SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બેલાવ્યા. તેમણે તરત સાગારી સંથારે કરાવ્યું. બધા વ્રત પચ્ચખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જૈન શાસન આવું અણમોલું રત્ન અર્પણ કર્યું હોય તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રેત હોય એ સહજ છે. તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. આ વિરાટ સંસાર સાગરમાં જીવનનયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે પૂ. શારદાબાઈ મહાસતીજીએ પિતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી, અને પિતાનું જીવન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું. પૂ. ગુરૂદેવ અને પુ. ગુરૂદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને ગુરૂણદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પિતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલ્લંઘન તે શું પણ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર, મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે સદ્ગુરૂદેવની આજ્ઞા રૂપ સર્ચલાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજારે ટ્યુબલાઈટના પ્રકાશ કરતા પણ વધુ પ્રકાશિત બને છે. તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી શકો છો. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ પ્રબળ બ, અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રોનું વાંચન કર્યું. સંસ્કૃત પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને લાભ બીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતિ પામ્યા. ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પિતાના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની મઘમઘતી સુવાસથી સારા જૈનશાસનનું કહીનુર રત્ન બનીને પ્રકાશી રહ્યું છે. પૂ. મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા જ નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિને રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મના, તત્વના શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રોતાગ્રંદ તેમાં તન્મય ચિન્મય બની જાય છે, અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અંતરદેવનિ આવે છે અને તે દવનિએ અનેક જીને પ્રતિબંધ પમાડયા છે. સુષુપ્ત આત્માઓને ઢંઢેળીને સંયમ માર્ગે દોર્યા છે. તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનના પુસ્તકેએ તે લેકેમાં એવું જાદ કર્યું છે કે જે પુસ્તકનું વાંચન કરી લુહાણા જેવા ભાઈઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું છે. કંઈક એ વ્યસનેને ત્યાગ કર્યો. નાસ્તિકમાંથી આસ્તિક બન્યા, પાપીમાંથી પુનિત બન્યા ને ભોગીમાંથી ત્યાગી બન્યા. આવા તે કંઈક દાખલા છે પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે, વધુ શું લખું? આ પુસ્તકે મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈ ઓ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતા તેઓ આર્તધ્યાન છેડીને ધર્મધ્યાનમાં જોડાવા લાગ્યા, અને કર્મની ફિલોસોફી સમજવા શીખ્યા. પૂ. મહાસતીજીની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy