SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ શાહા શિહિ ૭૧ - “ વહાણ ખાલી જોતાં પિતાની નાખુશી - થેડા દિવસમાં વહાણ બંદર પર આવી પહોંચ્યું. પિતાને સંદેશે મળ્યું કે પુત્ર કમાઈને આવ્યો છે એટલે એના પિતા પુત્રને લેવા માટે હર્ષભેર બંદર પર આવ્યા ને જોયું તે વહાણ ખાલીખમ છે. ધન કે માલ કઈ ચીજ નથી. આ જોઈને પિતાજીએ પૂછ્યું બેટા ! વહાણું કેમ ખાલીખમ છે? કંઈ ન માલ નથી ખરીદી લાવ્યો? બ્રીવે વહાણમાંથી નીચે ઉતરીને પિતાજીને પગે લાગીને કહ્યું પિતાજી! ધન માલ કંઈ નથી લાવ્યો, પણ માફ કરજે. આપની રજા સિવાય આપના ધનથી મેં સો નિરાધાર અબળાઓને જીવતદાન આપ્યું છે ને એમના અંતરના આશીર્વાદ મેળવ્યા છે એટલું જ નહિ પણ રૂસ દેશના રાજાની કુંવરીને પરણીને લાવ્યો છું. એ પણ એમાં જ હતી. તે આપ જ કહો કે હું જે લાવ્યો છું તે મૂલયવાન છે કે જે બેઈ આવ્યો તે મૂલ્યવાન છે? આ સાંભળીને એના પિતા નાખુશ થયા પણ હવે શું કરે? ગમે તેમ તે ય પોતાને પુત્ર છે ને ? એટલે છેડે ઠપકો આપ્યો કે આટલું બધું ધન તે આમ વેડફી નાંખ્યું પણ હવે ફરીથી કદી આવું કરતો નહિ. દેબ્રીવે કહ્યું, ભલે. “બ્રીવનું ફરી વાર પરદેશ પ્રયાણુ”:- બાર મહિના પછી ફરીથી એના પિતાને થયું કે પુત્રને પરદેશ કમાવા મોકલું. એમ વિચાર કરીને પુત્રને કહ્યુંહું તને કમાવા પરદેશ મોકલું છું. એવા માટે નથી મલતે, માટે આ વખતે બરાબર ધ્યાન રાખજે. દોબ્રીવે કહ્યું કે ભલે, પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણુ. માલથી ભરેલું વહાણ બંદર પર તૈયાર રાખ્યું હતું. દેબ્રીવ પિતાને પ્રણામ કરીને વહાણમાં બેઠે ને કપ્તાને લંગર છોડીને વહાણ ચલાવ્યું. વહાણ દરિયાઈ માર્ગે સડસડાટ આગળ વધી રહ્યું હતું. વચમાં એક બંદર આવ્યું ત્યાં એક દિવસ વિશ્રાંતિ લેવાની ઈચ્છાથી વહાણ બંદરના કિનારે લાવ્યા. ત્યાં બીજા ઘણાં વહાણે ઉભા હતા. તેમાંના એક વહાણ ઉપર દીબ્રીવની નજર પડી. તે દશ્ય ખૂબ કરૂણાજનક હતું. ચાર-પાંચ વર્ષના કુમળા બાળકે એક બાજુ ભૂખ્યા તરફડી રહ્યા હતા ને બીજી બાજુ સિપાઈઓ એ બાળકોના ગરીબ મા-બાપને ચાબૂકના માર મારી હાથ પગમાં બેડી નાંખી કેદ કરીને વહાણમાં બેસાડતા હતા, અને રાજ્યના ટેકસ ન ચૂકવવાના ગુના બદલ એમને કેદી બનાવીને રાજ્યની જેલમાં દાખલ કરવાના હતા. દીબ્રીવના હૃદયમાં દયાને દિપક પ્રગટી ઉઠે. અરેરે....આ બિચારા ગરીબ માણસે કયાંથી ટેકસ ચૂકવે ? એમના ઉપર આવે જુલ્મ! આ બાળકો કેવા ભૂખ્યા ટળવળે છે ને આ એમના મા-બાપની કેવી કરૂણ દશા છે! એમને કોણ બચાવનાર છે? દેબ્રીવના મનમાં થયું કે આ કરોડોની સંપત્તિ શું કરવાની? મારું જે થવું હશે તે થશે પણ મારાથી આ દુઃખ નથી જોવાતું, તેથી સિપાઈઓને કહ્યું ભાઈ! આ બિચારા ગરીબેને શા માટે મારો છે ? એમને છેડી દો, ત્યારે સિપાઈએ એના શો, ૯૬
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy