર શ્રધ્ધા થવી તે આપણું પરમધન છે. જેમાં તમારી પાસે નાણાં હોય તે વિકાસ કરી શકે છે તેમ તમારી પાસે શ્રધ્ધારૂપી મૂડી હશે તો જીવનમાં પ્રગતિ કરી શકાશે. જ્યારે જીવનમાંથી સત શ્રદધારૂપી મૂડી ખૂટી જશે ત્યારે યાદ રાખજો કે વિજય થવાને નથી. વીતરાગ આજ્ઞામાં શ્રદ્ધા રાખવાથી માણસ દરેક કાર્યમાં સફળતા મેળવી શકે છે, માટે તેમની આજ્ઞાનું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy