SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ આવે છે તે શું પોપટ અને પિંજર એક થઈ જાય છે ખરા? પોપટ પિંજરથી ભિન્ન છે તેમ આ શરીર તે પિંજર છે ને આત્મા એ પિંજરામાં રહેવાવાળો પિપટ છે. પિપટને જ દાડમની કળીઓ મળતી હોય ને સેનાના કટોરામાં પાણી પીવા મળતું હોય તે પણ પિપટને પિંજરું ગમતું નથી. એમાંથી ક્યારે છૂટું એની તક શોધતા હોય છે તેમ આત્માને દેહ દ્વારા ઈન્દ્રિયજનિત વિવિધ પ્રકારના વિષય સુખ મળે તે પણ એને ગમતા નથી. કયારે આ કર્મરાજાની સત્તાથી તૈયાર કરેલા દેહપિંજરામાંથી છૂટું. આ દેહના નાશે કંઈ મારે નાશ નથી. દેહ તે હું નથી પણ અનંતશક્તિને સ્વામી આત્મા છું. આવી જેને ભાવના હોય તે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહી શકે છે ને સમય આવતા સંસાર છોડીને સંયમી બને છે. સંયમી બનીને એવી સાધના અને પુરુષાર્થ કરે છે કે કર્મરાજાએ બાંધેલા દેહરૂપી પિંજરાને તેડીને મોક્ષમાં પહોંચી જાય છે. નમિરાજર્ષિને જન્મ જંગલમાં થયે હતું. તેની માતા જન્મ આપીને તેને કપડાથી વીંટાળી ઝાડે ઝળી બાંધીને સૂવાડી નદીએ શરીર સાફ કરવા ગઈ ત્યાં હાથી દેડ આવ્યું અને તેને સૂંઢ વડે ઉછાળી. ત્યાં વિદ્યાધરનું વિમાન જતું હતું. મયણરેહાને નીચે પડતી વિદ્યારે પોતાના વિમાનમાં ઝીલી લીધી. તેને વિમાનમાં બેસાડીને વિદ્યાધર ચાલતા થયા. મયણરેહાને જોતા વિદ્યાધરની દ્રષ્ટિ બગડી. સંતના દર્શને જતાં તેમના ઉપદેશથી વિદ્યાધરની મતિ સુધરી ગઈ અને મયણરેહાને પોતાની બહેન માનીને તેની પાસે પોતાની ભૂલોની માફી માંગી, છેવટે મયણરેહાએ સમસ્ત સંસારને ત્યાગ કરી દીક્ષા લીધી. બીજી બાજુ કુંવર ઝોળીમાં સૂવે છે ત્યાં પમરથ રાજા આવે છે. કુંવરને જોતાં તેમને ખૂબ પ્રેમ જાગ્યો ને પોતાના ઘેર લઈ ગયા. આ કુમારના પ્રભાવથી પમરથી રાજાના બધા શત્રુઓ તેમને નમતા આવ્યા તેથી તેમનું નામ નમિરાજ પાડયું. નમિરાજ યુવાન થતાં તેમને રાજયનો ભાર ઑપી રાજાએ દીક્ષા લીધી. નમિકુમારે આખી મિથિલાને નેહ સંપાદન કરી લીધું. એમના પરાક્રમના પ્રભાવથી અનેક રાજાઓ એમના મિત્ર બની ગયા પણ સુદર્શન નગરીને રાજા ચંદ્રયશ મિથિલાપતિ નમિરાજના તાબે રહેવા માંગતા ન હતા. ચંદ્રયેશ મિરાજની વિરુદ્ધમાં હતા, પણ બળમાં સુદર્શન કરતા મિથિલા અજેય હતી. સુદર્શનનું બળ મિથિલાને મુકાબલો કરી શકે તેમ ન હતું પણ ઈર્ષા આ બધું કરાવે છે. નમિરાજના મનમાં એમ હતું કે, આવા બળવાન મિથિલા નરેશના તાબે સુદર્શન નરેશ કેમ ન થાય? ગમે તેમ કરીને યુદ્ધ દ્વારા પણ ચંદ્રયશને મારે નમાવે છે, ત્યારે ચંદ્રયશ એમ કહે કે નમિરાજ બળવાન અને મિથિલા મેટી એમાં મારે શું લાગેવળગે? એ એના ઘરને બળવાન, એમાં અમારે શા માટે એના હાથ નીચે દબાવવું જોઈએ?
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy