SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૭૬૩ પતિ છે. આણે મારી પુત્રી સહિત આટલી બધી અબળાના પ્રાણ બચાવ્યા. ધન્ય છે આપની પરોપકાર વૃત્તિને! તમારા જેવા જમાઈ મળવાથી હું મારું અહોભાગ્ય સમજું છું. બસ, હવે તમે મારી પુત્રી સહિત તમારા સમસ્ત પરિવારને લઈને રસ દેશ આવે. હું મારું અધું રાજ્ય આપને બક્ષીસ કરીશ. આ મારા મંત્રીને હું આપની સાથે મોકલું છું. એ પાછા વળતાં તમને રૂસને માર્ગ બતાવશે. સસરાની વાત સાંભળીને દેબ્રીવે વહાણ દેશ તરફ પાછું વાળ્યું. બંધુઓ ! પરોપકારનું વાવેલું વૃક્ષ જાણે એકાએક ફળેથી લચી પડ્યું. આ છે બ્રીવની પરોપકાર ભાવના અને દયાનું ફળ. વહાણ પિતાના નગરના બંદરે પહોંચ્યું અને પિતાજીને ખબર આપી એટલે પિતાજી હર્ષભેર સામા આવ્યા. દેબ્રીવે પિતાજીને સઘળી હકીકત કહી સંભળાવી. પિતાના પરોપકારી પુત્રના પુણ્યની લીલા જોઈને પિતાના આનંદનો પાર ન રહ્યો. તે વહાલથી પુત્રને ભેટી પડયા, દબ્રીવ પોતાના કુટુંબ પરિવારને લઈ રૂસ દેશ તરફ જવા રવાના થશે. વહાણુ સાગરમાં સફર કરતું આગળ વધી રહ્યું હતું પણ હજુ દબ્રીવની કસોટી બાકી હતી, તેથી રૂસના મંત્રીના દિલમાં ઈર્ષા જાગી કે આ રસ્તે રખડતે સામાન્ય માણસ રૂસના અડધા રાજયને માલિક બનશે? બસ, કેઈ પણ રીતે એનું કાટલું કાઢી નાખ્યું. તે માટે શું કરવું તે એણે મનમાં નકકી કરી લીધું. મધરાત્રે બધા ભરનિદ્રામાં હતા તે વખતે મંત્રીએ દેબ્રીવને ભરનિદ્રામાંથી ઉઠાવીને દરિયામાં ફેંકી દીધે. દેબ્રીવનું ભાગ્ય જોર કરતું હતું એટલે દરિયામાં પડતાની સાથે એના હાથમાં એક પાટીયું આવી ગયું. એના સહારે તરત તરતે કિનારે આવી ગયે. આ તરફ મંત્રીએ જે દેબ્રીવને દરિયામાં ફેંક્યો એ અવાજ થશે એટલે બધા જાગી ગયા. મંત્રી બેટો ડેળ કરીને રડવા લાગ્યો ને કહ્યું જમાઈ શારીરિક કામે ઉઠયા હતા ને બહાર પાટીયા ઉપર ઉભા રહ્યા, અને ચકકર આવવાથી દરિયામાં પડી ગયા. મેં પકડવા ઘણું કર્યું પણ પકડી શક્યો નહિ ને વહાણ દૂર નીકળી ગયું. વહાણમાં તે રોકકળ મચી ગઈ પણ હવે શું થાય? કેઈને ઉપાય ન હતું. વહાણું રૂસ પહોંચ્યું પણ જમાઈ દરિયામાં પડી ગયાના સમાચાર જાણું ખૂબ દુ:ખ થયું હવે બ્રીવની આશા ન હતી. આ તરફ દબ્રીવ કિનારે પહોંચ્યા. ત્યાં એણે એક હેડી જોઈ, એણે હેડીવાળાને કહ્યું ભાઈ! તું મને રૂસ દેશમાં પહોંચાડીશ? હેડીવાળે નાવિક કહે છે રૂસ પહોંચાડું તે ખરો પણ એક શરત ! રૂસમાં તમને જે મળે તેમાંથી મને અધે ભાગ આપવાને. એ શરત મંજુર હોય તે રૂસ પહોંચાડું. બ્રીવે શરત મંજુર કરી. ત્રણ દિવસને ભૂખ્યું હતું એટલે એણે કિનારેથી ફળ ફૂલ લાવીને ખાધા પછી હેડીમાં બેસીને આગળ ચાલ્યા. દસ દિવસે નાવ રૂસના કિનારે પહોંચી. અહીં તે રૂસના બાદશાહ, એની પુત્રી કે દોસ્ત્રીવના પિતા બધાએ એની આશા છોડી.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy