SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શારદા સિદ્ધિ ભોગે છેડી દીધા ને સંયમ માર્ગ અંગીકાર કર્યો. ભગવાને રાજનૈભવના સુખે છોડી શા માટે સંયમને સ્વીકાર કર્યો તે વાત તો તમે જાણે છે ને? કર્મની ભેખડો તોડવા માટે આપણા પરમ ઉપકારી ભગવંતે એ જ ફરમાવ્યું છે. હે આત્માઓ! આત્માની જે કર્માધીન અવસ્થા છે તે સંસાર છે અને કર્મરહિત અવસ્થા તે મોક્ષ. આપણે આત્મા કર્મથી ઘેરાયેલું છે. આ બધી સુખસામગ્રી કર્મજન્ય છે. કર્મો એ આત્માના કટ્ટા શત્રુ છે. શત્રુએ બિછાવેલી સામગ્રીને સાવધાની રાખ્યા વિના આનંદપૂર્વક ભોગવનાર મૂર્ખ છે. હવે તમે તમારા મનથી સમજી લેજો કે તમે કેણ છે? મૂર્ખ કે ડાહ્યા? (હસાહસ) મારે તમને કંઈ કહેવું નથી, પણ માની લે છે કે તમારે ફટ્ટો દુશ્મન છે તેણે અવસર જોઈને તમને ભોજન કરવા માટે આમંત્રણ આપ્યું. તમે જમવા માટે ગયા ને સહેજ ગંધ આવી કે મિષ્ટાન્નમાં ભારોભાર ઝેર નાંખ્યું છે. તે પછી તમે શું કરે ?ભોજન કરે કે પેટમાં દુઃખવાનું બહાનું કાઢીને ઊભા થઈ જાઓ? (તામાંથી જવાબ: સાહેબ! ઝેરવાળું ભોજન જમાય? તરત ઊભા થઈ જઈએ.) આ ન્યાયથી તમે સમજે. કર્ણોરૂપી શત્રુઓએ માયાજાળ બિછાવી છે એવું તમને જ્ઞાની પુરુષોના વચન દ્વારા જાણવા મળ્યું પછી તમારાથી સંસારમાં બેસી રહેવાય ખરું? અનંત જ્ઞાનીઓના વચન ઉપર જે શ્રધા હોય તે કર્મશત્રુથી ચેતતા રહે, પણ આ ચેતવણી તમારા મગજમાં ક્યારે ઊતરે ? અંતરમાં શ્રદધા પ્રગટે ત્યારે. વીતરાગ વચન પ્રત્યે શ્રદધા - પ્રગટે ત્યારે મિથ્યાત્વ જાય. મિથ્યાત્વે જીવને અત્યાર સુધી સાચી વાત સમજવા દીધી # નથી. તેણે અનંતજ્ઞાનીના વચનથી જીવને અનાદિકાળથી અલગ રાખે છે. આ મિથ્યાત્વના કારણે જેને રાગ કરવા જે હતો તે ન કર્યો, પણ આત્માથી પર એવા શરીરને તેમ જ પરપુદ્ગલોને રાગ કર્યો છે પણ યાદ રાખજો કે આ શરીરને તમે ગમે તેટલું સાચવશો તે પણ એક દિવસ તે સૌને છોડવાનું છે. આ રીતે સંસારના ભૌતિક સુખોની જે સામગ્રી મળી છે તે બધી એક દિવસ તમારી ઈચ્છા હશે કે નહિ હોય પણ છોડવું પડશે. છેડયા વિના છૂટકે નહિ થાય. તમે નહિ છોડે તે એ તમને છોડી દેશે. આજે તમે નજર સમક્ષ દેખે છે ને કે આજને લાખે પતિ આવતી કાલે ભિખારી બને છે. આજને નિરોગી કાયાવાળે કાલે ભયંકર રોગથી ઘે ઈ જાય છે. બેલો, આને મેહ રાખવા જેવું છે ખરો ? “ના.” તે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા કરી મિથ્યાત્વના તિમિર ટાળી આત્માના સ્વરૂપને નિહાળો. બંધુઓ ! ભગવાને આ જીવને સંસારમાં રખડાવનાર ત્રણ પ્રકારના શલ્ય બતાવ્યા છે. પ્રતિક્રમણમાં ચોથા શ્રમણુસૂત્રમાં બેલો છે ને કે પડિક્કમામિ તિહિં સલૅહિં, માથા સલ્લેણું, નિયાણુ સલ્લેણું, મિચ્છાદંસણુ સલ્લેણું” આ ત્રણ પ્રકારના શલ્ય જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. ત્રણ શલ્યમાં પહેલું શલ્ય છે માયાશલ્ય. માયા એટલે ભગવાન કહે છે કે + યા. રખે ને હું એની પાસે જેતે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy