SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અને મલાડ ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનથી. શ્રી સંઘમાં અજોડ તપશ્ચર્યાઓ તેમજ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે. સંવત ૨૦૩૫માં સુરત શ્રી સંઘની ઘણું વર્ષોની આગ્રહભરી વિનંતીને માન આપી સુરત શ્રી સંધના મહાન ભાગ્યોદયે પૂ. મહાસતીજી ઠાણ–૧૩ મંગલ ચાતુર્માસ પધાર્યા. બાવીસ વર્ષે સુરત સંઘને પૂ. મહાસતીજીના ચાતુર્માસને મહાન લાભ મળવાથી નાના મોટા સૌ કેઈના હૈયામાં ઉત્સાહની ઉમીઓ ઉછળવા લાગી. પૂ. મહાસતીજીની પ્રભાવશાળી, ઓજસ્વી, તેજસ્વી, આત્મસ્પશી જોશીલી વાણીએ જનતાના દિલમાં એવી જાદુઈ અસર કરી કે કયારે પણ ઉપાશ્રયે નહિ આવનારા યુવાન ભાઈ બહેને તથા દેરાવાસી ભાઈ બહેને રોજ વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા. પૂ. મહાસતીજી પધાર્યા ત્યારથી નાની મોટી તપશ્ચર્યા, નવકાર મંત્રના જાપ, ત્રિરંગી આદિ ધર્મકરણીથી ઉપાશ્રય ગાજતે ગુંજતે રહ્યો છે. ચાતુર્માસના પ્રારંભથી લઈને અંત સુધી વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીના પુનિત પગલા સુરતમાં થયા ત્યારથી તપને પ્રવાહ વહેવા લાગ્યો તે આસો મહિના સુધી એકધારે ચાલુ રહ્યો અને સુરત શ્રી સંઘમાં કયારે પણ નહિ થયેલ અજોડ તપશ્ચયાઓ થઈ છે. પ૧ ઉપવાસ, ઉપવાસના ૪ સિદિધતપ, ૬ માસખમણ, ૫ સેળભથ્થા આદિ છકાઈથી માંડીને માસખમણ સુધીની તપશ્ચર્યા ૧૦૫ થઈ છે. જે સુરતના ઈતિહાસમાં અજોડ ને અનુપમ છે. પૂ. મહાસતીજીનું આ ચાતુર્માસ સુરત સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું ભવ્ય ને યાદગાર થયું છે. પૂ. મહાસતીજીના બ્રહ્મચર્ય પરના જોરદાર પ્રવચનથી આકર્ષાઈને ૧૧ દંપતિઓએ આજીવન બ્રહાચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી છે. આ રીતે પૂ. મહાસતીજીના પ્રભાવે દાન, શીલ, તપ અને ભાવનામાં ભરતી આવી હતી. વિશેષ આનંદની વાત તો એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકો ઘણું બહાર પડ્યા છે. આઠ હજાર અને દશ દશ હજાર કેપીઓ બહાર પડવા છતાં એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાચકને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છે! જે પુસ્તક ખલાસ થઈ ગયા છે તેની આટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૫ના સુરત ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા સિદ્ધિ” (ભાગ ૧-૨-૩) નામથી ૮૦૦૦ (આઠ હજાર) નકલે પ્રકાશિત થતાં તેઓશ્રીના વ્યાખ્યાનના પુસ્તકોમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરો થાય છે. એ આપણા સમાજ માટે સદ્ભાગ્યને વિષય છે. - આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા, બા.બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે. સંવત ૨૦૩૬ના વૈશાખ સુદ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમી જીવનના ૪૦ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમ યાત્રાની આ રજત જયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે. ૫ મેસીજીના ચરણ કમળમાં અમારા કેટી ટી વંદન હે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy