SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ શારદા સિદ્ધિ એક દિવસ વિજયસેન રાજા અને ભીમસેન બંને દરબારમાં બેઠા હતા. રાજદરબાર ઠઠ ભર હતું. તે સમયે વિજ્યસેન રાજાએ સુભટોને હુકમ કર્યો કે મારા વડીલ બંધુ સમાન ભીમસેન રાજાને ત્રાસ આપનાર લક્ષ્મીપતિ શેઠ, ભદ્રાશેઠાણી અને પેલા ચારને ત્રણેને અહીં મારી સામે હાજર કરો, એટલે સુભટોએ હાથપગમાં બેડી સહિત ત્રણેને હાજર કર્યા. રાજાએ શેઠ-શેઠાણી સામે આંખ લાલ કરીને જોયું ને ક્રોધથી બોલ્યા હે શેઠ! તમે આ ભીમસેન રાજાને એક મહિને માત્ર બે રૂપિયાને પગાર આપીને દિવસ ઉગ્યાથી રાત સુધી કાળી મજૂરી કરાવી અને આ તમારી પત્નીએ તે હદ વાળી છે સુકમળ સુશીલા પાસે ગજા ઉપરાંત કામ કરાવ્યા છતાં પેટભર ખાવા દીધું નથી. પગની લાત મારી, મૂઠ્ઠા માર્યા, બાળકને બાંધી દીધા, એટલેથી ન પત્યું તેઓના માથે ખોટું કલંક ચઢાવ્યું ને કાને ન સંભળાય તેવા વચને કહ્યા ને ઘરમાંથી કાઢી મૂકયા. હે પાપણુ! તને એટલેથી શાંતિ ન વળી કે પછી એને ઝૂંપડીમાંથી બહાર કાઢી ઝૂંપડી જલાવી દીધી. હવે તમે ક્ષમાના બિલકુલ અધિકારી નથી. તમે તે માનવને ન શોભે એવા કાર્ય કરીને આપણું નગરને કલંક્તિ કર્યું છે, માટે તમને અને ભીમસેન તથા સુશીલાના દાગીનાની ચોરી કરનાર ચોર એ ત્રણે ને ફાંસીએ ચઢાવવાની શિક્ષા કરું છું એમ કહી સુભટને કહ્યું જાઓ, આ ત્રણેને ફાંસીએ ચઢાવી દે. જ શેઠ-શેઠાણ અને ચાર ત્રણે જણા મૃત્યુના ભયથી ધ્રુજી ઉઠયા. મરવું તેને ગમે છે? એ ત્રણે ય આત્માઓએ પિતાની ભૂલ કબૂલ કરી ને કહ્યું ફરી આવું કદી નહિ કરીએ. અમારો અપરાધ ક્ષમે, પણ રાજાએ કહ્યું ના હું માફ નહિ કરું. આજે તમને શિક્ષા કરું તે બીજા આવું કરતા ભૂલી જાય. આ ત્રણે ગુનેગારો મરણના ભયથી ફફડી ઉઠયા છે. આ જોઈને ધર્માત્મા એવા ભીમસેનને તેમની ખૂબ દયા આવી. તે રાજાને કહે છે આ નગરમાં હું બેહાલ દશામાં આવ્યો ત્યારે મને એમણે સૌથી પહેલા આશરે આપે છે તેથી એમને મારા ઉપર અનહદ ઉપકાર છે. આ શેઠે તે માનવતાનું કામ કર્યું હતું. અમને બને તેટલી સુખ સગવડ કરી આપી હતી પણ શેઠાણીએ ન કરવાનું ઘણું કર્યું છે ને ન બેલાય તેવું બેલ્યા છે. છતાં હવે એમના મુખ સામે નજર કરો, એમને એમના પાપને પશ્ચાતાપ થઈ રહ્યો છે. એમને હાથપગમાં બેડી પહેરાવી તેથી એમની ઈજજત તે ગઈ, આથી બીજી કંઈ વધુ શિક્ષા ! માટે મારી નમ્ર વિનંતી છે કે તમે એમને મુક્ત કરી દો. કેઈને દેષ નથી. આ કર્મના ખેલ છે ! રાજાએ ચોરને પણ ખૂબ ધમકાવ્ય. બોલ! હવે ચેરી કરીશ? ચેરે ચેરી નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. ભીમસેનના કહેવાથી વિજયસેન રાજાએ ત્રણેને બંધનથી મુક્ત કર્યા, એટલે શેઠ શેઠાણું અને ચેર ત્રણે જણા કૃતજ્ઞ ભાવે ભીમસેનના પગમાં પડયા ને વારંવાર એમને ઉપકાર માનવા લાગ્યા. બંધુઓ ! ઉપકાર ઉપર ઉપકાર તે સો કરે છે પણ ભીમસેને તે અપકાર ઉપર ઉપકાર કર્યો. આ ત્રણે જીવેને જીવતદાન અપાવી સેનામહેર આપીને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy