SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શારદા સિદ્ધિ મહાન પાપનાં પિટલાં બાંધીને નરકમાં જશે? હું એમ નહિ થવા દઉં. બંને પોતાના પુત્રો છે. આવા ઉત્તમ કુળમાં જન્મવા છતાં બિચારા અજ્ઞાન અને મેહવશ આવું ખતરનાક યુદ્ધ કરવા તૈયાર થયા છે. - બંધુઓ! ભૌતિક સામ્રાજ્ય જ એવું છે કે એની હકૂમતમાં રહેલાને એ અજ્ઞાન અને મેહમાં ગળાબૂડ ડૂબાડૂબ રાખે. ઘર પાપકર્મોનું આચરણ કરો અને નરકમાં ધકેલી દે. સાધ્વી મયણરેહાએ વિચાર કર્યો કે મારા પુત્રનું પતન થાય તે મારાથી કેમ જોઈ રહેવાય? હું ત્યાં યુદ્ધભૂમિમાં જાઉં ને બંનેને ઓળખાણ આપી શાંત પડવા સમજાવું. ખરેખર, આ સાધ્વીજી કેટલા પવિત્ર છે ! તેમને સર્વના કલ્યાણ મિત્ર બનવાની ઉત્તમ ભાવના હતી. સર્વ પ્રથમ પિતાના જેઠ મણિરથ રાજાને કલ્યાણ મિત્ર તરીકે સલાહ આપી, પછી પિતાના પતિ યુગબાહુને કલ્યાણમિત્ર બની નરકને બદલે સ્વર્ગમાં લઈ જનાર બની, પછી પોતાના ઉપર કુદષ્ટિ કરનાર મણિપ્રભ વિદ્યાધરની કલ્યાણમિત્ર બની. ત્યાર પછી પિતાના આત્માને કલ્યાણ મિત્ર બનીને ચારિત્ર લીધું. હવે પિતાના પુત્રને કલ્યાણમિત્ર બનવા તૈયાર થાય છે. કેવું ધન્ય જીવન ! દિલ સરળ અને પવિત્ર હોય, મૈત્રી, પ્રદ, કરુણું અને માધ્યસ્થ ભાવથી ઓતપ્રેત હય, અંતરમાંથી સ્વાર્થની લાલસા બળીને ખાખ થઈ ગઈ હોય અને પરમાર્થની ભાવના જાગી હોય તે જ માનવી આવું ધન્ય જીવન જીવી શકે છે. " ગુરુની પાસે આજ્ઞા માંગતા મયણરેહા - મયણરેહા સાદવજીને બંને સગા ભાઈઓની વચ્ચે થતે ભયંકર સંગ્રામ અને લાખે નિર્દોષ જીવને સંહાર થત અટકાવવાની ભાવના જાગી એટલે તેઓ પિતાના ગુરુણી પાસે ગયા ને વંદન કરી વિનયપૂર્વક કહ્યું: હે મારા ગુરુદેવ ! આપની આજ્ઞા હેય તે હું સુદર્શનની યુદ્ધ ભૂમિમાં જાઉં. આ બંને સગા ભાઈઓ એકબીજાને ઓળખતા નથી. તે હું એમને મારી ઓળખાણ આપીને લોહીની નદીઓ વહેતી અટકાવું' ને યુદ્ધવિરામને સાદ કરું. આ સાંભળીને એમના ગુરુણી ગંભીર બની ગયા. એમણે મયણરેહા સાધ્વીજીને કહ્યું: ભૂખ્યા સિંહના મુખમાંથી હજુ સસલું છોડાવી શકાય પણ રણભૂરા રાજવીઓના હાથમાંથી શસ્ત્રો ન છોડાવી શકાય. તને તારા માતૃપદ ઉપર વિશ્વાસ છે પણ એ વિશ્વાસ તને છેલ્લી ક્ષણે દશે તે નહિ દે ને ! એક વાકયમાં ગુરુએ ઘણું ઘણું પૂછયું. મયણરેહા સાવીને દઢ વિશ્વાસ હતું કે પોતે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકશે. એમની દઢતા અને પવિત્રતા જોઈને ગુરુને લાગ્યું કે જરૂર યુદ્ધવિરામ કરાવી શકશે. એટલે એમણે કહ્યું-ભલે તમે ખુશીથી જાવ ને યુદ્ધવિરામ કરાવીને આવજે. બંધુઓ! જૈનના સાધુ સાદવીઓ જ્યાં ખૂનખાર જંગ મ હોય, યુદ્ધના નગારા વાગતા હોય ત્યાં કદી જાય નહિ પણ આ તે ચંદ્રયશ અને નમિરાજની માતા હતી. એને અટલ વિશ્વાસ હતો કે હું આ યુદ્ધને અટકાવી શકીશ, એટલે અનિવાર્ય કારણે મયણરેહા સાઠવીજી પોતાના પરિવાર સાથે યુદ્ધભૂમિમાં જવા માટે વિહાર કરી ગયા,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy