SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ - શારદા સિદ્ધિ પરમાત્મા જે કહી ગયા છે તે સત્ય છે, અફર છે, શાશ્વત છે એવી શ્રદ્ધા કરાવતી દષ્ટિ તેનું નામ સમ્યગદર્શન. સાસુની દષ્ટિ નિર્મળ બની ગઈ તેથી વહુને બળવા દીધી નહિ. જે સાસુએ બળી જવા દીધી હોત તો સાસુનું કાસળ કાઢવા જતા એનું કાસળ નીકળી જાત. આવું સમજીને, આવા દાખલા દષ્ટાંત સાંભળીને, કેઈનું બૂરું કરવું નહિ એ નિશ્ચય કરજે. ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનનો અધિકાર આપણે શરૂ કર્યો છે, તેમાં પેલા બે દાસીને પુત્રને સર્પદંશ થવાથી મૃત્યુ પામ્યા છે તે વાત અવસરે લઈ. થોડી વાર ચરિત્ર લઈએ. આજે અમારા પરમ ઉપકારી પરમ શ્રધેય આચાર્ય પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતિથિનો પવિત્રદિન છે. એમને મારા ઉપર મહાન ઉપકાર છે, એટલે ડીવાર ચરિત્ર કહીને પૂ. છાનલાલજી મહારાજ સાહેબનું જીવનચરિત્ર કહીશ. ચરિત્ર -ગુણસુંદરી રાજા પાસેથી સ્વપ્ન ફળ જાણીને ધર્મારાધનામાં જોડાઈ ગઈ સવાર પડી. સૂર્યના સોનેરી કિરણેથી આખી ઉજજેનનગરી ચમકી ઊઠી. ગુણસુંદરી રાણી અને જિતારી રાજા પોતપોતાની પ્રવૃત્તિમાં જોડાયા. જિતારી રાજાએ દરબાર ભરાતા પહેલાં જ અનુચરોને મોકલીને સ્વપ્ન શાસ્ત્રો અને નૈમિત્તિકેને રાજસભામાં હાજર રહેવા આમંત્રણ દેવા મોકલી દીધા હતા. આ ઉજજૈની નગરી વિદ્વાનોથી ભરપૂર હતી. દરેક વિષયના નિષ્ણાતો અને પ્રકાંડ વિદ્વાનો વસતા હતા. જાણે સરસ્વતીનો દરબાર જોઈ લો. તૈયાયિક, વ્યાકરણ શાસ્ત્રીઓ, કવિઓ, સાહિત્ય સમ્રાટે, સંગીત અને યુદ્ધ નિષ્ણાતે બધા આ નગરીની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. રાજ દરબારમાં જયોતિષીઓનું આગમન ” : જિતારી મહારાજાનું આમંત્રણ મળતાં જ સ્વપ્નશાસ્ત્ર અને નૈમિત્તિકે સભામાં હાજર થઈ ગયા. રાજા સભામાં પધારે તે પહેલા તે સભા ચિકકાર ભરાઈ ગઈ. નગરજનોને પણ ખબર પડી ગઈ કે પિતાના મહારાજાની રાણીને કોઈ શુભ સ્વપ્ન આવ્યું છે. તેનું ફળ જાણવા માટે રાજાએ મોટા મોટા નૈમિત્તિકને સભામાં તેડાવ્યા છે. સ્વપ્નનું ફળ જાણવા માટે નગરજનો પણ દરબારમાં આવીને બેસી ગયા. ડીવારમાં મહારાજા સભામાં આવ્યા એટલે છડીદારે છડી પોકારી. પ્રજાજનોએ ઉભા થઈને રાજાનું સન્માન કર્યું. મહારાજા સિંહાસન ઉપર આરૂઢ થયા પછી સૌ બેસી ગયા. મહારાજાએ પ્રેમભરી નજરે સૌને ઉપર દષ્ટિ ફેરવી. ઉંચે દષ્ટિ કરી તે ઝરૂખામાં સ્ત્રીઓની બેઠક હતી. અને ગુણસુંદરી મહારાણી પણ ત્યાં આવીને બેઠા હતા. રાણીને કયું સ્વપ્ન આવ્યું હશે ને તેનું શું ફળ હશે તે જાણવા સૌ અધીરા બન્યા હતા. આ અંગેની સૌથી વધુ આતુરતા ગુણસુંદરી રાણીની આંખમાં દેખાતી હતી. રાજાએ નૈમિત્તિકેને ઉદ્દેશીને કહ્યું કે હે વિદ્વાને ! તમે સૌ તે મારી નગરીના શણગાર છે. આજે એક સ્વપ્નનું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy