SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૮૫૩ તે મારી પાસે આવજે, પણ ચોરીના ધંધા ન કરશો. ચોરોએ શેઠની વાત માની ને કાયમ માટે ચોરીનો ઘધે છોડી દીધું. સાંભળ્યું ને પૌષધનો પ્રભાવ કે હોય છે. આવી ઉદાર મનવૃત્તિ પેદા કરવામાં ભારે ઉપકારી બનતા પૌષધ વ્રતને જીવનમાં આચરતા થઈ જાઓ. ઈ નમિરાજને કહ્યું કે તમે ગૃહસ્થાશ્રમમાં રહીને દશ તિથિના પૌષધ આદિ કરજે પણ સંયમ ન લે. જે ગૃહસ્થાશ્રમ ચલાવવામાં કાયર હોય તે સંયમ લે. ત્યારે નમિરાજે કહ્યું કે હે વિપ્ર ! કેઈ ગૃહસ્થ મા ખમણને પારણે મા ખમણ કરતો હોય ને પારણામાં કુશના અગ્ર ભાગ પર રહે એટલું ભજન કરતો હોય તે પણ તે તપસ્વી ચારિત્ર માર્ગની સોળમી કળાની તેલે પણ આવતો નથી, માટે ગૃહસ્થ ધર્મ કરતાં ચારિત્ર ધર્મ અનેક ગણે શ્રેષ્ઠ છે. ઈન્દ્ર આવ્યો છે નમિરાજને હરાવવા પણ પોતાની હાર થઈ રહી છે. તેના મનમાં થયું કે હું દેવ છું ને આ તે મનુષ્ય છે, છતાં શું હું એની પાસે હારી જઈશ? તેથી તેને મુખ ઉપર ખિન્નતા દેખાઈ, છતાં હજુ મનમાં થયું કે બે બાણ મારી પાસે છે. એમ યાદ આવવાથી મુખ પર આનંદ દેખાયે. આશા અમર છે. કહેવત છે કે “હાર્યો જુગારી બમણું રમે.” લાખ રૂપિયા ગુમાવ્યા પછી વધેલા છેલ્લા રૂપિયાને દાવ રમતી * વખતે જુગારી એકના એક ઝાડ કરવાની મીઠી આશાથી તે રમતો જાય છે. ધર્મરાજા જુગાર રમવા બેસતા ન હતા. બેઠા પછી શરૂઆતમાં જીત થતી ગઈ તેથી વધુ ચસ્કો લાગ્યો. પછી તે ઉપરાઉપરી હાર થવા લાગી. રાજ્ય, લક્ષ્મીને ભંડારો બધું હેડમાં મૂકી દીધું. છેલ્લા એક દાવ બાકી છે. ધર્મરાજા માને છે કે છેલ્લા દાવમાં હું બધું જીતી લઈશ પણ જીતી શક્યા નહિ ને પરિણામે દ્રૌપદીને હોડમાં મૂકવાનો સમય આવ્યે. કહેવાનો આશય એ છે કે, હાર્યો જુગારી આશામાં બમણું રમે. ખરેખર આશા અમર છે. આશા જીવનને ખોરાક છે. બીજી બાજુથી જોઈએ તે. આશા જીવને દુઃખનું કારણ પણ છે. દિવસ છે ત્યાં રાત છે. તેમ જ્યાં આશા છે ત્યાં નિરાશા છે, અને નિરાશાનું દુઃખ કડવું છે. આશાના એક કિરણે વિપ્રને સતેજ બનાવ્યો. ખોવાયેલી બાજીને હજુ હું બીજા દાવથી જીતી શકીશ એવા ભાવથી મનના ઉમંગ સાથે કહેવા લાગ્યો. હે મહારાજા! આપની વાત સત્ય છે. મારે કબૂલ કરવું પડશે કે આપ ચારિત્ર માર્ગની શ્રેષ્ઠતા બતાવવામાં સફળ બન્યા છે. એક ઉત્તમ સંસ્કારી, મહાતપસ્વી, મહાદાનેશ્વરી કરતાં એક ત્યાગી ઘણું દરજજે શ્રેષ્ઠ છે એમ હું માનું છું, પણ હજુ મારી વાત સાંભળતા જાવ. હવે ઈન્દ્ર કર્યો પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે. ચરિત્ર : ગુણદત્ત રાજા ઈન્તજારીથી નાટ્યકારોને પૂછે છે કે સાગરદત્ત શેઠ અને શેઠાણી અત્યારે ઉજજૈનીમાં છે? ત્યારે નાટ્યકારો કહે છે–મહારાજા! અમે તેમને જોયા નથી. કઈ કહેતું હતું કે આ નગરીમાં પુત્રવધની યાદી ખૂબ આવે તેથી તેઓ આ નગરી છોડીને ચાલ્યા ગયા છે. પોતાના માતા પિતા જીવતા છે એ વાતથી તેમને સંતોષ થયે. હવે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy