SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૮૨૧ છે તે નક્કી છે તે ત્યાં મને ધર્મ મળે એવું કંઈક કરી લઉં. આમ વિચાર કરીને દેવે અવધિજ્ઞાનના બળથી જાણી લીધું કે પિતાને કયા જંગલમાં વાનર બનવાનું છે. જુએ, આ દેવ અવધિજ્ઞાનથી પૂર્વભવ અને એને ધર્મ તથા ધર્મના ફળ રૂપે મળેલા આ દિવ્ય સુખને પ્રત્યક્ષ દેખે છે એટલે એને તે ધર્મની શ્રધા થઈ જાય છે પણ મનુષ્ય પાસે ધર્મ કરવાની શક્તિ હોવા છતાં તે ધર્મ કરતું નથી. મનુષ્ય ગુરૂના વચન અને શાસ્ત્રોથી ધર્મ અને તેના કાર્યકારણ ભાવને જાણી શકે છે એટલું નહિ પણ એ ઉચ્ચ કેટિના ત્યાગ-તપ-સંયમ-વ્રત નિયમ આદિ ધર્મનું આચરણ કરી શકે છે. દેવકના દેવ તે કરી શકતા નથી. પેલા ચિંતાગ્રસ્ત બનેલા દેવે વિચાર કર્યો કે મને પરભવમાં ધર્મ મળે તે માટે હું કંઈક કરી લઉ. એણે જ્ઞાન દ્વારા જાણી લીધું કે હું અમુક જંગલમાં જન્મવાને છું, તેથી એણે એ જંગલમાં જેટલી પથ્થરની શીલાએ અને જેટલા વૃક્ષના જાડા થડિયા હતા તે બધી જગ્યાએ “નમે અરિહંતાણું” આદિ પાંચ નવકાર મંત્ર કોતર્યા ને તે રત્નમય બનાવી દીધા કે એની સામે જે દેખે તેને તે એમ જ લાગે કે નવકારમંત્ર કેતરીને એમાં ઝીણું ઝીણું રત્ન જ ન ભર્યા હેય! એટલે પિતે જ્યાં જુઓ ત્યાં ઝગમગતા નવકારમંત્ર જ દેખાયા કરે, અને પિતાના વિમાનમાં પણ જ્યાં એની દૃષ્ટિ પડે ત્યાં બધે નવકારમંત્ર કેતર્યા, તેથી તે જ્યાં દૃષ્ટિ કરે છે ત્યાં બધે જ નવકારમંત્ર દેખાય છે. તે સિવાય બીજું કંઈ દેખાતું નથી. આ રીતે દેવનું આયુષ્ય પૂર્ણ કરીને દેવ ત્યાંથી ચવીને પેલા જંગલમાં વાંદરો બન્ય. વાંદરાભાઈ એક ઝાડેથી બીજા ઝાડે કૂદાકૂદ કરતે મેજથી મસ્ત બનીને રહેવા લાગે. એક વખત વાંદરો એક ઝાડેથી બીજા ઝાડે કૂદાકૂદ અને હુપાહુપ કરતે પેલી શીલા ઉપર પડશે. ત્યાં એણે પોતે કરેલા નવકારમંત્ર જોયા. બીજી શીલા ઉપર ગયે તે ત્યાં પણ એ જ જોયું, પછી તે ઘણું શીલાઓ અને વૃક્ષના થડીયા ઉપર નવકારમંત્ર જોયા. એક જ જાતના અક્ષરો દરેક ઠેકાણે જેવાથી એના મનમાં એ ભાસ થવા લાગ્યું કે મેં આવું કયાંક જોયું છે. આમ ઉહાપોહ કરતા વાંદરાને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે બધી વાત યાદ આવી ગઈ પોતે જે દેવલેકમાં દેવ હતું ત્યાં જોયું તે ત્યાં પણ નવકારમંત્ર કતરેલા જોયા, અને જંગલમાં પણ ઠેરઠેર નવકારમંત્રમાં દિવ્ય રને ભૂકે એમાં ભરી દીધું હોય તેમ પ્રકાશમય કતરેલા જોયા. અહો ! આ તે મેં જ કર્યું છે એ પણ ધર્મ પામવાને માટે જ કર્યું છે. બીજી તરફ એને ખેદ થયો કે અહો! વિષય વિલાસમાં આસક્ત બનીને દેવભવ બરબાદ કરીને ક્યાં હું અહીં વાનર બન્યો ! પશુોનિમાં પટકાઈ ગયે! બીજી વાત એને આનંદ થયો કે મેં દેવભવમાં નવકારમંત્ર કેતર્યા તે મને એ જોઈને જ્ઞાન થયું. આજે પ્રત્યક્ષ દેખાય છે કે હું ધર્મ વિના દેવ ભવમાંથી ભ્રષ્ટ બની નીચે પટકાઈ ગયે છું. બસ, હવે મારે આજથી એક ઝાડેથી બીજા ઝાડે કૂદવાની, વૃક્ષના પાંદડા, ફળ ફૂલ વિગેરે તેડવાની પાંપ પ્રવૃત્તિને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy