SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર શારદા સિદ્ધિ જીવાને સાચા માર્ગ ખતાવે છે. કુમતિ દૂર કરીને સુમતિ આપે છે. આવું ઉત્તમ શાસન મળે પછી જીવને કંઈ કમીના રહે ખરી? જેમ કાઈના કરાને કાઈ નામાંક્તિ શ્રીમંત શેઠની પેઢી ઉપર બેસાડવામાં આવે ને એ સુખી થાય ત્યારે કાઈ પૂછે કે ભાઈ! તમારા દીકરા શુ કામ કરે છે? તા કહે ફલાણા શેઠની પેઢીમાં કામ કરે છે, પેઢીનુ નામ સાંભળીને પૂછનાર વ્યક્તિ કહેશે કે આ તેા ન્યાલ થઈ જવાય એવી ઉજળી પેઢી છે, આ સ'સારની દ્રવ્ય પેઢી સારી હાય તે એમ માના છે કે ન્યાલ થઈ ગયા તે હવે વિચાર કરી. આવા ઉત્તમ માનવભવમાં વીતરાગ પ્રભુની નામાંકિત અને ઉજળી પેઢી મળી છે તેા આ પેઢી ઉપર બેસનારા કેટલા ચાલ બની જાય! મહાવીર પ્રભુના શાસનની પેઢીનુ' સ્ટેટ મળવુ એ સહેલી વાત નથી. મહાન પુણ્યદયે જે સ્ટેટ મળ્યું છે તેને આ ભવમાં ખરાખર સાર્થક કરી લેજો. વીર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી અતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિત્ત અને સશ્રુતિની વાત ચાલે છે. ચિત્ત અને સ*ભૂતિ નામના બંને ચંડાળ પુત્ર કૌમુદી ઉત્સવમાં આવ્યા. તેમના મુખમાંથી વહેતી સ’ગીતધાર સાંભળવામાં લોકો ગાંડાતૂર અન્યા, પણ જ્યાં માઢેથી કપડુ' ખસેડીને જોયુ` કે આ તે પેલા ભૂત્તદત્ત ચડાળના પુત્રા છે. ત્યાં લોકો એમને પથરા મારવા લાગ્યા તે કોઈ પગથી તા કાઈ લાઠીથી પ્રહાર કરવા લાગ્યા. એવા મૂઢ માર માર્યાં કે બંને ભાઈએ મારની અસહ્ય પીડાથી બેભાન થઈને પડી ગયા. એક તા ચ'ડાલ જાતિના તિરસ્કાર અને બીજી' એક વખત રાજાએ એમને શિક્ષા કરીને કાઢી મૂકયા હતા, છતાં પાછા ફરીને આવ્યા એટલે લેાકેા એમ ખેલવા લાગ્યા કે એમણે રાજ્યઆજ્ઞાનો લોપ કર્યો છે તેથી રાજ્યશાસનના એ અને દ્રોહ કરનારા છે તેથી એમને મારીને કાઢી મૂકો. મધુએ ! આ બંને છોકરાઓ કેટલા હોંશિયાર છે છતાં એમની નીચ જાતિને કારણે નગરજના એમને કેટલો તિરસ્કાર કરે છે ? આ તિરસ્કાર થવામાં મુખ્ય કારણ જીવના કમ છે. જ્યાં સુધી કાયાના સંગ છે ત્યાં સુધી ક્રમ રહેવાના છે. કાયા એટલે કે આ શરીર છે ત્યાં બધી ઉપાધિ છે. જ્યાં શરીર છે ત્યાં જન્મ છે. ખાવુ.-પીવુ’-કમાવુ’ આ બધી ઉપાધિ પણ શરીરને માટે છે. દગા-પ્રપ`ચ વગેરે પણ શરીરના પાષણ માટે કરવા પડે છે ને ? દગા પ્રપંચ કરીને ખૂબ ધન કમાયા એટલે જીવની તૃષ્ણા પણ વધતી જાય છે. તૃષ્ણા વધે એટલે દા, પ્રપંચ, કાવાદાવા આ બધું વધ્યા કરવાનું છે. સાથે કમ ખધન પણ વધતુ' જવાનુ' છે પણ તૃષ્ણાવત મનુષ્ય પાછળના વિચાર નથી કરતા કે આવી રીતે ધન મેળવીને મારુ' પરભવમાં શુ' થશે? ખસ, એની તૃષ્ણા વધતી જાય છે. આકાશ જેટલી માટી ચાદર બનાવીને હીરા-માણેક, મેાતી વગેરે ધનથી ભરી આપવામાં આવે તે પણ તૃષ્ણાવ ́ત મનુષ્યની તૃષ્ણાશાંત થતી નથી. જેમ જેમ લાભ મળતા જાય છે તેમ તેમ લોભ વધતા જાય છે. હું તમને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy