SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૦ શારદા રત્ન બહાર ન જાય એ માટે એક પાપને ઢાંકવા બીજા કેટલા પાપ કરવા પડે છે ! શેઠે બેટા દંભ કરી માયા કરી બનાવટ ઉભી કરી છે, તેથી બધા પ્રપંચે રચવા પડે છે. શેઠ કહે તું આ કંઠી લઈ લે. તને બદલામાં નથી આપતે, પણ ભેટ આપું છું. શેઠ સમજે છે કે જે હું હાથ માટે રાખીશ ને કંઈક આપીશ તે વાત બહાર નહિ જાય, છેવટે રમાને કંઠી લઈ લેવી પડી. તે તે કંઠી લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. આ બાજુ શુભમતિ જમવા માટે શેઠની રાહ જોઈને બેઠી હતી. રોજ કરતાં શેઠ આજે ઘણા મોડા આવ્યા. તેમના મનમાં બધી વાત ગૂંથાયા કરતી હતી. મન પર ખૂબ ચિંતા હોય એવું લાગતું હતું. શુભા તે લજજાથી ઘૂંઘટ તાણ એક બાજુ ઉભી હતી. દૂરથી શેઠનું મુખ જોતા તે સમજી ગઈ કે રમાએ બધી વાત કરી હશે. શેઠ જમવા બેઠા. કુમુદને પીરસતી જોઈને શેઠ કહે કે આજે રસોડામાં તું કેમ છે? શેઠ ! શુભમતી બેનને આજે તાવ આવ્યો છે એટલે રસોઈની તૈયારી મેં કરી. ત્યાં તો તે આવી પહોંચ્યા. મેં કહ્યું–આજે આપને ઠીક નથી માટે આપ સૂઈ જાવ પણ તે તે બેઠા બેઠા મદદ કરાવી રહ્યા છે. આજ સુધી શેઠ કેઈ દિવસ શુભા સાથે બેલ્યા નથી. તે બોલવા માટે તક શોધી રહ્યા હતા. તે તક અત્યારે મળી ગઈ. હવે તક જોઈને શેઠ શુભાને શું કહેશે તે વાત અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૦ કારતક સુદ ૧૦ ને શુક્રવાર તા. ૬-૧૧-૮૧ અનંત કરૂણાસાગર, ત્રિલકીનાથ ભગવાને જગતનાં જીવન શ્રેય માટે, આત્મકલ્યાણ માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. સાગરને પાર કરવા માટે સ્ટીમર કે હોડીના સહારાની જરૂર છે. તેના દ્વારા તે સાગરના સામા કિનારે પહોંચી શકે છે. કેઈક વાર એવો અકસ્માત બને કે હેડી ડૂબી જાય, પણ જે ભગવાનની વાણનો સહારો લે છે તે તે કયારે પણ ડૂબતે નથી. તે તો અવશ્ય ભવસાગને તરી શકે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં બેલ્યા છે કે – अणुपुव्वेण महाघोरं, कासवेण पवेश्य। બનાવાર સુત્રો પુવૅ, સમુદ્ર વવદ્યારિ II અ. ૧૧ ગાથા ૫ સુધર્મા સ્વામી પોતાના પ્યારા શિષ્ય જંબુસ્વામી આદિ શિષ્યને કહે છે કે કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહેલા મેક્ષમાર્ગને હું તમને અનુક્રમથી બતાવું છું તે તમે સાંભળો. જેમ વેપાર કરનાર વહેપારીઓ વહાણ અથવા હોડી દ્વારા સમદ્રને તરીને પિતાના ધારેલા સ્થળે પહોંચી શકે છે તે રીતે તીર્થકર ભગવંતોએ બતાવેલ મોક્ષમાર્ગને સહારો લઈને ભૂતકાળમાં ઘણું જીવોએ સંસાર સાગરને પાર કરેલ છે અને મેક્ષ ગતિને પામ્યાં છે. “સfiણ તાંતે, તસ્લેિર કળાના વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રમાં સંસાર સમુદ્રને તરી મિક્ષ ગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્ય
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy