SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ જ સંન્યાસીએ પિતાની મલીન ભાવનાને અમલ કરવા વિચાર કર્યો. હું શા માટે આ ભિખારી જેવા ભીમસેનને મારો આ મહામૂલો સુવર્ણરસ આપી દઉં ! મહેનત બધી મેં જ કરી છે અને એનું ફળ આ રંકને આપવાથી શું ફાયદે ? આવા રંક અને દીન તે દુનિયામાં ઘણું ય રખડે છે. સૌ સૌનાં કર્મો ભોગવે છે. મારા પુણ્યથી મને આજે સુવર્ણરસ મળ્યો છે. તે ભીમસેનને શા માટે આપી દઉં? આમ વિચાર કરીને તેણે ભીમસેનને મીઠાઈ લેવાના બહાને નગરમાં એકલી દીધો અને પિતે ત્યાંથી ઝડપથી પલાયન થઈ ગયો. આ તરફ ભીમસેને નગરમાં જઈને મીઠાઈ ફળ ફૂલ લીધા અને ઝડપભેર મંદિર તરફ આવ્યો. આવીને જુએ છે તે સંન્યાસી કયાંય દેખાય નહિ. સંન્યાસીને નહિ જોતાં જળ વિના માછલી તરફડે તેમ ભીમસેન તરફડવા લાગે, અને હાંફળે ફાંફળે બની ગયે. એને દુનિયા ફરતી લાગી. હૈયું બેસી જતું હોય તેમ લાગ્યું. આંખે અંધારા આવવા લાગ્યા. મનમાં વિચાર કરવા લાગ્યું કે મહાત્મા કયાં ગયા હશે? શું એમની મતિ બદલાઈ ગઈ હશે? એમના દિલમાં પાપ પિ હશે ? શું અગાઉથી એમણે નક્કી કરી રાખ્યું હશે કે મને મીઠાઈ લેવાના બહાને નગરમાં મોકલીને પિતે અહીંથી પલાયન થઈ જવું ? અરેરે....ભગવાન ! તેં આ શું કર્યું? તને આ ગરીબની દયા ન આવી! મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યો હશે! આટલું બેલતા ભીમસેન બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડશે. હજુ કે બૂરા કરશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા વદ ૧૦ ને શનિવાર “સંતોષ એ જ સાચું ધન” તા. ૧૫-૮-૭૯ શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતોએ ભવસાગર તરવા માટેના અદ્ભુત ઉપાયો બતાવ્યા છે. સમ્યફજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ભવસાગરથી તરવાના અદ્ભુત ઉપાય છે. આ ચારની સાધના સિવાય કર્મોને ક્ષય થાય નહિ. કર્મોના ક્ષય વિના ભયંકર ભવસાગર તરાય નહિ. શાસ્ત્ર દ્વારા મળેલો પ્રકાશ અને તેનાથી વિકસાવેલી દષ્ટિ સાધનાને સફળ કરાવી આત્માને ભવસાગરથી પાર ઉતારે છે. જેને વીતરાગ ધર્મની રોમે રોમે શ્રદ્ધા હોય, ભવસાગર તરવાની લગની હેય એ તે એક જ વિચાર કરે કે હું જૈન ન હોત ને માત્ર શ્રીમંત જ હેત અગર સત્તાધીશ હત ને ધમી ન હત, આબરૂદાર હેત ને આસ્તિક ન હોત તે હું કમભાગી હોત. ભલે, મારી પાસે ધન નથી પણ ધર્મિષ્ઠ છું, જૈન છું, આસ્તિક છું તે હું મહાન ભાગ્યશાળી છું. આવી ખુમારી આત્મામાં એક અજબ પ્રકારની પરિણતિ ઘડે છે. એ આત્મા જગતમાં મગરૂર થઈને ફરે છે પણ દીનહીન બનીને ફરતે નથી. એને તે એવી ખુમારી હોય છે કે હું આસ્તિક છું તે બધી સુખ સમૃદ્ધિ અને સગવડ મારી પાસે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy