SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ શારદા ૨ત્ન આ વિચારથી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં પણ તે સમજતી હતી કે કાર્ય સફળ ન થાય ત્યાં સુધી બૈર્ય ગુમાવ્યા વિના આવેલા સંયોગોને વધાવી લેવા. વૈદરાજે શુભાની નાડી તપાસીને કહ્યું. શેઠ! એના શરીરમાં બીજે કઈ રોગ દેખાતું નથી. શરદી થઈ ગઈ છે. શેડો તાવ છે, તેની દવા આપું છું. સારું થઈ જશે. શુભમતિ તે દવા લઈને ચાલી ગઈ, પછી વેદે શેઠને કહ્યું. તમારી વહુને કઈ રોગ નથી પણ એને ઊંડી ચિંતા હોય એવું લાગે છે. તે કોઈને કહી શકતી નથી ને સહી શકતી નથી. ચિંતાને કીડો એને કેરી ખાય છે, તેથી એના શરીર પર ફિકાશ આવી ગઈ છે. મુખ કરમાઈ ગયું છે ને શરીર ગળતું જાય છે. શેઠ કહે વૈદરાજ ! અમારે ત્યાં બધું સુખ છે. તેને શી ચિંતા હોય? તે અમને કંઈ કહે તે ખબર પડે. તેના મનની વાત અમે કેવી રીતે જાણી શકીએ? મારા કિશોરને દેહનો રોગ છે ને એને મનને રોગ છે. હું શું કરી શકું? આ શબ્દો સાંભળતા વિદને જરા આશ્ચર્ય થયું કે શેઠ આવા હતાશા ભર્યા શબ્દ કેમ બોલે છે? શેઠ કહે, શું કહું! કહેતા જીભ ઉપડતી નથી. એક મોટી ગૂંચવણ ઉભી થઈ છે. તે ઉકેલવા ઘણું પ્રયત્નો કર્યા પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે કહ્યું કે કિશોરના લગ્ન પછી પહેલી રાત્રે શુભાના સંસર્ગથી કિશોરને દેહ કઢી બની ગયો. તેનું સૌંદર્ય બળીને ખાખ થઈ ગયું. બંને વચ્ચે પ્રેમની આડી દિવાલ ચણાઈ ગઈ. શુભા તેને બોલાવતી નથી કે તેના સામું દૃષ્ટિ પણ કરતી નથી. આટલું કહેતા શેઠ રડવા લાગ્યા. 'શેઠ ! ધેય રાખે, આપણે શુભમતિના શરીરની તપાસ કરીએ કે કયા કારણથી કિશોરને દેહ ખરાબ બની ગયો હશે? શું તે વિષકન્યા હશે? શેઠ તે જાણે છે કે શુભાને તે કઈ રોગ છે જ નહિ. જે તપાસ કરાવીએ ને કહે કે તેના સ્પર્શથી રોગ થયે નથી, તો અત્યાર સુધી ઢંકાયેલ અસત્ય બહાર આવ્યા વિના રહે નહિ ને મારે જીવવું ભારે થઈ પડે, એટલે કહ્યું કે શું શુભાનું નિદાન કરાવવું છે? બધા જાણે છે કે તેના સ્પર્શથી રોગ થયો છે. શેઠે તે એવી વાત કરી કે વૈદરાજે બધું સાચું માની લીધું, અને શુભાને લાવીને કહ્યું–મારે વડીલ તરીકે તમને બે શબ્દો કહેવા પડે છે. આપ ખરાબ લગાડશો નહિ. કાકા ! વડીલેની સૂચના હું જીવનનું અમૃત માનું છું. શુભા ! તમારા સ્પર્શથી કિશોર કઢી બન્યો છે, છતાં તમે તેને બોલાવતા નથી, સેવા કરતાં નથી એ કેવી વિચિત્ર ઘટના! આપ તેને સ્વીકાર કરો. સત્ય બાત મેં કહ રહી હું, અભૂત ઘટના બની મેરે જીવનમેં, ઈસલિયે આપકે આશ્ચર્ય હેતા, સમયે રહસ્ય સમજાયેગા, કાકા! એ વાતને સ્વીકાર કરવો મુશ્કેલ છે. શુભા ! તમે આ શું બોલો છો ? કાકા ! સત્ય કહું છું, ન બનવું જોઈએ તે બન્યું છે એટલે તમને આશ્ચર્ય થાય. તે તેનું શું કારણ! એ બધા પ્રશ્નો અણઉકેલ્યા સારા છે. સમયે ખુલાસો કરીશ. ત્યાં કોઈ વૈદને બોલવવા આવ્યા તેથી તે ચાલ્યા ગયા. શેઠને તે ચેન પડતું નથી. તે વારંવાર શુભા પાસે જાય છે ને સમજાવવા પ્રયત્ન કરે છે, છતાં તેમાં સફળતા મળતી નથી. ઘણું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy