SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. ૦૨ આસો સુદ ૧૧ ને સામવાર તા. ૧–૧૦–૭૯ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેને ! અનંત ઉપકારી તત્ત્વજ્ઞાની મહાનપુરૂષ પેાતાના દિવ્યજ્ઞાનની પ્રભાને જગત ઉપર પાથરતા જગતના જીવાને એ વાત ક્રમાવે છે છે કે પ્રત્યેક મનુષ્યને રસવાળું જીવન ગમે છે પણ હવે આપણે એ વાત સમજવી છે કે જીવનને રસ શેમાં રહેલે છે ? આ આદેશની ભારતભૂમિ ઉપર જ્યાં સુધી સ`સ્કૃત્તિના વહેણુ વહેતા હતા ત્યાં સુધી માણસેાને જીવનમાં નિરસતાની ફરિયાદ ન હતી. આજે સંસ્કૃત્તિના વહેણુ સૂકાઈ ગયા છે. તે પિરણામ સ્પષ્ટ દેખાય છે કે જ્યાં ને ત્યાં નીરસતાની ફરિયાદ છે, માટે પ્રથમ તે એ વિચાર કરે કે રસ કેટલા પ્રકારના છે ? જ્ઞાની પુરૂષા કહે છે કે કોઈ ને ઈન્દ્રિયાના વિષયામાં રસ છે તે કોઈ ને સારા ભેાજનમાં રસ છે તેા કાઈ ને અધ્યાત્મરસથી ભરપૂર શાસ્ત્રોમાં રસ પડે છે. હવે અહી એ તપાસા કે રસ કયાં તૂટક વહે છે ને કયાં ગંગા પ્રવાહની જેમ અતૂટ ધારાએ વહ્યો જાય છે. એ બતાવતા શાસ્રકાર ભગવત કહે છે કે માણસ કામમાં ઈન્દ્રિયાના વિષચેામાં રસ લેવા દોડે છે અને એમ માને છે કે મારા જીવનને આનાથી જ રસતરમેાળ કરી દઉ' પણ રસતરબળતાના વિચાર કરતા દેખાય છે શું ? “ દત્ત મેળાપધિઃ જામે. ઈન્દ્રિયાના વિષયામાં રસ માત્ર એના ભોગવટા સુધી. ભાગવટો કરી લીધા કે રસ છૂટી ગયા ? પછી નવા વિષયના રસની ભૂખ જાગી. એ રસને ભાગવટા કર્યા ન કર્યાં કે રસ ખૂટી ગયા. સહરાના રણમાં દોડતું પામર હરણીયુ' પાણી માટે દાડે છે. ઝાંઝવાના જળમાં એને રસ દેખાય છે પણ ખરી રીતે તે ત્યાં હતુ' કંઈ જ નહિ. માત્ર સૂર્યના સોનેરી કિરણે। રેતીને ચકમક કરી રહ્યા હતા. પાણીના માત્ર દેખાવ જ હતા, છતાં એવા પાણીના આભાસમાં ક્રેટ કયાં સુધી? જ્યાં સુધી કલ્પેલા સ્થાને ન પહેાંચે ત્યાં સુધી. ત્યાં જઈને જોયું કે પાણી નથી એટલે નિરાશા છવાઈ ગઈ, અને રસ બૂટચા. બધી આશા જમીનદોસ્ત થઈ ગઈ. પાછે નવા રસ, નવી આશા અને ફરી દોટ ચાલુ થઈ. ઈન્દ્રિચાના વિષયેાની પાછળ દોડનારની પણ આવી જ મૃગજળીયા હરણીયા જેવી કગાળ દશા છે. ,, એક ગીત એકવાર સાંભળ્યુ કે રસ છૂટયા. હવે બીજાના રસ જાગ્યા. સિનેમાનું એક દૃશ્ય જોયું કે રસ ખૂટા, પછી બીજા દૃશ્ય જોવાને રસ જાગ્યા. એક ગુલામનુ ફૂલ સૂરૂંધ્યું કે એને રસ છુટયા ને બીજી જાતના માગરા, ચંપા વિગેરે જાતના ફૂલ સૂંધવાના રસ જાગ્યા. આ શુ' બતાવે છે? કે જે વિષયાના ભાગવટા કર્યાં તેના રસ પૂરા થયે કે નિરસતા આવી ગઈ, આ જગતમાં એવા બીજા પ્રકારના મનુષ્યા હાય છે કે જેમને પૈસા કમાવાની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy