SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શારદા સિતિ છે. એક તાપસ મહાન ક્રોધી હોવા છતાં ખીજા આત્માની ક્ષમા જોઈ ને કેવા ક્ષમાવંત બની ગયા તે ઉપર ક્ષમાની મહત્તા બતાવતું એક દૃષ્ટાંત આપુ'. એક નગરની બહાર આવેલા ઉદ્યાનમાં એક તાપસ અજ્ઞાનપણે તપ કરી રહ્યો હતા. તપનુ' વાસ્તવિક ફળ તા કમની નિર્જરા છે. આ તાપસ પણ તપ કરીને ઘણું કષ્ટ સહન કરતા હતા પણ અજ્ઞાન દશાના કારણે વાસ્તવિક ફળ એને પ્રાપ્ત ન થયું. અવિવેકી–અજ્ઞાની તાપસ અભિમાનથી એવેા વિચાર કરવા લાગ્યા કે આ જગતમાં મા કોઈ પરાભવ કરનાર નથી. જે કોઈ મારો પરાભવ કરશે તેને હુ મારી દૃષ્ટિના વિષ દ્વારા ખાળીને ભસ્મ કરી દઈશ. એણે ખાલ તપ કરીને દૃષ્ટિની શક્તિ મેળવી હતી. એક વખત તાપસ વૃક્ષ નીચે બેસીને તપ ધર્મની સાધના કરતા હતા ત્યારે એક ચકલી એના મસ્તક ઉપર ચરકી. આથી તાપસે ક્રોધાવેશમાં આવીને ચકલી ઉપર વિષભરી દૃષ્ટિ ફેંકી. ચકલી ખળીને ભસ્મ થઈ ગઈ. અજ્ઞાની જીવા પોતાને મળેલી શક્તિનો કેવા ભયંકર દુરૂપયાગ કરે છે ? એને ભાન નથી રહેતુ' કે હુ' આવાં પાપકર્માં કરીને કયાં જઈશ ? થાડા દિવસ પછી તાપસ એક દિવસ એક શેઠને ઘેર ભિક્ષા લેવા માટે ગયે ત્યારે શેઠાણીએ ભિક્ષામાં એને ઠંડા આહાર આપ્યા. તાપસે ઠંડા આહાર ન લીધે, એટલે શેઠાણી ખેલ્યા હૈ ભિક્ષુક ! હવે તમને જ્યાં ગરમ ભાજન મળે ત્યાં તમે જમજો. આ સાંભળતા તાપસને શેઠાણી ઉપર ખૂબ ક્રોધ આવ્યો એટલે વિષમય દૃષ્ટિથી શેઠાણીને બાળી નાંખવા માટે લાલ આંખ કરી. આ જોઈ ને તરત જ શેઠાણી એલ્યા કે જંગલમાં ઉડતી ચકલીને તમે ખાળી નાંખી એવી હું નથી. એ તમે ધ્યાન રાખજો. આ સાંભળીને તાપસને ખૂબ આશ્ચય થયુ` કે જંગલમાં અનેલી ચકલીની હકીકત આણે કેવી રીતે જાણી ? તાપસે શેઠાણીને પૂછ્યુ` કે તમે આ વાત કેવી રીતે જાણી ? જવાબમાં શેઠાણીએ કહ્યું કે હે ભિક્ષુક ! ઉત્તમ મનુધ્યેા કોઈ દિવસ પોતાના મુખે પેાતાની પ્રશંસા કરતા નથી માટે તુ' અચેાધ્યા નગરીમાં એક દેવડ નામના કુંભાર રહે છે તેની પાસે જા. તે તને બધી હકીકત કહેશે, એટલે તાપસ અયેાધ્યા નગરીમાં દેવડ કુંભારનું ઘર શેાધતા શેષતા પહોંચી ગયા. કુભારે તેના આદર સત્કાર કર્યાં, પછી પાતાને ઘેર આવવાનુ કારણ પૂછ્યું, ત્યારે તાપસે કુંભારને કહ્યુ` કે જંગલમાં ચકલી સંબંધી બનેલી હકીકત શેઠાણીએ કેવી રીતે જાણી? તેમના કહેવાથી તમને પૂછવા માટે હું આવ્યો છું. તે તમે મને કહેા. કુંભારે તાપસને કહ્યુ કે તે શેઠાણી ક્ષમાના ભ`ડાર છે. ક્રોધ કરવાના ગમે તેટલા નિમિત્તો મળવા છતાં પણ એ કયારેય ક્રોધ કરતા નથી. જગતમાં ક્રોધ એ આત્માને શત્રુ છે. જ્ઞાનીએએ ક્રોધને દાવાનળની ઉપમા આપી છે. દાવાનળ જેમ ક્ષણ માત્રમાં આખા જગલને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે તેવી રીતે ક્રોધ પણ ક્રોડ પૂર્વના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy