SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ આરાધના એક માત્ર માનવભવમાં શક્ય છે. મોક્ષ મેળવવા માટે માનવ જન્મની અવશ્ય જરૂર છે, છતાં માનવભવની પ્રાપ્તિ થવાથી કંઈ મોક્ષ મળી જતો નથી. એ માટે પ્રબળ પુરૂષાર્થ કરવો પડશે. સાથે મેક્ષ માર્ગને બતાવનાર અને એ માર્ગને આચરનાર પ્રત્યે ભક્તિ અને બહુમાન પણ જોઈએ. મોક્ષમાર્ગને બતાવનાર કોણ છે એ તમે જાણો છો? આપણે જેનું સ્મરણ કરીએ છીએ તે નવકાર મહામંત્ર. નવકાર મહામંત્રમાં મોક્ષમાર્ગને બતાવનાર અરિહંત ભગવંત, મોક્ષને પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવંત, અને મોક્ષ માર્ગને આચરનાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતે રહેલા છે. આ રીતે આ મહામંત્રમાં મોક્ષના પ્રણેતા, મોક્ષ સુખના ભક્તા અને મોક્ષના સાધક આ ત્રણેયને ત્રિવેણી સંગમ થાય છે, તેથી આ મહામંત્ર મોક્ષની પ્રાપ્તિમાં સહાયક છે. કેઈ મંત્ર કહો, તંત્ર કહે, યંત્ર કહો, જ્ઞાન કહો કે ધ્યાન કહો આ બધું નવકારમંત્રમાં રહેલું છે પણ તમારે મન શેનું મહત્વ છે? તમે કોનું મૂલ્ય આંકે છે ? તમે તેને જાપ કરો છો? કોનું ધ્યાન ધરે છે? બોલે તે ખરા (મૌન) તમે મને જવાબ નહિ આપે. હું તમને કહી દઉં. તમે લક્ષ્મીને સર્વસ્વ માને છે એટલે જાપ કહો ધ્યાન કહે, તો બધું લક્ષ્મી માટે કરે છે. એને માટે રાત દિવસ ધમાલ કરી રહ્યા છે. એમાં મન રમ્યા કરે છે બોલ સાચી વાત છે ને ? (હસાહસ) દેવાનુપ્રિયે ! માનવદેહમાં મનનું સ્થાન મોટું છે. આ મનને વશ કરવું ઘણું મુશ્કેલ કાર્ય છે. નવકારમંત્ર એ મનને વશ કરવાનું એક અનુપમ સાધન છે. ધનનું રક્ષણ કરવા માટે તમે શું રાખો છો? “તિજોરી ધનના રક્ષણ માટે જેમ તિજોરી રાખે છે, શરીરના રક્ષણ માટે જેમ વસ્ત્ર પહેરો છે તેમ મનના રક્ષણ માટે નવકાર મહામંત્ર છે. જેમ તિજોરી વિના પ્રાયઃ કરીને ધનનું રક્ષણ થઈ શકતું નથી તેમ નવકાર મંત્ર વિના મનનું રક્ષણ પણ થઈ શકતું નથી. મંત્ર એ મનને વશ કરવા માટે અંકુશ છે. જેનું મન નવકાર મંત્રમાં જોડાતું નથી તે વિષય કષાયમાં ભટકે છે. અને દુર્ગતિના ખાડામાં ધકેલાઈ જાય છે. મન એ માનવીના ઉત્થાન અને પતનનું કારણ છે. વિષય અને કષા જીવને અનાદિકાળથી સંસારમાં રઝળાવનાર છે. પળે પળે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરાવે છે. ધર્મદયાન કે શુકલધ્યાનમાં જોડાવા દેતા નથી. નવકારમંત્રનું એક ચિત્ત શુદ્ધ ભાવથી સતત સ્મરણ કરવાથી વિષય કષા મંદ પડે છે, મન પવિત્ર બને છે. અને આત્મા ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડાવાથી પરિણામે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે અને આ રૌદ્રધ્યાનમાં જોડાયેલું મન માનવીને દુર્ગતિમાં લઈ જાય છે, માટે દુર્લભ એવા માનવભવમાં આ પવિત્ર નવકારમંત્રની આરાધના કરી લે. બધા તીર્થકર ભગવતે પણ પિતાના પૂર્વભવમાં આ મહામંત્રની આરાધના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy