SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રી” શારદા સિધ્ધિ સાહિત્ય સમિતિનું નિવેદન” અમારા શ્રી સંધના મહાન ભાગ્યોદયે અમારી વર્ષોની આગ્રહભરી વિનંતીને માન આપી ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, શાસનરત્ના, મહાવિદુષી ખા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી ઠાણા, ૧૩ સંવત ૨૦૩૬માં સુરત શ્રી સધના આંગણે મંગલ ચાતુર્માસ પધાર્યા. જે મહાસતીજીની વાણી સાંભળવા જનતા દૂર દૂરથી દાડીને આવે છે એવા પૂ. મહાસતીજીના મુખેથી વહેતા જ્ઞાનગ ંગાના પ્રવાહ ઝીલવાના સુવર્ણ અવસર અમારા શ્રી સંધને મળ્યા, પૂ. મહાસતીજીની સિંહગર્જના સમ જોશીલી અને આત્મસ્પર્શી પ્રવચનધારાથો શ્રોતાએ મ`ત્રમુગ્ધ બની જાય છે. આવા પ્રતિભાશાળી પૂ. મહાસતીજીના વ્યાખ્યાન સ ંગ્રહેાની એ વિશેષતા છે કે જૈન જૈનેતર સમાજ સીધી, સરળ ભાષામાં સમજી શકે ને જીવનમાં જાગૃતિ લાવી શકે. જ્યાં સાધુ-સાધ્વીજી પહેાંચી શકતા ન હેાય ત્યાં આવા પુસ્તકા વાંચી જિજ્ઞાસુ ભાઈ બહેતા જૈન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ વાણીના લાભ માત્ર સ્થાનક્વાસી સમાજને જ નહિ પણ અન્ય જૈનેતરેને પણ મળે તે માટે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકો શ્રી સ`ધોએ સુંદર ગ્ર ંથરૂપે બહાર પાડયા છે. તે પુસ્તકે ભારતમાં જ નહિ પણ પરદેશમાં તે પુસ્તકા પહેાંચ્યા છે. એ પુસ્તકે વાંચીને અનેક જીવેાના જીવન બદલાયા છે. વ્યાખ્યાન સંગ્રહનુ" વાંચન, મનન જીવનના રાહ બતાવવામાં માદક બને છે, તેથી પૂ. મહાસતીજીના સુરત ચાતુર્માસના વ્યાખ્યાના ગ્રંથ રૂપે બહાર પાડવા તેવા અમારી સમિતિએ નિણૅય કર્યો. તે માટે અમે પૂ. મહાસતીજીને વાત કરી. પૂ. મહાસતીજીએ કહ્યું કે મારે વ્યાખ્યાન છપાવવા નથી પણ અમારી આગ્રહભરી વિનંતીને પૂ. મહાસતોજીએ માન્ય રાખી આથી અમારી સમિતિએ પુસ્તક પ્રકાશનના નિર્ણય કર્યો, આ નિય થતા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા અમારા સંધના દાનવીર, ઉત્સાહી યુવાન કાર્યકર ભાઈ શ્રી ખાભુભાઇ પુનમચંદ ગાંધી તથા રમણીકલાલ રેવચંદ શાહ સામેલ થયા. તેમણે રૂપિયા એકવીસ હુન્નર (૨૧,૦૦૦) જેવી માતબર રકમ પ્રકાશકના નામ માટે આપી. આવા સહૃદયી ઉદાર દાતાએથી જૈન સમાજ ઉજ્જવળ છે. આ તકે તેમને અંતરથી આભાર માનીએ છીએ. આ ઉપરાંત બીજા દાતાઓએ પણ ઘણી સારી રકમ આપીને અમારા કાર્યમાં ખૂબ સાથ આપ્યા છે. જેની યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. એ સર્વે દાતાઓના અમે અંતઃકરણપૂર્વ કે આભાર માનીએ છીએ. આવી કારમી મેધવારીમાં આવું એક હજાર પાનાનુ` દળદાર, સુંદર, સુઘડ છપાઈ અને બાઈન્ડીંગવાળા પુસ્તકની ક"મત આશરે રૂ. ૨૭ થી ૨૮ પડે. છતાં તે પુસ્તક અમે માત્ર નવ રૂપિયામાં આપવાના નિણૅય કર્યાં તે દાતાઓને આભારી છે. આ લોકપ્રિય વ્યાખ્યાન સંગ્રહના પાંચ કે તેથી વધુ પુસ્તકોના અગાઉથી ગ્રાહા થનાર સૌનેા તેમજ આ કાર્ટીમાં પ્રત્યક્ષ કે પરાક્ષ સહકાર આપનાર તેમજ પ્રેસ મેનેજર શ્રી ડાહ્યાભાઈ તથા પ્રેસના સૌ કાર્યકરોના પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. લી. નમ્ર સેવા. ૧ શ્રી ફુલચ'ભાઈ જૈન ૨ શ્રી ખીલદાસ એલ, મહેતા ૩ શ્રી દેવચંદભાઈ ફ્રાન્તલાલ શાહ પ્રમુખ ઉપપ્રમુખ મત્રી ૪ શ્રી ધરમ મગનલાલ ખાટડીયા . ૫ શ્રી નરેન્દ્રભાઈ સાકરચ'દ સાડીવાળા ૬ શ્રી બાબુલાલ પી ગાંધી ૭ શ્રી બચુભાઈ વીરચંદ શાહ મત્રી મંત્રી ખજાનચી સભ્ય સભ્ય સભ્ય ૮ શ્રી ચંદુંલાલ અમૃતલાલ જસાણી ૯ શ્રી જયંતિલાલ ભાગીલાલ શાહ ૧૦ શ્રી ભાઈલાલભાઈ જગજીવનદાસ શાહ સભ્ય ૧૧ શ્રી ચીમનલાલ લલ્લુભાઈ વખારવાળા સભ્ય ૧૨ શ્રા ઘનસુખભાઈ ખીમચંદભાઈ શેરદલાલ સભ્ય ૧૩ શ્રી માતીલાલભાઈ જૈન સભ્ય ૧૪ શ્રી ભેરૂમલભાઈ શાહ સભ્ય
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy