SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૪૧૧ લેવા તૈયાર થયા, પણ મોટાભાઈ નંદીવર્ધનના આગ્રહથી બે વર્ષ વધારે સંસારમાં રોકાઈ ગયા પણ તે કેવી રીતે રહ્યા? ભાવ સાધુની જેમ રહ્યા હતા. “રાજપાટને ત્યાગ કરતા વધમાનકુમાર” -૩૦ વર્ષની ભરયુવાનીમાં રાજપાટને રજા આપી, વૈભવ વિલાસને ઠેકર મારી વર્ધમાનકુમારે સંયમ માર્ગને અંગીકાર કર્યો. રાજયની મોટી મહેલાતો એમને ઝેર સમાન લાગી ને વગડાની વિકટ વાટો વહાલી લાગી. જેમના નયનમાં કરૂણા અને પ્રેમ છલછલ છલકે છે, જેમના તન મનમાં ત્યાગ અને તપના તીર વાગ્યા છે એવા માયા–મમતા અને રાજપાટને વૈભવ તજી દઈને ગરીબ નવાજ ભગવાન મહાવીર વનની વિકટ વાટે ચાલી નીકળ્યા. રાજમહેલમાં વસનાર જંગલમાં વસનાર થયા. કયાં રાજભવના સુખ સાધન અને કયાં વગડાના વાયર ! ક્યાં રેશમ જેવી પથારી અને ક્યાં પથ્થરની પથારી ! ભગવાનને મન તે રેશમ અને પથ્થર બંને સમાન છે. સંસાર ત્યાગી પ્રભુ બહારની દુનિયાને ભૂલી અંતરની દુનિયામાં ઉતરી મોટા ભાગે ધ્યાનમાં રહેવા લાગ્યા ને અઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. હસતા મુખડે કર્મ સાથે કેસરિયા કરતા પ્રભુ” :- બંધુઓ ! ભગવાને આ દુનિયામાં જન્મ લઈને કેવા કેવા કાર્યો કર્યા છે, ને કેટલા કષ્ટ સહન કર્યા છે. સંગ્રામમાં વિજય મેળવવા પહેલા રણદ્ધાને મરણિયા જંગ ખેલવા પડે છે તેમ સિદ્ધિના સિંહાસને બિરાજતા પહેલાં સંતપુરુષોને પણ મરણાંતિક કષ્ટોમાંથી પસાર થવું પડે છે. આત્મિક સામ્રાજ્યની પ્રાપ્તિ માટે તારક ભગવાનની જાગૃત દશા સતેજ બની. એમના માથે ઉપસર્ગોના પહાડ તૂટી પડયા પણ પ્રભુ જરાય ન ડગ્યા. ભગવાનને જે ઉપસર્ગો આવ્યા છે તેનું વર્ણન સાંભળતા આપણું કાળજું કંપી જાય છે. સાંભળે, ભાન ભૂલેલા ભરવાડે ભગવાનના કાનમાં ખીલા નાંખ્યા, સંગમાસૂરે કાળચક્ર મૂકયું, ગોશાલકે ઘેલછા કરી તેજુલેશ્યા છેડી. આવા જી ઉપર પણ ભગવાને તે ભાવદયાની અમીવર્ષા વરસાવી. દષ્ટિવિષ કળતરા નાગે પગે ડંખ દીધે તે એને પણ મીઠા મધુરા શબ્દોથી કહ્યું. સમજ સમજ એ ચંડકૌશિક! તું કંઈક સમજ. દૂધથી ભરેલા ઘડામાં વિષનું એક ટીપું પડે તે દૂધ ઝેર બની જાય છે તેમ ક્રોધ જીવનની સર્વ સંપત્તિને વિનાશ નોતરે છે. કેટલા ની બાજી તું ક્રોધમાં હારી ગયો. ભગવાનની અમીરસ ઝરતી મીઠી વાણી સાંભળીને દૃષ્ટિવિષ ચંડકૌશિક સર્પ શાંત બની ગયે. તે ભગવાનના ચરણમાં નમી પડશે ને પોતાનું જીવન સુધાયું. ભલભલા કઠેર હૃદયના માનવીની આંખના ખૂણા ભીના કરે એવી ભગવાન મહાવીર સ્વામીની સાધના હતી. સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પ્રભુ આ ભૂમિ ઉપર પલાંઠી વાળીને બેઠા નથી. સાડા બાર વર્ષમાં શાંતિથી એક કલાક ઊંઘ લીધી નથી. ઊંઘ અને આરામ તજી મૌનની સાધના આદરી. આત્મહિતની ભાવના સાથે વિશ્વકલ્યાણની ભવ્ય ભાવના હતી. અનેક આકરી કરીઓમાંથી પસાર થયા ત્યારે ભગવાન મહાવીર પ્રભુની સાધના ફળી અને વૈશાખ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy