SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ શારદા સિદ્ધિ તેને છેડે તેમ હતા ! પર્વત ઉપરથી પડતા દેવે તેમને ઝીલી લીધા. નદીષેણ મુનિએ કર્મની સામે નાની કારતૂસ નહિ પણ ભયંકર મશીનગન લીધી. આકરી વિહારની તે ચલાવી. ધગધગતા તાપમાં આતાપના રૂપ એટબબ ફોડયા અને કર્મોને તેડવા પ્રબળ પુરૂષાર્થ આદર્યો, પણ અચળ હોય તેને ચળ કેણ કરી શકે? અફળ હોય તેને વિફળ કોણ કરી શકે? જે અડીખમ હોય તેને ઘડીખમ કોણ કરી શકે. મા ખમણના પારણે મા ખમણની તપશ્ચર્યા ચાલુ રાખી. એક વાર પારણાના દિવસે ફરતા ફરતા વેશ્યાના બારણે જઈ ચઢયા ને બેલ્યા “ધર્મલાભ”. ધર્મલાભ સાંભળીને વેશ્યા વિચાર કરવા લાગી કે આ કેણુ ધર્મલાભ આપનારે ગમ વિનાને અગમ હાલ્ય આવ્યું છે? કાપડિયાની દુકાને સોનાના કચરા માંગનાર કોણ ઘમંડી છે? ગાંધીની દુકાનના ત્રાજવે હીરાને જોખવાનું કામ કરવાનું સાહસ કોણ અવળચંડાએ કર્યું છે? એમ વિચારીને ગણિકા બેલી મહારાજ ! શું તમે માર્ગ ભૂલ્યા ? અહીં ધર્મલાભ નહિ પણ અર્થલાભ છે. એ તમારું ગજું નહિ માટે આપ તરત સીધા પાછા વળે. કામલત્તાના કઠેર શબ્દો સાંભળતા મુનિની સમતુલા ચાલી ગઈ. તેમના મુખ ઉપર વિષાદની એક છાયાએ હલે કર્યો. કેમ, તારે જોઈએ છે અર્થ લાભ? લે ત્યારે. એમ કહીને લબ્ધિના બળે એક તરણું તેડયું ને સનૈયાને મૂશળધાર વરસાદ વરસ્યો. સાડાબાર કોડ સેનિયાની વૃષ્ટિ થઈ. કામલત્તાના કામણગારા કટાક્ષમાં મુનિ સંયમથી સરકી ગયા. પ્રગતિના પંથેથી પતનના પંથે, વિરાગમાંથી વિલાસના પંથે જવા તૈયાર થયા. બંધુઓ! તપમાં એવી કેઈ અપૂર્વ શક્તિ છે કે દરિયાના ઉંડાણના તળિયે રહેલા મહામૂલા મોતીને સપાટી પર લાવી શકે અને સપાટી પર રહેલા ખરબચડા પથ્થરને પાતાળના તળિયે પિસાડી શકે. બસ, મહામુનિ નંદીષેણના જીવનમાં અર્થ માટે એવું બન્યું. મેકસીકે પાસે આજે દરિયાની નીચે એવા કૂવાઓ તૈયાર કરાયા છે કે ફૂટબોલના મેદાન જેવા તેલના કૂવાઓ એક ચાંપ દાબતા દરિયાની સપાટી ઉપર તરી આવે ને બીજી ચાંપ દાબતા નીચે સરકી પડે. આવી રીતે શુભ ભાવથી કરેલી તપશ્ચર્યા એક ક્ષણમાં મુનિને મુક્તિ અપાવી દે છે ને અશુભ ભાવથી કરેલી તપશ્ચર્યા નીચે નરકમાં ધકેલી દે છે. તપ દ્વારા લબ્ધિ મળવી સહજ છે પણ લબ્ધિને પચાવવી અતિ કઠિન છે. નંદીષેણ મુનિએ બ્રહ્મચર્યને સાચવવા તપશ્ચર્યા કરી પણ મેહરાજા એ મહાભયંકર ડાકૂ છે. એક રૂપમાં તે ફાવે તે અનેક રૂપ કરે. જ્ઞાનમાં કાબૂ મેળવ્યું તે આહારમાં ફસાવે ને આહારમાં કાબૂ મેળવ્યું ને તપ કર્યો તે અભિમાન લાવે, તેથી ભગવાને સંયમમાં બધે ચેતતા રહેવાનું કહ્યું છે. વહાણમાં પડેલું એક છિદ્ર વહાણમાં બેસનારા બધાને જોખમમાં મૂકી દે છે. વહાણની એક બાજુની અસાવધાની જીવનને ખતમ કરી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy