SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ७४६ શારદા સિદ્ધિ મોહરાજાની રાજધાની છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં મોહનું સામ્રાજ્ય અને મોહનું નાટક જોવા મળે છે. સંસારની રંગભૂમિ પર જુદા જુદા શરીરરૂપી વેશ ધારણ કરીને છે જુદા જુદા નાટક ભજવી રહ્યા છે. સંસાર એટલે જાણે એક સમરાંગણ ભૂમિ કે જ્યાં સંસારી જી પરસ્પર એકબીજા સાથે લડતા હોય છે. આ પ્રમાણે વારંવાર સંસારના સ્વરૂપનું ચિંતન કરવાથી જીવને સંસારની અસારતા સમજાય છે, તેથી જીવ સંસારથી વિરક્ત બની ભવસાગર તરી જાય છે. જેણે સંસારનું આવું સ્વરૂપ સમજીને સંસાર છોડે છે અને સંયમના સુખને આનંદ માણી રહ્યા છે એવા ચિત્તમુનિ સંસાર સુખના કીચડમાં ખેંચી ગયેલા બ્રહ્મદત્ત ચક્રવતિ આ બંનેને સંવાદ ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિ આગળ પિતાના સુખની રજુઆત કરી કે મારા ઘેર આવા ભૌતિક સુખો છે. એની મોજ માણવા તમે મારે ઘેર પધારો. મોહમાં ઘેરાયેલે જીવ મોહ તરફ આકર્ષે છે જ્યારે ચિત્તમુનિ એમના ત્યાગ માર્ગની રજુઆત કરે છે કે ત્યાગ માગ સત્યભૂત અને પ્રમાણભૂત છે. જે જીવને મેક્ષમાં જવાની લગની લાગી હશે એ જીવને આ ત્યાગ માર્ગને આશ્રય લેવો પડશે. ત્યાગ વિના ત્રણ કાળમાં ભવસાગર તરી શકાશે નહિ. ચિત્તમુનિ કહે છે તે બ્રહ્મદત્ત ! તું સંસાર સુખમાં મોહાંધ બનીને મને પણ સંસારમાં આવવાનું આમંત્રણ આપી રહ્યો છે પણ વિચાર કર કે જે તીર્થકર થવાના છે, નિયમા મોક્ષે જવાના છે એમણે પણ સંસાર ત્યાગીને સંયમ અપનાવ્યો છે. તીર્થકર, ચક્રવતિ અને બળદેવ વિગેરે એ મહાન સમૃદ્ધિને ત્યાગ કરી સંયમ લીધું છે. માને છે કે હું છ ખંડને અધિપતિ માટે ચક્રવતિ છું. મારા જેવું કોઈને સુખ નથી પણ વિચાર કર. જે એમાં સુખ હેત તે તારા જેવા દશ દશ ચક્રવતિઓ શા માટે સંસાર છોડીને ત્યાગના પંથે ચાલી નીકળ્યા ? એમને સંસારના સુખ વિષના કટોરા જેવા લાગ્યા. વિષને વિષ રૂપે જાણ્યા પછી એમાં કોણ આનંદ માને? સંસાર તે એક નાટયભૂમિ છે. તેમાંની નૃત્યકળા કર્મબંધનને વિષય છે. આખું જગત મોહજાળે વીંટળાયેલું છે. એટલે સંસારને ત્રિવિધ તાપ મોહનીય કર્મના જેરથી ત્રાસ રૂપ લાગતું નથી. આ જીવનું એક પ્રકારનું અજ્ઞાન જ છે ને ? સાચું સુખ કયાં છે તે તું સાંભળ. बालाभिरामेसु दुहावहेसु, न तं सुहं कामगुणेसु रायं । विरत्त कामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे स्याणं ॥ १७॥ હે રાજન ! અજ્ઞાનીજનેને આનંદને આભાસ કરાવનાર, આત્મજ્ઞાન વગરના જેને મધુર લાગનાર તથા પરિણામમાં દુઃખને આપનાર એવા મનેસ શબ્દાદિક વિષમાં સુખ નથી કે જે સુખ શીલ ગુણમાં રત રહેનારો, કામગના ત્યાગી અને તપ એ જ જેમનું ધન છે એવા ભિક્ષુઓને હોય છે જે સુખ કામગથી વિરક્ત બનેલા તપસ્વી અને શીલવંત સાધુને છે તે સુખ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy