SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ શારદા સિદ્ધિ તમે તે આ દિવસ ગદ્ધાવૈતરું કરે છે જેથી તમને તે ચિંતા અને દુઃખ સિવાય બીજું શું મળે છે? જે ભીમસેન રાજા છે તે તમારે આવું નકામું કામ શા માટે કરવું જોઈએ? તમે જ્યારે ભીમસેનને રાજ્યથી ભ્રષ્ટ કરી રાજ્યપદ પામશે ત્યારે મારે જન્મ સફળ થશે એમ હું માનીશ. વિચારે, સુરસુંદરીએ કેવું ચરિત્ર ભજવ્યું ? એને કેઈ કુળદેવીએ કંઈ કહ્યું ન હતું પણ વાત એવી ગોઠવીને કરી કે હરિસેનના મગજમાં વાત બરાબર ઊતરી ગઈ એટલે તરત જ કહ્યું, હે રાણી ! તારી વાત તદ્દન સત્ય છે. કાલે હું રાજગાદીએ બેસીશ ને આખા નગરમાં મારી આણ ફેલાવીશ, અને ભીમસેનને રાજ્યથી ભ્રષ્ટ કરીને રાજ્યની તમામ સત્તાને દેર મારા હાથમાં લઈશ. દેવગે કદાચ એમ નહિ બને તે હું ભીમસેન, સુશીલા અને એમના બે પુત્રોને મારી નાંખીશ, પછી તને ચિંતા છે? હું તારા બધા મને રથ પૂરા કરીશ. તું ચિંતા ન કરીશ. હરિસેનના વચન સાંભળી સુર સુંદરી હસતી થઈ ગઈ. હવે ભીમસેનને કેવી રીતે પદભ્રષ્ટ કરે તે હરિસેન વિચારે છે. - આ તરફ બે દાસીઓ વચ્ચે ઝઘડે થયો છે તે સુશીલા કે ભીમસેન જાણતા નથી પણ એમની દાસી યશોદાના મનમાં થયું કે આજે કેરી માટે અમે બે દાસીઓ ઝઘડી છે. મેં એનું અપમાન કર્યું છે તેથી કદાચ એની રાણું સુરસુંદરીને ચઢાવી તે નહિ હોય ને ? આ તે રાજ્યની ખટપટ કહેવાય. આવા વિચારથી રાત્રિના સમયે યશોદા મહેલની પાછળ જઈને છાનીમાની ઊભી રહી. કહેવત છે ને દીવાલને પણ કાન હોય છે તેથી સુજ્ઞજને આવી કઈ ખાનગી વાત કરે ત્યારે એકાંત સ્થાનમાં જઈને ખૂબ ધીમા અવાજે કરે છે. એક કાનેથી બીજા કાને ન જાય તેની ખૂબ તકેદારી રાખે છે, પણ હરિસેને એવી કઈ સાવધાની ન રાખી અને મોટા અવાજે બે. ભીમસેનને પદભ્રષ્ટ કરવાની અને તેમ ન બની શકે તે રાણી અને કુંવરો સાથે તેમને મારી નાંખવાની વાત સાંભળીને યશદા નખથી શીખ સુધી ધ્રુજી ઊઠી, અને કેઈ ન જાણી જાય તે રીતે છાનીમાની ચાલી ગઈ. આ વાત સાંભળીને યશોદાને ખૂબ દુઃખ થયું કે રાજા-રાણીને કંઈ ન હતું. એ ભાઈઓ શાંતિથી સુખ ભોગવતા હતા પણ અમે હલકા પેટની દાસીઓએ ઝઘડે કર્યો તે કેટલું મોટું સ્વરૂપ બની ગયું. હવે મારા રાજાનું શું થશે? હુ ન બોલી હતી તે સારું થાત પણ હવે શું થાય? યશોદા તે થરથર ધ્રુજવા લાગી. ધ્રુજતા પગે શ્વાસથી હાંફતી હાંફતી ભીમસેન રાજાના મહેલે પહોંચી ગઈ. ભીમસેન રાજા તે વખતે ઊંઘતા હતા. હવે દાસી ભીમસેનને જગાડશે ને બધી વાત કરશે, પછી શું બનશે તે અવસરે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy