SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ સ્વરૂપી, અનંત જ્ઞાન-દર્શન બળ, વીર્યને ધણું આત્મા એ જીવતત્વ છે અને શરીર ધન, ઘરબાર, લાડી–વાડી–ગાડી, ટી. વી., ફ્રીજ વિગેરે અજીવતત્વ છે. અજીવતત્ત્વ જીવતત્વને નચાવે છે. જેને જીવતત્ત્વની પીછાણ થઈ ગઈ છે તે આત્મા કદી અજીવ તત્વને નચાવ્ય નાચતું નથી. એની પાસે લાખે ને કરડેની સંપત્તિ હોય તે અભિમાનથી મલકાય નહિ અને લક્ષમી ચાલી જતાં અકળાય નહિ. એની ભાવના કેવી હોય? કોઈ બૂરા કહે યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખ વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી આ જાવે ! અથવા કોઈ કૈસા હો ભય યા લાલચ દેને આવે, તો ભી ન્યાય માગસે મેરા, કભી ન પદ ડિગને પા!! એને કઈ સારે કહે કે ખરાબ કહે, લક્ષ્મી આવે કે ચાલી જાય, મૃત્યુ નજીક આવીને ઉભું રહે અગર કોઈ એને ધર્મમાર્ગથી ચલિત કરવા ભય બતાવે કે પછી લાખો પ્રલોભને આપે તે પણ એ સત્યપંથથી કદી ચલિત ન થાય. જેને આવી આત્મતત્વની દઢ પ્રતીતિ થઈ છે એવા એક શ્રાવકની બનેલી કહાની યાદ આવે છે. એક મોટા શહેરમાં ધરમચંદ નામે એક ધનાઢ્ય અને ધમઠ શેઠ રહેતા. હતા. તે જીવ-અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બધ અને મેક્ષ આદિલ નવતના જાણકાર હતા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, . જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યોનું વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા. દાન શીયળ તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મની આરાધના કરવામાં સદા તત્પર રહેતા હતા. તેઓ દિલના દિલાવર અને દીન દુઃખીઓના દુઃખને હરનારાં હતા. એમના આંગણે રડતે આવેલ માણસ હસતો હસતે જતું હતું. એવા દુઃખીઓના બેલી હતા. શેઠના પુણ્યને સહસ્રરશ્મિ ખૂબ પ્રકાશ હ. એમને ધર્મવતી નામની સુશીલ અને વિનયવંત પત્ની હતી. એમને રમેશ, મહેશ, હિતેશ અને દિનેશ એમ ચાર પુત્રો હતા. જેમ મકાન ચાર થંભથી શેભે છે તેમ શેઠ આ ચાર ચાર પુત્રોથી શેભતા હતા. આ ચારેય પુત્રોને સંસ્કારી ઘરની કન્યાઓ સાથે પરણાવ્યા હતા. જ્યાં પુણ્યને ઉદય હોય ત્યાં પત્ની, પુત્ર, પુત્રવધૂઓ વિગેરે પરિવાર પણ સારો હોય છે અને પાપને ઉદય હોય છે ત્યાં ઘરમાં કજીયા ને કંકાસ હોય છે. શેઠને સામાયિક પ્રતિક્રમણ, સંતદર્શન, વ્યાખ્યાન વાણીનું શ્રવણ, દાન આદિ ઘણાં નિયમ હતા. પુત્ર પિતાજીને દાન આદિ ધર્મક્રિયાઓમાં કદી રૂકાવટ કરતા ન હતાં. શેઠ ખૂબ દાન કરતા હોવાથી આખા નગરમાં તેમની પ્રશંસાના પુષ્પોની પરિમલ મહેંકતી હતી. એમના યશગાન રાજદરબારમાં પણ ગવાતા હતા. આવા ગુણીયલ શેઠનું રાજ્ય તરફથી સન્માન કરવામાં આવતું હતું. આ શેઠ દરેક રીતે સુખ સંપન્ન હતા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy