SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શારદા સિહિ કર્મની વિચિત્રતા” – આ રીતે ભીમસેન કર્મની વિચિત્રતાને વિચાર કરીને પિતાના મનને મનાવવા લાગ્યા. ફરી ફરીને એના મનમાં વિચારે ઘૂમવા લાગ્યા કે હવે હું ધન વિના શું કરીશ? આજે જગતમાં ધનવાન પૂજાય છે. ગરીબના કેઈ ભાવ પૂછતું નથી. ધન હોય તો સગા સંબંધીઓ સ્નેહ રાખે છે ને નિર્ધનની ઉપેક્ષા કરે છે. રાજા વિચારે છે અમારું બધું ધન લૂંટાઈ ગયું ને સાવ ગરીબ બની ગયા. વસ્ત્રો મેલાં ને ગંધાતાં છે, આ બાલુડાં ભૂખ્યાં થઈ ગયાં છે ને ખાવાનું માંગે છે. રાણી પણ હતાશ બની ગઈ છે. હવે હું શું કરું? કયાં જાઉં ? ખરેખર, મારા કર્મો જ મારી આ દશા કરી છે. મારું દુઃખ તો જ્ઞાની સિવાય કોણ જાણી શકે? આજે હું મારા કયા કર્મોનું ફળ ભેગવી રહ્યો છું એ તો સર્વજ્ઞ ભગવંતો જ કહી શકે છે. આ બધી કમની વિટંબણા છે. મોટા મોટા ચમરબંધી અને શહેનશાહની પણ કર્મરાજાએ પરવા કરી નથી. કમેં રામચંદ્રજીને વનવાસ મોકલ્યા, પાંચ પાંડે, દ્રૌપદી અને કુંતાજીને વનવગડે રખડાવનાર હોય તો કર્મ છે. નળરાજાને પોતાની પ્રિય રાણી દમયંતીને વનવગડે ટળવળતી મૂકવાની બુદ્ધિ કરાવનાર કર્મ છે. આ બધા મહાપુરુષોએ જીવનમાં બીજા કેટલાંય દુઃખ વેઠયાં છે! ખરેખર, હે કર્મરાજા! તારી સત્તા અમાપ છે. પૂર્વને સૂર્ય પશ્ચિમમાં ઊગે, મેરુપર્વત કદાચ ડોલાયમાન થાય; અગ્નિ કદાચ શીતળ બને પણ કર્મના લેખમાં કદી ફેરફાર થતો નથી. આજે મારા કર્મો ઉદયમાં આવ્યા છે તે મારે ભગવ્યા સિવાય છૂટકો નથી. આ રીતે કર્મની વિચારધારામાં તણાત ભીમસેન સુશીલાને કહે છે, આજે આપણે કર્મોને ઉદય થયો છે તેથી આપણું બધું ચાલ્યું ગયું. ચેર દાગીના લઈ ગયા છે. એવાં કર્મોને ઉદય થશે તો આપણને જીવતાં મારી નાંખશે, માટે હવે અહીંથી જલદી વિદાય થઈએ. હવે ભીમસેન પિતાના પરિવારને લઈને ક્યાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. 0 0 0 વ્યાખ્યાન નં. – ૨૪ શ્રાવણ સુદ ૧૫ ને મંગળવાર તા. ૭-૮-૭૯ - અનંતજ્ઞાની મહાન પુરુષોએ જગતના જીના એકાંત હિત અને કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી છે. ભગવાન કહે છે, હે જીવાત્માઓ! જે તમારે જલદી આત્મકલ્યાણ કરવું હોય તો વિષયથી વિરક્ત બને. વિષય સુખની આસક્તિ છોડયા વિના અને વિરક્તિ કેળવ્યા વિના મોક્ષના સુખો મળવાના નથી. આ સંસારમાં બે પ્રકારના જેવો છે એક રક્ત અને બીજા વિરક્ત. રક્ત અને વિરક્ત કોને કહેવા એ જાણે છે? ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં સમજાવ્યું છે કે રક્ત એટલે રાગી છે. જે વિષયમાં ચૂંટી જાય. વિરક્ત એટલે વિરાગી. જે વિષયોથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy