SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૮૧ તીવ્ર ભાવના હતી તે ભાવના પૂ. ગુરૂદેવની કૃપાથી અને શાસનદેવની સહાયથી આજે પરિપૂર્ણ થાય છે. આજે એમને ૩૫ મે ઉપવાસ છે. આવતી કાલે પારણાના ભાવ છે. આપ બધા તપસ્વીના બહુમાન નિમિતે ૩૫ દિવસને શું ત્યાગ કરે તેને વિચાર કરીને આવશે. બા. બ્ર. ભાવનાબાઈને પણ આજે ૨૭ મે ઉપવાસ છે. શાસનદેવ તેમની ભાવના પૂર્ણ કરે.' વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા વદ ૧૧ ને રવિવાર “તપસાધના એટલે શું?” તા. ૧૬-૯-૭૯ બાબ, ઉગ્ર તપસ્વીનિ પૂ. ચંદનબાઈ મહાસતીજીનો ૩૫ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાના પારણા પ્રસંગે આપેલું મનનીય પ્રવચન. મોક્ષ માળના નેતા, રાગ-દ્વેષના વિજેતા એવા કેવળજ્ઞાની ભગવંતે સિદ્ધાંતમાં જીને આત્મ લ્યાણને પંથ બતાવતા સમજાવે છે કે હે આત્માઓ! આત્મસાધના કરવાનું કઈ ક્ષેત્ર કે સ્થાન હોય તે માનવભવ છે. અનંતકાળથી રખડતા આત્માએ મહાન પુણ્યને પંજ એકઠો કર્યો હશે ત્યારે આ જન્મ મળે છે. આ આત્મા ચતર્ગતિ સંસારની અંદર પ્રવાસ ખેડી રહ્યો છે. આ પ્રવાસમાં ફરતા ફરતા આપણે એક એવી - અલબેલી નગરીમાં આવી ચઢયા છીએ કે જ્યાં અચિંત્ય પુણ્યાનુબંધી પુણ્ય અને ધોધમાર પાપક્ષયની કમાણુને ધર્મ વહેપાર થઈ શકે છે. ભલે, આવા અનુપમ સ્થળે કદાચ અજાણ્યા આવી ચઢયા હોઈએ પણ આવી મહાન, ભવ્ય, આત્માને અનુપમ સુખ આપનાર કમાણીના વહેપાર જાણ્યા પછી એ વહેપાર કરવાની તકને કોણ ચૂકે? અને જે ચૂકે તે પછી તેના પસ્તાવાને પાર ન રહે. આવું કિમતી જીવન મળ્યા પછી જીવનને અજવાળું છે કે અંધકારમય રાખવું છે? જીવનને પ્રકાશમય બનાવવું હોય તે જે જડ વસ્તુઓના રાગમાં રંગાયા છે તે રાગને છેડે. જડની ગમે તેટલી સેવા કરશે પણ એની જાત તમે ઓળખો છો? એ તમને તરછોડીને કાઢી મૂકશે. મહેલ મહેલાતમાં મુગ્ધ બનેલાને પણ મૃત્યુ પામતા મહેલની બહાર કાઢશે. તિજોરીની પાસે ને પાસે સૂનારા પણ એ ધનના કારણે કંઈક વાર ખંજરથી મરાયા અથવા છેવટે મરીને તિજોરી છોડીને ચેહ ભેગા થયા, માટે જડ પદાર્થોને રાગ છેડે ને સુકૃત કરવામાં લાગી જાવ. જીવનમાં સુકૃત એ દીવા સમાન છે. આત્મા અનંતકાળથી અનેક પ્રકારની પુદ્ગલની બેડીઓમાં જકડાઈ રહ્યો છે. એનું કારણ છે મિથ્યાત્વ, આહારાદિ સંજ્ઞાઓ, ચાર કષા અને હિંસાદિ અનેક પાપની દોડધામ. આ બધી આત્માની વિકૃતિ છે. આત્મા વિકૃતિને વશ થઈ ગયા તેથી અનંત અનંતકાળથી એ પરાધીન, દુઃખી અને હડધૂત બની ગયે. આત્માનું અસલી સ્વરૂપ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy