SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૭ શારદા સિદ્ધિ છે, અને તેને માટે સર્વવિરતિ બની શકાય તે શ્રેષ્ઠ છે અને જે તે ન બની શકાય તે દેશવિરતિની ઝળહળતી આશધન વધારવી પડશે. સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવા માટે પુરૂષાર્થની પગદંડીએ જેમણે પ્રયાણ કર્યું છે એવા ચિત્તમુનિ સંયમના ઝુલણે ઝુલી રહ્યા છે ત્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તિ સંસારની ગંધાતી કાદવથી ભરેલી ખાઈમાં રૂલી રહ્યો છે, અને ચિત્તમુનિને એવા સુખ જોગવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. એમના એક જ ભાવ છે કે મારો ભાઈ મારા ઘેર આવે, મારા મહેલ, ભંડાર, સંપત્તિ અને સુંદરીઓને જુવે તે એમને ભાન થાય છે કે મારું સુખ કેવું છે? જોયા વિના એમને કયાંથી ખબર પડે? એક વખત રસ ચાખશે તે પછી સાધુપણામાં જવાનું નામ નહિ લે. ભેગરસિક ઇવેની કેવી તુચ્છ અને હલકી ભાવના હોય છે! સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે ભેગરસિક જીવે ત્યાગીની પાસે જઈને કેવું કેવું બેલે છે. चिरं दृइच्जमाणस्स, दोसो दाणिं कुओ तवं । ફરવા ii નિમત્તેતિ, નવા વાયાં અ. ૩ ઉ. ૨ ગાથા ૧૯ હે મુનિવર ! આપે ઘણાં દીર્ઘકાળ સુધી સંયમના અનુષ્ઠાને કર્યા તે હવે ભોગો ભેગવતાં આપને કયાંથી દેષ લાગે? એટલે દેષ નહિ લાગે. આવી રીતે ચકવતિ, રાજા, મહારાજા આદિ તરફથી સાધુને આમંત્રણ આપીને જેમ કે સૂઅર-ભૂંડને ચાવલના દાણાનું પ્રલેભન આપીને ફસાવી મારે છે એવી રીતે સાધુને ભેગેનું આમંત્રણ આપી સાધુઓને ફસાવી સંયમ માર્ગથી ભ્રષ્ટ કરાવે છે. બંધુઓ! જે રંગરાગમાં રમે છે તે આત્માઓ સાધુને કેવા કેવા વચને કહે છે ને કેવા કેવા પ્રલેભને આપે છે? જેમ શિકારી ભૂંડને પકડવા ચોખાનું પ્રલોભન આપે છે, માછીમાર માછલાને જાળમાં ફસાવવા લોટની ગોળીનું પ્રલેભન આપે છે એમ ભેગી પુરૂષે ત્યાગીને ભોગનું આમંત્રણ આપે છે ને પાછા કહે છે કે હવે તમને દેષ નહિ લાગે. અરે ! સમજે. જેમ એક વિષની ગોળી સે વર્ષના માણસને મારી નાંખે છે, એક અગ્નિને તણખો લાખ મણ રૂની ગંજીને ભસ્મીભૂત કરી નાંખે છે તેમ એક જ દિવસને અસંયમ, ભોગને એકજ તણખે હજારો વર્ષો સુધી કષ્ટ વેઠીને ઉગ્ર સાધના કરીને જે લાભ મેળવ્યો હોય છે તેને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે, પણ જેનું મન મેરૂ જેવું અડેલ છે. નિશ્ચિત છે એને હજારો પ્રભને મળે છતાં એ ફસાતું નથી. જેની રગેરગમાં સંયમની લગની છે એને ગમે તેટલા કટો પડે, પ્રલોભન મળે છતાં એ સંસારમાં લેભાતું નથી. આ તે મેં ત્યાગીની વાત કરી પણ કંઈક સંસારી છે જે ધર્મમાં અડેલ શ્રદ્ધાવાન હોય છે તેવા છે પણ ગમે તેવા કટો પડે છતાં ધર્મમાં કેવા અડોલ રહે છે. એના અંતરમાં ધર્મ પ્રત્યે એવી શ્રદધાને દિપક પ્રગટેલે હોય છે કે ધર્મના પ્રતાપે કદી દુઃખ આવતું નથી. એમ સમજી શા. ૯૩
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy