SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શારદા સિદ્ધિ પણ સાચે ઝવેરી હરખાય? બોલે તે ખરા? “ના.” ઝવેરીની તે નજર પડે ને પારખી જાય કે આ તે કાચને ટુકડે છે. એની શું કિંમત ! એમ આત્મિક સુખને પીછાણનારા જ્ઞાની પુરૂષને મન ભૌતિક સુખ કાચના ટુકડા કરતાં પણ તુચ્છ છે. સાચા સુખી કોણ છે? “કાંત મુળ વતન જિનાજ્ઞાનું પાલન કરનાર, જિનેશ્વર ભગવતે બતાવેલા પંથે ચાલનાર, ત્યાગી, તપસ્વી અને સંયમી મુનિઓ છે. એમના જેવું જગતમાં કેઈ સુખી નથી. જિનાજ્ઞાનું પાલન કરનાર સાધુ ભગવંતે સો ટચના સોના જેવા છે, અને એમનું સુખ પણ સો ટચના સોના જેવું છે. જેમ સુવર્ણ વિષનું હરણ કરે છે તેમ ભાવ સાધુઓ મેહવિષનું હરણ કરે છે. સુવર્ણનું રસાયણ રાજરોગને દૂર કરી શરીરને પુષ્ટ બનાવે છે, તેમ ભાવ સાધુઓ ભગવાનના ઉપદેશ રૂપી રસાયણથી કર્મ રોગોને દૂર કરી ભાવ આરોગ્યને પ્રાપ્ત કરે છે, અને બીજાને ભાવ આરોગ્ય અપાવે છે. જેમ સુવર્ણ મંગલરૂપ મનાય છે તેમ ભાવ સાધુએ તપશીલ અને આચારની પવિત્રતાથી મહામંગલ સ્વરૂપ છે. સુવર્ણમાં વાળ્યું વળવાની યોગ્યતા હોવાથી તેના અલંકારો બને છે, તેમ ભાવ સાધુઓ સુવિનીત હોવાથી તેમનું શાસ્ત્રાનુસારી ઘડતર થાય છે જેમ અગ્નિથી તપાવેલું સુવર્ણ પ્રદક્ષિણાકારે ફરે છે તેમ ઉપસર્ગ અને પરિષહના અગ્નિતાપમાં ભાવ સાધુઓ સન્માર્ગને અનુસરે છે, પણ ઉમેગે જતા નથી. સુવર્ણ જેમ વજનદાર હોય છે તેમ ભાવસાધુઓ ગંભીર આરાયવાળા હોવાથી ગૌરવને પાત્ર હોય છે. સુવર્ણ કરી સડતું નથી તેમ ભાવસાધુઓ શીલ ગુણથી સદા સુરક્ષિત છે. સુવર્ણ અગ્નિથી શુદ્ધ બને છે તેમ ભાવસાધુઓ સમ્યગ જ્ઞાન, ક્રિયાથી શુધ બને છે. સાધુનું નિષ્પાપ અને પવિત્ર જીવન વિશ્વમાં સાધુતાની સુવાસ ફેલાવે છે. આવા ઉચ્ચ કેટિના જીવન દ્વારા સાધુપુરૂષે પોતાના જીવનમાં મહાન સુખ પામે છે અને પોતાની પાસે આવનાર છને પણ મહાસુખને રાજમાર્ગ બતાવી સર્વ સંતાપને હરે છે. ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચકવતિને કહે છે હે રાજન ! તારા જેવા અજ્ઞાન છે પાંચ ઈન્દ્રિયના વિષયમાં સુખ માને છે પણ જેમનું તારૂપી ઘન છે અને શીલરૂપી ગુણમાં જેઓ રક્ત છે એમને જે સુખ છે તેના અંશ ભાગનું સુખ “ર ૪ જુદું જમrmતુ ” કામમાં નથી, માટે આ સુખની પાછળ જિંદગી વેડફી નાંખે નહિ. સંસાર સુખેને રામ એકાંત દુઃખરૂપ છે. રાગની આગ આત્મગુણોના બાગને સળગાવી મૂકે છે, માટે જાગે ને તેનાથી દૂર ભાગે, અને સ્વરૂપની પીછાણ કરો. જ્યાં સુધી સ્વ–પરને ભેદ નહીં સમજાય ત્યાં સુધી ભવના ખેદને છેદ થવો મુશ્કેલ છે. આવી ગમ નહિ આવે ત્યાં સુધી જમ દમ કાઢયા જ કરશે એટલે કે જન્મ મરણના દુઃખો ભેગવવા પડશે, માટે સંસારમાં સુખ છે એ વાત છેડી દો. બ્રહ્મદત્ત ચક્રવતિને અભિમાન છે કે સંસારમાં સુખ છે. ત્યાગમાં શું સુખ છે ? પણ જ્ઞાની કહે છે “જે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy