SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ સમય જઈને કહે છે હે સુંદરી! તારું સુંદર મઝાનું રૂપ અને મારું થનગનતું યૌવન એ બંનેને સુંદર સુવેગ મળે છે. એ સુગને આપણે સદુપયોગ કરી લઈએ. કારમાં દુઃખમાં પણ શીલનું રક્ષણ કરતી કૌમુદી” :- આ કૌમુદી ક્રોધને કટકે અને અહંકારને અવતાર હતી. એક જ દિવસ પોતાની આજ્ઞાનું પાલન ન થયું તે મધરાત્રે એ પતિને છોડીને ચાલી નીકળી અને ચેરના હાથમાં સપડાઈ પણ એનું ચારિત્ર સો ટચના સોના જેવું શુદ્ધ હતું. શીલગુણની સાક્ષાત મૂતિ સમાન કૌમુદીએ ચોરના સરદારને સાફ શબ્દોમાં કહી દીધું કે હે પાપી! આર્યાવર્તના ઉત્તમ સંસ્કારને વરેલી હું એક પરણેલી સન્નારી છું. મારા પતિ સિવાય કઈ પુરૂષને સ્પર્શ મારા શરીરે નહિ થવા દઉં. સરદાર સમજી ગયા કે આ સ્ત્રી કળથી સમજે તેવી નથી. મારે એની પાસે બળથી કામ લેવું પડશે. સરદારે એની પાશવી વૃત્તિઓને પિષવા માટે કૌમુદીને અપરપાર દુઃખ દેવા માંડયું. એની પાસે મજુરી કરાવવા લાગ્યો. કામ કરવામાં સહેજ વાર લાગે તે ઢોર માર મારવા લાગે છતાં કૌમુદી સરદારની ઈચ્છાને આધીન ન થઈ. એણે સાફ કહી દીધું કે હે નરાધમ ! તું મારા શરીરના ટુકડે ટુકડા કરીને મારા પ્રાણને નાશ કરી નાંખ પણ મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું મારા શિયળનું ખંડન નહિ થવા દઉં. પ્રાણ ગયા પછી મારા મડદાને કાગડા ચુંથે એમ તારે ચૂંથવું હોય તે ચૂંથી નાખજે પણ મારા જીવતા મારે દેહને તું પામી શકે એ વાત સ્વપ્નમાં પણ નહિ બને. એ તું ચક્કસ સમજી લેજે. કૌમુદીના શબ્દોમાં ખમીર હતું. આર્યાવર્તની નારીને જવલંત આદર્શ અને સન્નારીના મુખેથી ભડવીરની અદાથી બેલાયેલી વાણી સાંભળીને સરદાર સમજી ગયો કે આ આદર્શ મહાસતી છે. હવે જે એને વધુ સંતાપીશ તે મને શ્રાપ આપશે તે હું બળીને ભસ્મ થઈ જઈશ. માટે જવા દે. એમ વિચાર કરીને સરદારે બબરકૂટ નામના નગરના એક નીચકુળના માનવ સાથે એને સોદે નક્કી કરીને કૌમુદીને વેચી દીધી. એક અભિમાન ન છોડ્યું અને ક્રોધાવેશમાં આવીને નીકળી તો કેટલા પુરૂષના પાશવી સકંજામાં સપડાઈ જવું પડયું ? અને કેવા દુઃખો સહન કર્યા ? કૌમુદી ઘર છોડીને નીકળી ગયા પછી એને પતિ ખૂબ ચિંતા કરવા લાગે કે આ મધરાતે એકલી કયાં ગઈ હશે? એનું શું થયું હશે? એને શોધવા નીકળે પણ એ કયાંય મળી નહિ એટલે થાકીને પાછો ફર્યો. એના પિયરમાં પણ ખબર આપી, પણ પત્તો ન પડે. બર્બરકૂટને નીચ માનવી પણ કૌમુદીનું રૂપથૌવન જોઈને મુગ્ધ બન્યું અને એની પાસે વિષયસુખની યાચના કરી, પણ શીલધર્મની ઝળહળતી તને અખંડ રાખનાર કૌમુદીએ એને કઠોર શબ્દોમાં કહી દીધું–હે પાપી ! તું મારા જીવતાં મને નહિ અડી શકે. દેવાનુપ્રિયે! માણસને રૂપ બહુ ગમે છે પણ ઘણી વખત શીલપ્રેમી આત્માઓ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy