SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ શારદા સિદ્ધિ પેલા માણસે સમાચાર આપ્યા તે શંકા દઢ થઈ. નક્કી આ લોક ભોંયરામાં થઈને ભાગી ગયા ને આપણને રમાડી ગયા છે. ગુપ્તચરની વાત સાચી છે. એમ સમજીને રાજાએ બ્રાદન્તકુમારને પકડવા માટે ચારે દિશામાં સૈનિકને દેડાવ્યા. દીર્ઘરાજા અને ચુલની રાણીને બ્રહ્મદત્તકુમાર ઉપર કોઈ ક્રોધ આવી ગયો. હવે જે એ પકડાઈ જાય તે એને આપણી નજરે જ મારી નાંખવો એટલે આવું તે ન થાય. સમજે, સંસાર કે છે! મનુષ્યનું જીવન અધવ, અશાશ્વત છે. એમાં આત્માને શરણભૂત હોય તે તે એક ધર્મ છે પણ ભોગમાં પડેલા ને ભાન નથી તેથી આવા અકૃત્ય કરે છે, પણ ભગવાન શું કહે છે? अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया। વિળિ ફ્રિઝ મેલું, વા મિલ ગg | દશ. અ. ૮. ગાથા ૩૪ ભેગમાં ભાન ભૂલેલા માનવ ! આ જીવન અધ્રુવ છે, ક્ષણિક છે. પાણીને પરપોટાને ફૂટતા વાર લાગશે પણ આયુષ્યને તૂટતા વાર નહિ લાગે. એમ સમજીને મેક્ષ મેળવવા માટે તમે ભેગોને ત્યાગ કરે ને ત્યાગને રાગ કરે. સંસાર ત્યાગીને સાધુ બની જવાય તે બહુ આનંદની વાત છે પણ જે સંસાર ત્યાગી ન શકે તે એટલું તે નક્કી કરે કે ભલે કદાચ ઘરમાં રહો પણ તમારા અંતરમાં કેઈ ન રહેવું જોઈએ. જે આટલું કરી શકે તે આ ઘેર માનવભવ સફળ થઈ જાય, પણ જેમને મેહને 'રિગ ડખ્યો છે એવા આત્માની રગેરગમાં વિષ વ્યાપ્યા હોય ત્યાં કડવા લીંબડા જેવા ભેગ સુખોમાં જીવને અદ્દભૂત મીઠાશને અનુભવ થાય એમાં શી નવાઈ! પણ ભેગરસિક એ એટલો ખ્યાલ રાખવાને છે કે જો સુખ અત્યંત વિનાશી છે. જે જીવન તમને અત્યંત વહાલું છે તે જીવન પણ અત્યંત ક્ષણિક છે. આ સુખોને વિરહ તે અવશ્ય પડશે, અને વિરહની એ પળ તમને પોક મૂકીને રડાવશે. એના કરતા અવિનાશી એવા સિદ્ધપદની સાથે પ્રીતિ બાંધી લે જેથી પછી રડવું ન પડે. આ જીવનને શું ભરોસો છે? ઘણાં માણસો એમ કહે છે કે હમણાં ધર્મધ્યાન નથી કરવું, પછી ઘડપણમાં કરીશું. આ પર્યુષણ પર્વ આવે છે એટલે તપની બંસરી જોરશોરથી વાગી રહી છે, ત્યારે ઘણું એમ કહે છે કે આ વર્ષે નહિ, આવતા વર્ષે તપશ્ચર્યા કરીશું પણ આવતા વર્ષે હયાત હઈશું કે નહિ એની ખબર છે? કાલે શું થશે તેની કેને ખબર છે? બીજી વાત તે જવા દો પણ હાલમાં મોરબીના પાણીની હોનારતે સજેલી તારાજી આપણને તાજુબ બનાવી દે છે. માટે જ્ઞાની ભગવંત કહે છે કે, જૈન કુળમાં જન્મીને વીતરાગ પ્રભુનું શાસન પામ્યા પછી સત્તા, સંપત્તિ અને શક્તિને અભિમાન રાખવા જેવું નથી. અભિમાન ભલભલાને ઊંચેથી નીચે પટકાવે છે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે. ધૂળકામાં મહારાજા વીરવળ રાજ્ય કરતા હતા તે સમયની આ વાત છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy