SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૪૩ ચક્રવતી પણાનું અભિમાન છે કે હું' કેવા સ`પત્તિશાળી છું ! ત્યારે ચિત્તમુનિને પેાતાના ચારિત્રનું ઝનૂન છે. વીતરાગી સંતાની પાસે ગમે તેવા ચક્રવર્તિ કે મોટા મુગટબધી રાજા આવે તે પણ તેઓ કોઈની શેહમાં તણાતા નથી. સત્ય વાતની રજુઆત કરે છે. આવી જ વાત ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ માં અધ્યયનમાં અનાથી નિગથ અને શ્રેણીક રાજાની આવે છે. શ્રેણીક રાજા તે વખતે જૈનધમી ન હતા. બૌદ્ધધમી હતા. તે સમયે જયારે મ`ડીકુક્ષ બગીચામાં ફરવા માટે આવ્યા ત્યારે બગીચામાં પગ મૂકયા એવેા જ એના અંતરમાં અલૌકિક આનંદ, શાંતિ અને શીતળતાના અનુભવ થયે. વાતાવરણ ખુશનુમા હતું. રાજા આગળ વધ્યા ત્યાં બગીચાના મધ્યભાગમાં એક નવયુવાન અને રૂપરૂપના અવતાર એવા તેજસૂતિ મુનિરાજને જોયા, મુનિને જોઈ ને શ્રેણીકનું દિલડું ઠરી ગયું. શુ' આ મુનિ છે! રાજા ઘેાડેથી નીચે ઉતરીને મુનિના ચરણમાં પડયા અને વિનયપૂર્વક વંદન કરીને પૂછ્યું' હે મુનિરાજ ! આ ભાગ ભેળવવાની તમારી ઉંમર છે. આવી ભરયુવાનીમાં સૌંસાર સુખને છેડીને શા માટે તમે સાધુ બન્યા ત્યારે મુનિરાજે કહ્યુ` રાજન્! હું અનાથ હતા. રાજા કહે તમે જો અનાથ છે! તેા હુ' તમારા નાથ અનીશ. होमि नाहो भयंताणं, भोगे भुंजाहि संजय । । હે ભગવ'ત! હું તમારા નાથ ખનુ. તમે મારા રાજમહેલમાં ચાલે. તમને હું તમારા જેવી રૂપાળી સુંદરીએ પરણાવુ. તમારા સુખ માટે અધી સામગ્રી હુ' તમને પૂરી પાડી દઈશ, એની તમે ચિંતા ન કરો. આજથી હું તમારો નાથ બનું. આ સમયે મુનિએ કહ્યું હે રાજન્! ઘ્વવિ અનાદેસિ તુ પોતે જ જો અનાથ છે તા મારા નાથ કેવી રીતે બની શકવાને છે ? આવુ' સત્ય કહી દીધું. છેવટમાં સનાથ અનાથ કાને કહેવાય તે બધુ' સમજાવ્યુ. અનાથી મુનિની જેમ ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવતિ ને એના પ્રશ્નના ખરાબર સચાટ જવાબ આપશે ત્યારે બ્રહ્મદત્ત કેવી કેવી દલીલેા કરશે તે વાત અવસરે. ચરિત્ર :-“ સુશીલા અને બાળકોની શેાધમાં ભીમસેન ' :– ભીમસેન અને વિજયસેન અને રાજાએ ઘણાં સુભટો અને નગરજના સહિત આખા નગરમાં શેરીએ, શેરીએ ને ચૌટે ચૌટે ફરી વળ્યા. નગર બહાર તપાસ કરી પણ કયાંય પત્તો મળ્યા નહિ એટલે બધા નિરાશ થઈ ગયા. તેમાં ભીમસેન તા તદ્દન હતાશ બની ગયો. અરેરે... ભગવાન ! મારી સુશીલા અને ખાળકો કયાં ગયા હશે ? ભદ્રા શેઠાણીએ એમને ઝપડીમાંથી મારી ઝૂડીને કાઢી મૂકયા ને......પડી બાળી મૂકી તેથી નિરાધાર ખની જવાથી દુઃખિયારી ખનેલી સુશીલાએ બંને બાળકો સાથે આપધાત તેા નહિ કર્યાં હોય ને? એમનુ શુ થયુ' હશે ? આમ અનેક પ્રકારના અશુભ વિચારો કરતાં તપાસ કર્યે જાય છે. બધે તપાસ કરીને ફરતા ફરતા નગરના કિલ્લા આગળ આવ્યા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy