SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૭૭૯ દેવસ્થિતિ પૂરી થતાં તમે બ્રહ્મદત્તા ચકવતિ બન્યા, અને હું એક શ્રીમંત શ્રેષ્ઠીને ઘેર જમ્યો. ત્યાં સ્વર્ગ જેવા સુખે ભેગવતે હતે પણ ગુરૂદેવને એક વખત ઉપદેશ સાંભળતા મને વૈરાગ્ય આવ્યું ને દીક્ષા લીધી. તમે આ સંસારના ભેગવિલાસમાં, રંગરાગમાં ખેંચી ગયા છે પણ પહેલાની સ્થિતિ યાદ કરો. હજુ ચિત્તમુનિ બ્રહ્મદત્તને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- “ ભીમસેનના નીકળ્યા પછી હરિસેનના દુષ્ટ વિચારે” ભીમસેને બે ગુપ્તચરોને ઉજજેની મોકલ્યાં. હવે આપણે આ વાત અહીં અટકાવીને ભીમસેનના નીકળ્યા પછી હરિસેનનું શું બન્યું તે તરફ દષ્ટિ કરીએ. ભીમસેન એના કુટુંબ પરિવાર સાથે રાજમહેલમાંથી નીકળી ગયો. સવાર પડતાં હરિસેન કોધથી ધમધમતે નગ્ન તલવાર હાથમાં લઈને ભીમસેનને મહેલે આવ્યો, પણ મહેલમાં તે ભીમસેન, સુશીલા કે એના બાળકો કેઈને જોયા નહિ. મહેલ માણસ વિના નકાર લાગતું હતું. ફક્ત યશેદ દાસી સૂતી હતી. તેને જગાડીને કહે છે ભીમસેન અને સુશીલા કયાં ગયા? દાસીએ કહ્યું મને ખબર નથી. હું તે અત્યારે ઊંઘમાંથી જાણું છું. પોતે કાંઈ જાણતી ન હોય તે રીતે બેબાકળી જાગી હોય તેમ જાગીને રડવાને ડેળ કરવા લાગી. હરિસેનના મનમાં થયું કે મારે તે એમને રાજ્યમાંથી કાઢવા હતા ને મારે. રાજા બનવું હતું એટલે કાં હું એમને મારી નાંખત અગર તે જેલમાં પૂરી દેત તે લેક મારા માથે પસ્તાર કરત, મારું વાંકું બોલત, અને મને ભાઈની હત્યા કરવાનું પાપ લાગત. એના કરતાં જે થયું તે ઠીક થયું. ટાઢે પાણીએ ખસ ગઈ. એમ કહીને એ ચાલ્યો ગયો, અને પિતે રાજ્યને માલિક બન્યો. આખા નગરમાં પોતાના નામની આણ ફેરવી દીધી ત્યારે લેકે બોલવા લાગ્યા કે આપણું ભીમસેન મહારાજા કયાં ગયા ? એમનું શું થયું ? નક્કી આ યુવરાજે રાજ્યના લેભમાં પડીને આપણું ભગવાન તુલ્ય પવિત્ર મહારાજાને એણે કાં તે ગુપ્ત રીતે કાઢી મૂક્યા હશે અગર તે જેલમાં પૂર્યા હશે, કાં તે ખૂન કર્યું હશે એમ અનેક પ્રકારની પ્રજાજને વાત કરવા લાગ્યા, ત્યારે હરિસેને હુકમ કર્યો કે જે કઈ મારી નિંદા કરશે તેને પકડીને જેલમાં પૂરી દેવામાં આવશે, એટલે કે ઈ હરિસેનની વિરુધ્ધ બેલી શકતા ન હતા પણ મનમાં ખૂબ દુઃખ હતું. ભીમસેનના પુદયે હરિસેનની બદલાવેલી દષ્ટિ” – હરિસેન રાજા બનીને આનંદથી રહેવા લાગ્યા, પછી એમણે એવી તપાસ પણ ન કરાવી કે આ લેકે મહેલમાંથી ભાગી ગયા તે કયાં ગયા હશે? હરિસેન અને એની પત્ની રાજા-રાણીનું પદ પામીને મહાસુખના સાગરમાં મહાલવા લાગ્યા. એના મનમાં એમ જ હતું કે મારી બુદિધ કેવી ? મારો પ્રભાવ કે કે ભીમસેનને ભાગી જવું પડ્યું. આમ આનંદથી રાજ્ય ચલાવતા હતા, અત્યાર સુધી તે હરિસેનના મનમાં એમ હતું કે મેં જે કંઈ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy