SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિહિ. ૭૧૯ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. સમય જતાં બંને ભાઈ મળ્યા. બ્રહ્મદત્ત ચક્રવતિએ પોતાના ભાઈને સાધુવેશમાં જોયા એટલે એને ખૂબ દુઃખ થયું કે હું આ મેટો સંપત્તિશાળી અને મારે ભાઈ આ સાધુ ! એટલે પૂર્વભવના સ્નેહના અનુરાગથી ચિત્તમુનિને કહે છે હે મુનિરાજ! તમે આ સાધુપણું છોડીને મારા રાજ્યમાં આવી જાઓ, અને મનગમતા સુખો ભેગ. મારા મહેલમાં નૃત્યકારો દિલ ખુશ થઈ જાય એવું નૃત્ય કરે છે. સંગીતકાર ગીત ગાય છે, અનેક પ્રકારના આભૂષણો અને વસ્ત્રો છે તે પહેરીને શરીરને સજાવે, અને નવયુવાન રાજરમણીઓ સાથે સંસારના સુખ ભેગ. આ પ્રમાણે ઘણું ઘણું કહ્યું પણ જેનું મન મેરૂની જેમ અડોલ છે, અંતર વૈરાગ્ય રસથી તરબળ છે એવા ચિત્તમુનિનું મન એના પ્રલોભને તરફ જરા પણ આકર્ષાયું નહિ. બંધુઓ ! સાધુઓને સાધુપણામાં ઉપસર્ગો આવે છે. એની સામે બરાબર ટક્કર ઝીલી શકે તે સાધુપણામાં ટકી શકે છે. ઉપસર્ગ બે પ્રકારના આવે છે. એક અનુકૂળ ને બીજે પ્રતિકૂળ. એમાં પ્રતિકૂળ ઉપસર્ગમાં તે મક્કમ રહી શકે છે પણ અનુકૂળ ઉપસર્ગમાં મક્કમ રહેવું મુશ્કેલ છે. બ્રહ્મદને ચિત્તમુનિને ઘણાં પ્રલેશને આપ્યા પણ ડગ્યા નહિ પણ પિતાને સંસાર તરફ આકર્ષતા બહ્મદત્ત ચક્રવતિને ચિત્તમુનિએ કે જડબાતોડ જવાબ આપે કે હે બ્રહ્મદત્ત ! સાંભળો. सव्वं विलवियं गीर्थ, सव्यं नर्से विडम्बियं । હવે સામાન મારા, સરવે મામા કુહા હા . ૧૬ તમે કહો છે ને કે મારે ત્યાં આવા સંગીત ગવાય છે, પણ એ ગીત મારી દષ્ટિએ તે વિલાપ જેવા છે. સઘળા નાટકે વિટંબણા રૂપ છે. સઘળા આભરણે ભાર રૂપ છે અને સઘળા ઈન્દ્રિયેના વિષયો અને તે દુઃખદાયક દેખાય છે. જેમ કઈ બાઈ પરણ્યા પછી છ બાર મહિનામાં વિધવા થાય ત્યારે સગાવહાલા તેને ઘરચોળું પહેરાવે છે, પણ એ ઘરાળું જ્યારે પરણીને એ શ્વસુરગૃહે આવી ત્યારે એના મનમાં કેટલે આનંદ અને ઉલ્લાસ હતો પણ જ્યારે પતિ મરી જાય ને પહેરાવે ત્યારે એને આનંદ કે ઉ૯લાસ હોય ખરો? એ સમયે તે એ ઘરાળું શરીરે અગ્નિ મૂકે ને બળતરા થાય એવી બળતરા કરનારુ દુઃખરૂપ લાગે છે. એને પતિ મરી જવાથી એ જેમ કરૂણ સ્વરે વિલાપ કરે છે, એમ આ તારા સંગીતના સૂર પણ મને તે ભરયુવાનીમાં વૈધવ્ય પામેલી સ્ત્રીના વિલાપ જેવા લાગે છે. આ તારા નાટક ચટક એ તે મહા કષ્ટદાયી વિટંબણા રૂપ લાગે છે, અને તમે કહો છે કે હીરા-માણેક અને મોતીના આભૂષણોથી શરીરને શોભાવે પણ બ્રહ્મદત્ત ! એવા જડ આભૂષણે કોને ગમે? એ તે મને ભારરૂપ લાગે છે, જે ભૌતિક સુખમાં મુગ્ધ બનેલો બહિરાત્મા હોય તે શરીરે આભૂષણો પહેરીને મલકાય કે હું કે સુંદર દેખાઉં છું! આભૂષણેથી મારો દેહ કે દેદિપ્યમાન દેખાય છે! એમ કહીને આનંદ માને છે પણ જે આત્મિક
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy