SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન 242 ચાર ચારી ન જાય. ઇંગ્લેન્ડમાં એક પ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા. જેમનુ' નામ જેરેમી હતું. એક દિવસ રાત્રે તેમના ઘરમાં ચારીએ ચારી કરી, તેમની બધી માલ મિલ્કત લૂટી લીધી. તેમનું બધું લૂંટાઈ ગયું છતાં જેરેમીના મુખ પર જરા પણ ખેદ કે ઉદાસીનતા નહિ. તેમના જીવનમાં પહેલા જે આનંદ હતા એ જ આનંદ, એ જ પ્રસન્નતા તથા એટલી તૈય તા તેના મુખ પર ચમકી રહ્યા હતા. લોકોને ખબર પડતા બધા તેમને આશ્વાસન આપવા ગયા. બધા તેમને પૂછતા કે આપે જીવનમાં અત્યાર સુધી અથાગ પરિશ્રમ કરી, મહેનત કરી, રાત દિવસ જોયા વગર પુરૂષાર્થ કરી જે મૂડી ભેગી કરી તે બધી આમ અચાનક લૂંટાઈ જાય છતાં તમને મનમાં કઈ થતું નથી ? જેરેમીએ ખૂખ ધૈયતાથી પ્રસન્નચિત્તે જવા આપ્યા કે ચારેાએ મારુ કાંઈ ચાર્યું નથી. મારી સ્વસ્થતા, મારી પ્રસન્નતા, ધૈર્ય તથા સમતા જે મારી માંઘી મૂડી છે તે તે મારી પાસે હજી પડી છે. એમાંથી ચોરેએ મારું કાંઈ ચોયુ" નથી. જે મારૂ હતું નહિ અને ગમે ત્યારે જવાનું હતું, જે મારી પાસે રહેવાનું ન હતુ. તે મારા જીવનમાં આકસ્મિક રીતે આવ્યું ને આમ આકરિમક રીતે ચાલ્યું ગયુ, તેમાં મારે ખેદ, ઉદ્વેગ કે દુઃખ લગાડવાની જરૂર શી ? ખાકી જીવન જીવવા માટે પાણી, પ્રકાશ અને પવન એ તા હજુ ચે મને મળ્યા કરે છે, માટે મારે ખેદ શા માટે કરવા ? મારા શાશ્વત ખજાના જે મારી પેાતાની માલિકીના છે તે મારા હૃદયમાં ભર્યાં છે. એના મને સતાષ છે. જેરેમીના ઘરમાં ચોરી થઇ છે ને તેનું બધુ' લૂંટાઈ ગયુ છે. તે સાંભળી તેને આશ્વાસન આપવા આવનારા લેાકેા તેની આ પ્રસન્નતા, સ્વસ્થતા અને તેના ધૈ ને જોઈ ને અને તેના મુખેથી બધી વાતા સાંભળીને બધા આશ્ચય ચકિત બની ગયા ને તેને ધન્યવાદ આપવા લાગ્યા. આ ન્યાય ઉપરથી એ સમજવાનુ` છે કે બહારથી દેખાતા માલ મિલ્કત એ આત્માની સાચી મૂડી નથી. એનામાં આત્માને શાંતિ, સ્વસ્થતા કે ગમે તેવી આપત્તિમાં પ્રસન્નતા આપવાની તાકાત નથી. આત્માની સાચી મૂડી તેા આ પ્રકારની સમજણુ અને આ બધાયથી સર્વથા નિરપેક્ષ રહેવાની આધ્યાત્મિક ખુમારી છે. નમિરાજ પણ ઈન્દ્રને એ કહી રહ્યા છે, કે તું મને જે ભંડાર ભરવાની વાત કરે છે તે ભંડારાને તા લૂંટાવાનો, ચોરાવાના ભય છે, પણ હું તો આત્મગુણુના એવા ખજાના મેળવવા નીકળ્યા છુ જેને ચોર ચોરી ન શકે, લૂંટારા લૂટી ન શકે, અગ્નિ ખાળી ન શકે. વળી તુ' કહે છે તે પ્રમાણે ભડાર ભરપૂર ભરી દઉં, પણ જીવની તૃષ્ણા તેા શાંત થતી નથી. તેની તૃષ્ણાના અંત આવતા નથી. હું તમને પૂછું કે તમે દેશમાંથી અમદાવાદ આવ્યા ત્યારે તમારી ઈચ્છા કેટલી હતી ? અને આજે કેટલી વધી ગઈ છે ? તૃષ્ણાવંત મનુષ્ય માટે ભગવાન બાલ્યા છે કે— सुवण्ण रूप्पस्स उ पव्त्रया भवे, सिया हु केलास समा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ॥ ४८ ॥
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy