SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ સેપરે શારદા સિદ્ધિ ચારા સાથે થાય છે ને રહે છે પણ પાસે ને પાસે રહે છે જરા પણુ દૂર ખસતી નથી. તે હંમેશા આત્મધન લૂંટવાની પ્રવૃત્તિવાળી હાય છે. તમને કદાચ પ્રશ્ન થાય કે ઇન્દ્રિયા શુ ચાર છે? તે આત્માનું શું લૂટી લે લે છે? આપને સમજાવું. ઇન્દ્રિયા આત્માનું ધન જેવા કે વિષયવિરાગ, વિષયત્યાગ, ક્ષમા, સહિષ્ણુતા, સરળતા, જ્ઞાન, દર્શન આકિ ગુણેારૂપી ધન પર લૂંટ ચલાવે છે. આંખને સારુ રૂપ જોવા મળે, કાનને મીઠા શબ્દો સાંભળવા મળે, સ્પર્શેન્દ્રિયને મનગમતા સુંવાળા સ્પર્શ મળે, રસેન્દ્રિયને સારા સ્વાદિષ્ટ ભેાજત મળે, નાકને સારા સુગંધી પદાર્થા મળે એટલે આત્માના વૈરાગ્યના અનાસક્ત ભાવના કુરચા ઊડે છે. આ વિષયાના ત્યાગ દુ:ખ રૂપ લાગે પછી ત્યાગરૂપી આત્મધન શાનુ ગમે ? વૈરાગ્ય અને ત્યાગ રૂપી આત્મધનને લુટનાર કોણ ? ઇન્દ્રિયા. જીવ ક્રોધ કરીને ક્ષમાધન ગુમાવે છે. એ શાથી ? કોઈ ને કોઈ ઇન્દ્રિયાના ગમતા વિષયેા માટે. આ રીતે આત્મા ક્ષમા, નમ્રતા, સરળતા, લઘુતા, નિઃસ્પૃહતા. નિમતા વિગેરે પોતાનુ ધન ગુમાવે છે. ઈન્દ્રિયા આત્મધનની ચાર છે. સ`સારમાં જન્મ પામીને ઇન્દ્રિયા તા કેાટે વળગી છે. એણે રાત દિવસ 'ધા શુ કર્યાં ? આત્મધન ચોરવાના. આત્માને એની ગુણસ'પત્તિથી દૂરને દૂર રાખવાના, માટે આવા ચોરાને સાથે લાવનાર જન્મ ખોટા છે. તે જે જન્મ ખાટા છે તેની દર વર્ષે ઉજવણી કરવાની હાય કે ફરીથી સંસારમાં મારા જન્મ ન થાય ને અજન્મ દશા પ્રાપ્ત થાય તેવા પુરૂષા કરવાના હોય ! જન્મ છે ત્યાં મૃત્યુ તે અવશ્ય છે. મૃત્યુ પામવા માત્રથી નવા જન્મ અટકતા નથી. નવા જન્મ મળે એટલે તારી ઇન્દ્રિયે સાથે મળવાની ને એ આત્મધન ચારવાનું કામ કરવાની. આ જન્મ મળ્યા પછી આત્મા જે શુભ કમાણી કરી લે ને પ્રબળ પુરૂષાર્થ કરી ઘાતી અઘાતી કર્યાંને ક્ષય કરે તે મૃત્યુ પામ્યા પછી તેને ફરીથી જન્મ લેવેશ ન પડે. જન્મ નથી ત્યાં મૃત્યુ નથી. માટે અજન્મ દશા પ્રાપ્ત કરવા માટે પ્રભુની આજ્ઞાના સહારા સાથે રાખી ઇન્દ્રિયાને એને ગમતા વિષયેાને મલે આત્માને હિતકારી વિષયામાં કામે લગાડી આત્મધનની કમાણી કરી લેવી. હવે આપણા ચાલુ અધિકાર વિચારીએ, બ્રહ્મદત્તકુમાર ચાલતા ચાલતા અગીચામાં આવ્યા. ત્યાં મહેલ જોયા એટલે મહેલમાં પ્રવેશ કર્યાં. ત્યાં તેણે કમળ સમાન મુખવાળી એક સૌંદર્યવાન કન્યાને જોઈ. આથી તે વધુ આશ્ચર્ય ચક્તિ બન્યા. કુમારે કન્યા સામુ' જોઈ ને પૂછ્યું' હે ભદ્રે ! તમે કાણુ છે? આ વિશાળ બંગલામાં એકલા શા માટે રહેા છે? તે જો આપને હરકત ન હેાય તા મને કહેૉ. કુમારના વચન સાંભળીને કન્યાએ કહ્યું કે હું કુમાર! મારી જીવનકહાની ખૂબ લાંખી છે, માટે તમે કાણુ છે ને કયાંથી આવા છે તે વાત મને પહેલાં કહે, ત્યારે કુમારે કહ્યું કે હું પાંચાલ દેશના પ્રારાજાના બ્રહ્મદત્ત નામે પુત્ર છું. મારી આ દશા થવાથી ભાગીને ફરતા ફરતા અહી આવ્યે છું, એમ બધી વાત બ્રહ્મદત્ત કુમારે કહી સ’ભળાવી,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy