SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ १२७ તે હેરાનગતિ થશે. એમ વિચારીને એના મિત્રે એક યુક્તિ કરી. વિક્રમના હાથમાં કુહાડી આપીને કહ્યું ભલે, તમે હાશ ન બેલશો ને રડશે પણ નહિ. માત્ર કુહાડીને ઘા તે કરે. વિક્રમે કહ્યું હતું. તે કરીશ. એમ કહી હાથમાં કુહાડી લઈને જે વિકમ ઘા કરે છે તે જ વખતે મિત્રે વિક્રમના કાનમાં કહ્યું. અરે, માતાજી ગુજરી ગયા. આ સમાચાર સાંભળતા વિકમના મુખમાંથી શબ્દો સરી પડયા. હે...હા...શ મારી માતા ગુજરી ગયા ? આટલું બોલતાં આંખમાંથી આંસુ સરી પડ્યા, એટલે તરત કુહાડીના એક જ ઘાએ રને નીકળ્યા. પછી મિત્રે વિક્રમને છાને રાખતા કહ્યું રડશે નહિ. એ વાત ખેતી છે. કેઈના સમાચાર આવ્યા નથી, પણ આ તે રત્ન મેળવવા માટે એક યુક્તિ રચી હતી. આ સાંભળીને વિકમે તરત જ રને કાંકરાની જેમ ફગાવી દીધા. તમે કપટ કરીને મને દીન બનાવ્યો ને! એ દીનતાથી મળેલું દ્રવ્ય મારે ન જોઈએ. વિક્રમમાં ક્ષત્રિયપણાનું કેટલું સત્વ હતું! કેટલું ખમીર ને ગૌરવ હતું ! બંધુઓ ! જેનામાં સત્ત હોય તેનામાં વધારે પડતા ક્રોધ, મદ, લેભ કે કામ ન હોય. સત્વશાળી વ્યક્તિ કોધ, લેભ આદિ ન કરે. આજે આ પવિત્ર દેશમાં ગુણને, સત્યાદિને, સત્વને હાસ થઈ રહ્યો છે. પાશવી વૃત્તિઓ ફેલાઈ રહી છે ને દિવ્ય વૃત્તિઓને તે દેશવટે અપાઈ રહ્યો છે. સવશીલ માણસ કદી અકળાય નહિ. એક કૂતરું બીજું નવું કૂતરું દેખે તે ત્યાં ભસવા લાગી જાય અને કોઈ એને રોટલાને ટુકડે આપે ત્યાં પગ ચાટવા, ગેલ કરવા ને પૂંછડી પટપટાવવા સુધીની દીનતા કરવા લાગી જાય. જ્યારે હાથી કે સત્વશીલ ! એની સામે સેન્સે કૂતરા ભસે તે પણ ગણકારે નહિ. એની સામે નજર સરખી ન કરે. એ તે એની મસ્તીમાં મસ્ત હોય. ઈદ્રિના વિષયોને વશ થવું એ શ્વાન જેવું વર્તન છે. આર્યદેશને સાત્વિક મનુષ્ય તે આંખને કહી દે કે પરસ્ત્રીનું રૂપ મારે જેવું હરામ છે. સ્વસ્ત્રમાં સંતેષી એમ કહી દે કે આજે તે પર્વ તિથિને દિવસ છે માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સંગીતના સૂર કાને અથડાય ત્યાં કહી દે કે હમણાં મારું ચિત્ત ભગવાનના ગુણ સ્મરણમાં રોકાયેલું છે, માટે હમણાં આ સાંભળવાની મને કુરસદ નથી. આવું સત્વ તમારા જીવનમાં ખીલ, અને અરિહંત પ્રભુના શરણે જાઓ તે ક્રોધ કપાઈ જશે, માન મરી જશે, ખુમારીની ખુવારી થઈ જશે. કામ, માયા, લેભ, ઈર્ષ્યા વિગેરે દુગુણે જીવનમાંથી ચાલ્યા જશે ને જીવન સુખી અને ઉન્નત બનશે. ટૂંકમાં ભેજન વિના ચાલશે પણ સત્ત્વ વિના જીવનમાં નહિ ચાલે. સત્ત્વ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. ચિત્ત મુનિ બ્રહ્મદત્તને કહે છે કે હે બ્રહ્મદત્ત! જે માણસ જીવનમાંથી સત્વને જતું કરે છે તે શૂરવીર નહિ પણ કાયર છે. તે આવું નિયાણું કરીને તારા જીવનમાં રહેલું સત્વ બાળી નાંખ્યું ને ચારિત્રથી કેટલે દૂર ફેંકાઈ ગયે ! હવે કેણ જાણે કયારે ચારિત્ર મળશે? તને ખબર છે કે સંસાર તે ભડભડતે દાવાનળ છે. આવું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy