SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શારદા સિદ્ધિ સનદાએ સાસુને આપેલું આશ્વાસન” :-વિનયવંત સુનંદા કહે છે બા ! તમે રડશે નહિ, મૂંઝાશે નહિ. હું આપને વચન આપું છું કે મારા નાના દિયરીયાને પેટના દીકરા જે ગણેશ. એને જમાડીને હું જમીશ, એને સૂવાડીને હું સૂઈશ. હું એના સાજામાંદાની સંભાળ લઈશ, મારા પ્રાણની જેમ એને સાચવીશ. બા...તમે ચિંતા ન કરશે. એમ કહીને સાસુને છાના રાખ્યા. વહુને પરણીને આવ્યા હજુ ત્રણ દિવસ થયા છે ને એના આવા અમી ઝરતા વચન સાંભળીને સાસુને શાંતિ થઈ તેમના મનમાં આનંદ થશે કે શું મારી વહુ ડાહી, ગુણીયલ ને ગંભીર છે! નહિતર હજુ પરણીને આવી છે કે આવું વચન કેણ આપે ? બીજી વહુ હોય તે એમ કહી દે કે એ પળોજણ હું ક્યાં કરું ! હજુ તે પરણીને આવી છું ને મારા માથે ભાર કયાં નાંખે છે? તમે તમારા દીકરાને સંભાળી લેજે. મારા પુદયે મને આવી ગુણીયલ વહુ મળી. છ મહિના આનંદથી પસાર થયા. કુદરતને કરવું એક દિવસ અચાનક સા સુની તબિયત બગડી. એક જ દિવસની બિમારીમાં સાસુજી દુનિયા છોડીને ચાલ્યા ગયા. માતા સમાન પ્રેમાળ સાસુ જતાં સુનંદાના દુઃખનો પાર ન રહ્યો. એ કરૂણ સ્વરે રડતી કહેવા લાગી હે કાળરાજા ! હજુ તે મને પરણ્યા છ મહિના થયા છે. મારા કંકુપગલા. લુછાયા નથી તે પહેલા મારી માતા સમાન સાસુજીને કયાં ઝડપી લીધા ! એ ક્રૂર છેકાળરાજ! તને જરા પણ દયા ન આવી તે આ શું કર્યું? “સુરેશને કરૂણ કહપાંત” - પેલો મૂંગોને બહેરે સુરેશ બિચારે બોલી શકતું નથી. ભાભીના કરૂણ શબ્દો સાંભળી શકતું નથી, પણ એના મુખ ઉપરના હાવભાવ જોઈને બધું સમજી જાય છે. એ પણ અંદરથી પોકાર કરે છે મને પાળનારી મારી મમતાળુ માતા મને છેડીને ચાલી ગઈ! માતાનું શબ પડયું છે. એને પેટ ઉપર માથું મૂકીને ચોધાર આંસુએ રડતે અંતરથી પકાર કરે છે હે ભગવાન! તને આ પશુ જેવા છોકરાની દયા ન આવી ! હવે મારું શું થશે ! અરેરે....મા, તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ? મને તારી સાથે જ લઈ જા ને! તારા વિના આ દુનિયામાં મારું કેણ સશું છે? એમ અંતરથી માતાને કહેતા હોય તે હાવભાવ વ્યકત કરે છે. ભાભી એના માથે હાથ ફેરવીને કહે છે કે ભાઈ ! આપણું બા ચાલ્યા ગયા. તમે દૂર જઈને બેસે. એમ ઈશારાથી કહે છે પણ માનો પ્રેમ છે ને? એ દૂર ખસતું નથી. માતાને જોઈ જોઈને રડે છે ત્યારે મોટેભાઈ વિજય એને ઢસેડીને દર મૂકી આવ્યો ને કહે છે એ ખૂણામાં બેસી રહે. હવે અહીં આવીશ નહિ. માની લાગણીના પ્રદર્શન નથી કરવા. એક તે માતાની વિગ છે ને બીજી તરફ મોટાભાઈને ક્રોધ એટલે બિચારે સુરેશ ફફડી ઊઠ, ત્યારે સુનંદા એના પતિને કહે છે નાથ ! તમે આવું શા માટે કરે છે? તમને એમ નથી થતું કે મારા ભાઈને માથે હાથ ફેરવીને હું છાનો રાખું ને ઉપરથી ક્રોધ કરો છો ? અત્યારે તે સગાવહાલા બધા ભેગા થયા હતા એટલે કંઈ ન બે. દુખિત દિલે માતાની અંતિમ ક્રિયા પતાવી.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy