SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ }૧૮ શારદા સિદ્ધિ ઉત્પન્ન થયા ત્યાં દાષા વિલય થવાની સાથે મન અને આત્માની દુબળતા દૂર થાય છે. પ્રમાદ એ આત્માના એક રોગ છે. એની હયાતિ રહે ત્યાં સુધી આત્મિક ગુણ્ણાના વિકાસ થતા નથી. આ રાગને દૂર કરવા માટે સમ્યક્ત્વ માહનીય, મિથ્યાત્વ માહનીય, મિશ્ર માહનીય, અનંતાનુખ'ધીની ચાકડી, અપ્રત્યાખ્યાનીની ચાકડી, પ્રત્યાખ્યાનીની ચેાકડી, અને સજ્જવલના ક્રોધ એ મેહુનીયની ૧૬ પ્રકૃતિને ઉપશમાવવી કે ખપાવવી જોઈએ. એ ૧૬ પ્રકૃતિએ ખપાવે કે ઉપશમવે ત્યારે અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવાની સાથે સાતમુ ગુણસ્થાનક પ્રાપ્ત થાય. નિગી અને બળવાન માણસ જેમ સહેલાઈથી ઉંચાણવાળા પ્રદેશમાં ચઢી શકે છે તેમ અપ્રમાદના યાગથી બળવાન થયેલે આત્મા સહેલાઈથી ઉપશમ કે ક્ષપક શ્રેણીએ ચઢી શકે છે. સૂક્ષ્મ પ્રમાદનો ત્યાગ કરવા માટે સ્થૂલ પ્રમાદને ત્યાગ કરવા જોઈએ. શક્તિ, સામગ્રી અને અનુકૂળ સમય મળ્યેા હાય છતાં ધર્મકરણી કરવામાં ઉપેક્ષા કરવી, આળસ કરવી, અવશ્ય કરવાની ક્રિયાને અનાવશ્યક માની શુષ્ક બની જવુ' તે સવે સ્થૂલ પ્રમાદ છે. આ પ્રમાદને દૂર કરીને દરરોજ બે વખત આત્મચિ'તનની સાથે પાપાલેાચન કરવુ જોઈ એ. ત્રતામાં લાગેલા પાપાનો પશ્ચાતાપ કરવા. આ કાર્ય નિયમિત કરવાથી પ્રમાદ દૂર થતાંની સાથે મન અને આત્માની સ્વચ્છતા થાય છે. એક દિવસ પણુ આળસ કરવાથી અંતઃકરણ રૂપ ઘટમાં પાપ રૂપ કચરા ભેગા થાય છે, અને તેથી આંતરિક દિવ્યતા નષ્ટ થાય છે. પ્રમાદથી જીવતુ' કેટલું પતન થાય છે ને આત્માના લાભ કેટલે ગુમાવે છે તે ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે. કોઈ એક જ્ઞાની, વિદ્વાન સાધુ પાસે એક ભાઈએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધો. ગુરૂએ સાધુપણાની પ્રત્યેક ક્રિયા યત્નાપૂર્વક કરવાનું એને શીખવાડયું. ગુરૂની હિત શિખામણ મુજખ શિષ્ય પણ સાધુપણાની પ્રત્યેક ક્રિયા અપ્રમત્તપણે કરવા લાગ્યા. સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન ભણવુ', ગૌચરી, પડિલેહણુ, પ્રતિક્રમણ આદિ બધી ક્રિયાએ સમયસર અપ્રમત્તપણે કરતા. આ પ્રમાણે સાધુ જીવનની નિયમિત ક્રિયાઓથી તેને આખા દિવસ કયાં પસાર થતા તે ખબર ન પડતી. કસરત થવાથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન રહેતું. આ રીતે ગુરૂની સેવાભક્તિ, જ્ઞાન-ધ્યાન વિગેરે કરવાથી ગુરૂની પણ એના ઉપર કૃપાદષ્ટિ વધતી જતી હતી. ઘણાં સમય સુધી શિષ્ય આ પ્રમાણે કરતે રહ્યો પણ પછી શિષ્યને ક્રિયાએ ઉપર કટાળા આવવા લાગ્યા કે દરરાજ પ્રતિક્રમણ શા માટે કરવું જોઈએ ? પંદર દિવસે કે મહિનામાં એક જ વખત કર્યું હોય તે ન ચાલે ? રાજ શા માટે પડિલેહણુ કરવું જોઈએ ? કપડામાં કયાં સર્પ કે ઉંદર ભરાઈ જાય છે! આ રીતે કંટાળો આવવાથી એની ક્રિયાએ મદ પડવા લાગી. પડિલેહણ એક દિવસ કરે તે ચાર દિવસ ન કરે. પ્રતિક્રમણ પણ નિયમિત ન કરે. ગુરૂના વિનય તેમજ કામકાજ કરવામાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy