SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શારદા સિદ્ધિ કરીને જ્ઞાન દીપકની જાતિ જલાવી અને આપણે મિથ્યા પુરૂષાર્થ કરીને આત્માને અંધકાર તરફ ઢસડી રહ્યા છીએ. બંધુઓ ! હજુ સુધી આત્મામાં સમ્યફજ્ઞાનને દીપક પ્રગટ નથી, જ્ઞાનદીપના અજવાળા થયા નથી. જ્ઞાનદીપના અજવાળા એટલે આત્મસ્વરૂપને પ્રકાશ. જેના અંતરમાં એ પ્રકાશ પ્રગટ હોય તે આત્માનું જીવન એટલું બધું પવિત્ર હોય છે કે કોડે દેવેના સ્વામી ઈન્દ્ર પણ એના ચરણમાં નમસ્કાર કરે છે, પણ જ્ઞાનદીપકના પ્રકાશને પ્રગટાવવા માટે રાત દિવસ ભગીરથ પુરૂષાર્થ કરવો પડે છે. સૂર્યોદય થતાંની સાથે જગત પર અંધકાર દૂર થઈ જાય છે એ રીતે જ્ઞાનદીપ પ્રગટ થતાં અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય છે. આ બધું થાય કયારે ? સ્વ તરફ દષ્ટિ કરે ને બાહ્યભાવને છેડે ત્યારે. એક વૃદ્ધ ડોશીમા સાંજે સૂર્યાસ્ત થવાના સમયે ઘરમાં બેસીને કપડા સીવી રહ્યા હતા. સીવતા સેય પડી ગઈ. ડોશીમા ય શોધવા ચોગાનમાં પ્રકાશ હોવાથી ત્યાં ગયા. આ સમયે એક સમજણવાળા ભાઈ ત્યાંથી નીકળ્યા. એમણે પૂછયું માડી ! તમે શું શું છે? ત્યારે માડી કહે છે બેટા! કપડાં સીવતા સેય એવાઈ ગઈ છે તે શેઠું છું ત્યારે કહે છે કપડા કયાં સીવતા હતા? તે કહે કે ઘરના ઓરડામાં. પેલા ભાઈ કહે માડી ! ચાલે, તમારા ઘરમાં. ક્યાં સીવતા હતા તે મને બતાવે. હું તમને શોધી આપું. માડી પેલા ભાઈને લઈને પોતાના ઘરમાં આવ્યા. ઘરમાં જઈને શોધ ચલાવી તે તરત જ મળી ગઈ “ શું શેાધવું છે ને કયાં શોધી રહ્યા છે ?” આવી રીતે અનાદિકાળથી માનવ પિતાને શુદ્ધ સ્વરૂપના પ્રકાશને મેળવવા પર્વત અને જંગલમાં ઘૂમે છે પણ એને ખબર નથી કે પ્રકાશ તે મારા આત્મામાં છે ને સુખ પણ મારામાં ભરેલું છે. તેથી માનવ જગતના ઝાકઝમાળ વચ્ચે સુખની ખોજ કરવા નીકળી પડે છે, પણ જગતના ઝાકઝમાળમાં મળવું તે સાવ અશકય છે. ઘરના અંધારા ખૂણે ખોવાયેલી સોય હજી કદાચ જગતના ચેગાનમાં મળી શકશે પણ સુખ તે જગતના ચગાનમાં ન જ મળી શકે. તે તે આત્મામાંથી જ મળવાનું છે. કબીરજીએ એક દેહામાં કહ્યું છે કે મુઝ કે કહાં તૂ બ દે, મેં તે તેરે પાસ મેં, નહિ મંદિરમેં નહિ મસ્જિદમેં, નહિ કાશી કૈલાસમેં ! ઘાસ કુસમેં હમ નહિ રહે, હમ તો હૈ વિશ્વાસ મેં, હે આત્મા! તું બહાર શું ભટકી રહ્યો છે? તું જેને બહાર શોધી રહ્યો છે તે તારા પિતાનામાં જ છે, એ ચૈતન્યદેવને પ્રકાશ કઈ મંદિરમાં, કઈ મસ્જિદમાં કે કેઈ કાશી મથુરા આદિ તીર્થસ્થાનમાં નથી કે કલાસ પર્વત ઉપર નથી પણ તારા પિતાના અંતરમાં સહસ્રરશ્મિને પ્રકાશ ઝળહળી રહ્યો છે. આત્મા અનંત પ્રકાશને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy