SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ وای શારા સિદ્ધિ જેમ મહેલને બારી બારણું ઘણું હોય છે તેમ કામણ શરીર રૂપ મહેલમાં કર્મને આવવાના દ્વાર પણ ઘણાં છે પણ તેમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભગ એ પાંચ દ્વાર તે મુખ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વનું દ્વાર ખુલ્લું હોય છે. ત્યાં સુધી બીજા દ્વાર બંધ થતા નથી, કારણ કે મિથ્યાત્વ એ બધામાં મુખ્ય છે. જેમ કે ૧૨૩૪૫ આ પાંચ આંકડાઓમાં પહેલે એકડે મુખ્ય છે. પાંચ આંકડામાં એ દેખાય છે સૌથી નાને પણ એની સત્તા અધિક છે, કારણ કે તે એકડે દશ હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. જે એકડાને ભૂંસી નાંખવામાં આવે તે “૧૨૩૪૫” ની સંખ્યામાં સીધે દશ હજારને ઘટાડો થાય છે. એટલે માત્ર “૨૩૪૫” રહે છે. બીજા નંબરે બગડે છે તે બે હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. તેને ભૂંસી નાંખતા ૩૪૫ રહે છે. ત્રીજે આંકડો ત્રણસેના સ્થાને છે. તેને ભૂંસી નાંખતાં માત્ર ૪૫ રહે છે. જેગડાને ભૂંસતા માત્ર પાંચ રહે છે, એટલે કે આગળના એકેક આંક ભૂંસતા સંખ્યામાં મોટે ઘટાડો થાય છે, તેવી રીતે એકડાને સ્થાને મિથ્યાત્વ, બગડાને સ્થાને અવિરતિ, ત્રગડાને સ્થાને પ્રમાદ, ચેગડાને સ્થાને કષાય, અને પાંચડાને સ્થાને યોગ છે. આ પાંચે આશ્રવના દ્વાર ખુલ્લા હોય તે આત્માના કોઠારમાં એક ક્ષણે ૧૨૩૪૫ કર્મની વર્ગણાઓની આવક છે એમ ક૯૫ના કરીએ તે એમાંથી એકડા રૂ૫ મિથ્યાત્વને કાઢી નાંખતા દશ હજાર જેવી આવક ઘટી જાય. બગડા રૂપ અવિરતિના દ્વારને બંધ કરતા ૧૨૩૪૫ માંથી બાર હજારની આવક ઓછી થઈ. ત્રગડા રૂપ પ્રમાદને રેકતા બાર હજાર ત્રણસેની આવક ઘટી. ચેગડા રૂપ કષાયને રેકતા માત્ર પાંચની આવક રહી. બાર હજાર ત્રણ ચાલીસની આવક બંધ થઈ ગઈ. હવે પાંચડા રૂપ વેગને રોકવામાં આવે તે કર્મની આવક સર્વથા અટકી જાય. ખરી રીતે તે એકેક સમયે કર્મની અનંત વગણએ જીવને ચેટે છેપણ મિથ્યાત્વ, અવિરતિ વિગેરે દ્વારેનું પરસ્પર તારતમ્ય સમજાવવાને માટે ૧૨૩૪૫” એ સંખ્યાના દષ્ટાંત તરીકે કલપના કરવામાં આવી છે. આ જીવને અનાદિ કાળથી ભવભ્રમણ કરાવનાર કે સંસાર સમુદ્રમાં ગોથા ખવડાવનાર જે કઈ હોય તે તે મિથ્યાત્વ છે. ભૂતકાળમાં આત્માની વધારે નુકશાની મિથ્યા કરી છે, અને વર્તમાનમાં પણ કર્મની આવક વધારી આત્માને દુર્ગતિના ઉંડા કૂવામાં જે કોઈ ઉતારનાર હોય તો પણ મિથ્યાત્વ છે, તેથી આશ્રવના પાંચ દ્વારમાં તેને નંબર સૌથી પ્રથમ છે. એટલા માટે જ્ઞાની પુરૂષએ કર્મબંધનનું મૂળ મિથ્યાત્વ કહ્યું છે, માટે વીતરાગ પ્રભુની વાણી સાંભળીને સૌથી પ્રથમ મિથ્યાત્વનું મૂળ ઉખેડી નાંખીને સમ્યકત્વ રૂપ બીજની વાવણી કરી લે. જેમના જીવનમાંથી મિથ્યાત્વને અંધકાર ચાલ્યા ગયા છે ને સમ્યક્ત્વ રૂપ સૂર્યના તેજસ્વી કિરણને પ્રકાશ ઝળહળી ઉઠયો છે એવા ચિત્તમુનિ બ્રહાદત્તને કહે છે તે નરદેવ ! પહેલાં તારી સ્થિતિ કેવી હતી તેને વિચાર કર. બંધુઓ ! જે માણસ પોતાની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy