SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ઉમરમાં મૃત્યુ પામી ગયા ને એમની રાણી દીર્ઘરાજા સાથે સુખ ભોગવવા લાગી. - તેમાં પોતાના પુત્રને પ્રેમ પણ વીસરી ગઈ ને દીર્ઘરાજાની ચઢવણીએ ચઢી એકના એક લાડકવાયા પુત્રને મારી નાંખવા તૈયાર થઈ. દીર્ઘરાજા જે કાવતરું ઘડી લાવ્યા તેને તેણે સહર્ષ સ્વીકાર કરી લીધું. અહાહા ! સંસાર આવે છે છતાં તમને ખૂબ વહાલો લાગે છે. બ્રહ્મદત્તકુમારના પુણ્ય પ્રબળ છે એટલે ધનુમંત્રી એની તરફેણમાં છે. વરધનુને રાજા રાણીના કાવતરાની ખબર પડી એટલે તે પ્રધાનપદથી નિવૃત્ત થયા અને નગર બહાર એક દાનશાળા બેલી. આખો દિવસ મંત્રીજી ત્યાં રહેતા હતા અને આ દિવસ જે યાચક અને દુઃખિતે આવતા તેમને સત્કાર કરતાં ને પેટ ભરીને જમાડતા. બીજી બાજુ રાજમાતા ચુલની તરફથી અનુપમ લક્ષાગૃહ તૈયાર થવા લાગ્યું ને ત્રીજી તરફ બ્રહ્મદત્તકુમાર માટે ગ્ય કન્યા શોધવા લાગ્યા. આ પ્રમાણે સૌ પોતપોતાના કાર્યમાં મગ્ન છે. હવે ધનુમંત્રી શું કરશે તેને ભાવ અવસરે. ચરિત્ર – બંધુઓ ! કર્મની કુટિલતા કેવી છે એને તમને આ ચરિત્ર સાંભળતા ખ્યાલ આવશે. એક સિદ્ધ ભગવંતના જીવને છોડીને આખું જગત કર્મરાજાની હકૂમત પ્રમાણે ચાલી રહ્યું છે માટે પુણ્યને દીવડે જ્યાં સુધી બળે છે ત્યાં સુધી કામ કાઢી લો. કર્મરાજા કોને કયાં મૂકી દેશે તેની ખબર નથી. આજે તમે “ગુજરાત મિત્ર' પેપરમાં વાંચ્યું હશે ને કે મચ્છુ નદીને ડેમ તૂટવાથી હજારે માણસે પાણીના ભોગ બન્યા. આ છે કર્મોદય! ભદ્રા સુશીલા સામું જોઈને બરાડા પાડીને બેલી. એક બેડું પાણી ભરીને આવી ત્યાં તે શેઠાણીની જેમ બેસી ગયા. જે શેઠાઈ કરવી હોય તે નોકરી કરવા શા માટે આવી ? ઉઠ ઉભી થા. એક બેડામાં શું થાકી ગઈ? હજુ તે આવા દશ બેડા પાણી ભરીને લાવવાનું છે. પછી ચૂલો સળગાવીને રસેઈ બનાવવાની છે. પછી વાસણ ઉટકવાના છે, કપડાં ધોવાના છે, ઘર સાફસૂફ કરવાનું છે. અનાજ વીણવાનું છે. આવાં ઘણું ઘણું કામ કરવાના છે. ઊભી થઈને જલદી જલદી બધું કામ કરવા માંડ. ધનના મદમાં છકી ગયેલી ભદ્રાને રાણીની બિલકુલ દયા નથી આવતી. તુચ્છ શબ્દસે સંબોધન કર, રાની કે બતલાય, સાત પ્રહર ધંધેમેં જેડી, ક્ષિણ બેઠન દે નાંય, એના પતિએ તે કહ્યું હતું કે, તું આ બાઈ પાસે નરમાશથી કામ કરાવજે, એને તુંકારે બોલાવીશ નહિ પણ એ તે ગમે તેવા શબ્દોથી બેલાવે છે ને એક પછી એક કામ ચીધ્યા જ કરે છે. એક મિનિટ પણ વિસામે ખાવા દેતી નથી. આ તે બિચારી કોમળ રાણીએ કંઈ કામ કરેલું નહિ. તેમાં ગજા ઉપરાંતનું કામ કરવું પડે એટલે કેવું થાય? છતાં સુશીલ મૂંગે મેં પિતાનાથી થાય તેટલું ઝડપથી કામ કરતી પણ ભદ્રા તે એને વારંવાર તતડાવ્યા કરતી ને તાડૂકીને કહેતી કે જે તે આ ઝાડું કાઢ્યું છે પણ કેટલો કચરો રહી ગયે છે. તારી આંખે ફૂટી ગઈ છે? આ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy