SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૦૮ ચરિત્ર – સુમિત્ર દૂત કૌશાંબી નગરી જઈને ત્યાંના રાજાની કન્યા સુશીલા સાથે ભીમસેનની સગાઈ કરી આવ્યો, એટલે એના લગ્નની કુમકુમ પત્રિકા પણ લખાઈ ગઈ. કૌશાંબી અને ઉજજોની બંને નગરીઓમાં લગ્નપ્રસંગની તૈયારીઓ થવા લાગી. રાજમહેલના કર્મચારીઓથી માંડીને નગરના સામાન્યજનો પણ લગ્નોત્સવની તૈયારી કરવા લાગી ગયા, ઘેર ઘેર આનંદ છવાઈ ગયો. બહેનો ગીત ગાવા લાગી. તેના મધુર સૂરોથી ઉજજૈની નગરી ગાજી ઊઠી. રાજાની આજ્ઞાથી અનેક પ્રકારની મીઠાઈઓ થવા લાગી. રાજાએ સૈનીઓને તેડાવીને અલંકાર ઘડવાની આજ્ઞા કરી એટલે સેનાઓ અલંકારો ઘડવા માટે આળસ છોડીને રાત-દિવસ મહેનત કરવા લાગ્યા. રાજાએ વિવિધ જાતના દાગીનાઓ કરાવ્યા. દરજીઓ મૂલ્યવાન પિશાક તૈયાર કરવા લાગ્યા. વાજિંત્રવાદકેએ પોતાના સાજ અને શણગાર નવા બનાવી દીધા. રાજમહેલ અને મંડપ ખૂબ ભવ્ય રીતે શણગાર્યા. ભીમસેન રાજકુમારને ખૂબ સુંદર શણગારવામાં આવ્યા. પછી વેત ઘોડા ઉપર બેસી વરઘોડે ચઢયા. પંથ કાપતા કાપતા વરઘોડો કૌશાંબી નગરીમાં પહોંચી ગયે. માનસિંહ રાજાએ ખૂબ ઉલ્લાસભેર સામૈયું કર્યું, અને અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ભીમસેન અને સુશીલાના લગ્ન થયા. માનસિંહ રાજાએ પિતાની લાડીલી દીકરીને ખૂબ કરિયાવર કર્યો. પિતાના ઘરેથી વિદાય લેતી પુત્રી” – માનસિંહ રાજાએ અશ્રુભીની આંખે પિતાની વહાલસોયી દીકરીને વિદાય આપી. માતાએ વિદાય આપતા દીકરીને કહ્યું, બેટા ! આપણા કુળને શોભે તેવી રીતે સાસરામાં રહેજે. તારા સાસુ સસરાને તારા મા-બાપ માનીને તેમની સેવા કરજે. તારા શીલને બરાબર સાચવજે. સ્ત્રીઓનું મોટામાં મોટું આભૂષણ શીલ છે. તેનું જાતથી પણ વધુ જતન કરજે, બેટા ! તું સુખી થજે ! અને તારા ખુશી આનંદના સમાચાર કહેવડાવજે. ધર્મને ભૂલીશ નહિ. આ રીતે પુત્રીને હિત શિખામણ આપીને વસમી વિદાય આપી, પછી સુશીલાએ રડતી આંખે માતાપિતાને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા, અને ભીમસેનના રથમાં આવીને તે વિનયથી અંગેઅંગ સંકેચીને શરમાતી બેસી ગઈ જાન કન્યાને લઈને ઉજજૈનમાં પાછી ફરી ત્યારે નગરજનોએ વરવધૂને અક્ષત અને ફૂલોથી વધાવ્યા. તેમજ તે બંનેના મીઠડા-ઓવારણા લીધા. લગ્નનો અવસર નિર્વાિદને પતી ગયે એટલે જિતારી રાજાને શાંતિ વળી અને પછી રાજકાજમાં લાગી ગયા. આ બાજુ ભીમસેન અને સુશીલા લગ્ન જીવનનો આનંદ માણવા લાગ્યા. ભીમસેનના લગ્ન થયા અને હરિસેન પણ લગ્નને લાયક થયો હતે. એ અરસામાં શું બન્યું. અંગદેશના વીરસેન રાજાને સુરસુંદરી નામે સુંદર અને સુલક્ષણા કન્યા હતી. તે સંગીતકળામાં પ્રવીણ હતી. તેનો કંઠ સૂરીલો હતે. તેની ઉમર દિવસે દિવસે વધતી જતી હતી એટલે વીરસેન રાજાએ એક રાજદૂતને ઉજજૈની નગરી મોકલ્યા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy